Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ધનતેરસ પર આ 7 વસ્તુઓનું દદાન કે લેવડ-દેવડ છે અશુભ, જાણી લો શું કહે છે શાસ્ત્રો!
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > ધનતેરસ પર આ 7 વસ્તુઓનું દદાન કે લેવડ-દેવડ છે અશુભ, જાણી લો શું કહે છે શાસ્ત્રો!
ધર્મદર્શન

ધનતેરસ પર આ 7 વસ્તુઓનું દદાન કે લેવડ-દેવડ છે અશુભ, જાણી લો શું કહે છે શાસ્ત્રો!

Gujju Media
Last updated: October 26, 2026 10:57 pm
By Gujju Media
4 Min Read
Share
Dhanteras.jpg.webp
SHARE

મા લક્ષ્મીની કૃપા મેળવવી હોય તો ધનતેરસના દિવસે ભૂલથી પણ બીજાને ન આપતા આ 7 વસ્તુઓ

Contents
  • ધનતેરસ 2026 પૂજા અને ખરીદીનો શુભ મુહૂર્ત
  • ધનતેરસ પર ભૂલથી પણ ન કરો આ 7 વસ્તુઓની લેવડ-દેવડ

દીપાવલીના મહાપર્વની શરૂઆત દર વર્ષે ધનતેરસના પવિત્ર તહેવારથી થાય છે. આ દિવસે ભગવાન ધન્વંતરિ, ધનની દેવી માતા લક્ષ્મી અને કુબેરમાં ભગવાની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ધનતેરસના દિવસે સોના-ચાંદી, નવા વાસણો અને અન્ય શુભ વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. વર્ષ 2026માં ધનતેરસનો આ પવિત્ર તહેવાર 6 નવેમ્બર, શુક્રવારે ઉજવવામાં આવશે.

આ દિવસે લોકો ભરપૂર ખરીદી કરે છે, પરંતુ શું તમે જાણો છો કે શાસ્ત્રો અને લોક માન્યતાઓ અનુસાર આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓની લેવડ-દેવડ (દાન કે ઉછીના આપવું) કરવી અત્યંત અશુભ માનવામાં આવે છે? એવું માનવામાં આવે છે કે જો તમે અજાણતાં પણ આ વસ્તુઓ કોઈને આપી દો છો, તો ઘરની બરકત પ્રભાવિત થઈ શકે છે અને માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. આવો વિસ્તારથી જાણીએ કે ધનતેરસના દિવસે કઈ 7 વસ્તુઓની લેવડ-દેવડ ભૂલથી પણ ન કરવી જોઈએ.

- Advertisement -

ધનતેરસ 2026 પૂજા અને ખરીદીનો શુભ મુહૂર્ત

  • ત્રયોદશી તિથિ શરૂ: 6 નવેમ્બરના રોજ સવારે 9:30 વાગ્યાથી

  • ત્રયોદશી તિથિ સમાપ્ત: 7 નવેમ્બરના રોજ સવારે 11:45 વાગ્યા સુધી

  • ખરીદીનો શુભ સમય: 6 નવેમ્બરના રોજ સવારે 9:30 વાગ્યા પછી આખો દિવસ

  • ધનતેરસ પૂજા મુહૂર્ત: સાંજે 6:19 વાગવાથી રાત્રે 8:17 વાગ્યા સુધી

  • પ્રદોષ કાળ: સાંજે 5:49 વાગવાથી રાત્રે 8:23 વાગ્યા સુધી

ધનતેરસ પર ભૂલથી પણ ન કરો આ 7 વસ્તુઓની લેવડ-દેવડ

૧. મીઠું (નમક) ઉછીનું કે દાનમાં આપવું: ધનતેરસ કે દીવાળીના દિવસે કોઈને પણ મીઠું ઉછીનું આપવાથી કે દાન કરવાથી બચવું જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર, મીઠાને ઘરની સકારાત્મકતા અને આર્થિક સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે મીઠું આપવાથી ઘરની બરકત ઓછી થઈ શકે છે.

- Advertisement -

૨. ચાકુ, કાતર અને અણીદાર વસ્તુઓ: ધનતેરસના પવિત્ર અવસર પર કોઈને પણ ચાકુ, કાતર, સોય કે પિન જેવી ધારદાર અને અણીદાર વસ્તુઓ ભેટમાં ન આપવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવી વસ્તુઓ સંબંધોમાં અંતર અને કડવાશ પેદા કરે છે, સાથે જ ઘરમાં નકારાત્મક ઊર્જા લાવે છે.

૩. લોખંડની વસ્તુઓ: જ્યોતિષ શાસ્ત્રમાં લોખંડનો સંબંધ ન્યાયના દેવતા શનિ મહારાજ સાથે માનવામાં આવે છે. આ જ કારણ છે કે ધનતેરસના દિવસે કોઈને પણ લોખંડથી બનેલી ચીજો દાન કે ગિફ્ટ કરવાની મનાઈ હોય છે. આવું કરવાથી તહેવારની શુભતા અને પૂજાનું ફળ પ્રભાવિત થઈ શકે છે.

- Advertisement -

૪. કાળા રંગની વસ્તુઓ: ધનતેરસ પર કાળા રંગના કપડાં કે અન્ય કાળી વસ્તુઓની લેવડ-દેવડ કરવાનું ટાળવું જોઈએ. જ્યોતિષમાં કાળો રંગ શનિ અને રાહુનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે, આ અત્યંત શુભ અને પ્રકાશ પર્વના દિવસે કાળા રંગની ચીજો કોઈને આપવી સારી માનવામાં આવતી નથી.

- Advertisement -
- Advertisement -

૫. તેલ કે ઘી: આપણા ઘરોમાં પૂજા-પાઠ અને દીવા પ્રગટાવવા માટે તેલ અને ઘીનું વિશેષ મહત્ત્વ હોય છે. તેને સમૃદ્ધિ અને અજવાળા સાથે જોડીને જોવામાં આવે છે. માન્યતા છે કે ધનતેરસના દિવસે કોઈને તેલ કે ઘી દાનમાં આપવાથી કે ઉછીનું આપવાથી ઘરની સુખ-સમૃદ્ધિ બહાર વહી જાય છે.

૬. રોકડ રપિયા કે સિક્કા: ધનતેરસનો દિવસ સીધી રીતે માતા લક્ષ્મી અને ભગવાન કુબેરને સમર્પિત છે. આ દિવસને ધન અને વૈભવનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, આ દિવસે કોઈને પણ રોકડ નાણાં કે સિક્કા ઉછીના આપવાથી કે ધનનું દાન કરવાથી બચવું જોઈએ, જેથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બની રહે.

૭. કાચ કે શીશાનો સામાન: ધનતેરસના દિવસે કાચ કે શીશાથી બનેલી વસ્તુઓ કોઈને ભેટમાં આપવાથી પણ પરહેજ કરવો જોઈએ. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, કાચનો સંબંધ રાહુ ગ્રહ સાથે હોય છે, તેથી આ દિવસે શીશાની ચીજોની લેવડ-દેવડ કરવી અશુભ માનવામાં આવી છે.

- Advertisement -

જો તમે પણ આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખશો, તો તમારા ઘરમાં આખું વર્ષ માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની કૃપા જળવાઈ રહેશે અને ઘરની બરકત હંમેશાં કાયમ રહેશે.

વિદુર નીતિના આ 7 ચમત્કારી નિયમો અપનાવો, સુખ ક્યારેય તમારો સાથ નહીં છોડે!
ધનતેરસ પર સોના-ચાંદી જ નહીં, ‘આખા ધાણા’ ખરીદવા પણ છે ખૂબ જ શુભ!
ઘરે કેવી રીતે કરવું સર્વપિતૃ અમાવસ્યાનું શ્રાદ્ધ? જાણો પૂજા સામગ્રીથી લઈને વિધિ સુધીની પૂરી માહિતી
શા માટે ભગવાન વિષ્ણુની દરેક પૂજા તુલસી વગર અધૂરી છે? જાણો આખી કથા
ગુસ્સા અને તણાવથી છુટકારો મેળવવામાં આ રત્ન બની શકે છે તમારો સાથી
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 10 26T114809.696.jpg.webp
ઇન્ફોસિસના શેરમાં 31%નો કડાકો! હવે ₹1,415 સુધી પહોંચશે ભાવ? UBS અને HSBCના અલગ સંકેત
શેરમાર્કેટ
New Zealand FTA1
ભારત-ન્યૂઝીલેન્ડ FTAથી વેપારમાં મોટો ફેરફાર! 20 ઑક્ટોબરથી ડ્યૂટી ફ્રી વેપારનો માર્ગ ખુલશે?
બિઝનેસ
Stock 2108.jpg.webp
IT અને એનર્જી શેરો પર રહેશે ખાસ નજર
શેરમાર્કેટ
Numerology 1810.jpg.webp
વારંવાર અટકી જાય છે તમારાં મહત્વપૂર્ણ કામ?
ધર્મદર્શન
Nayi Naveli Movie.jpg.webp
દશેરા પર યામી ગૌતમની ફિલ્મ ‘નઈ નવેલી’નો જાદુ, માત્ર 3 દિવસમાં દુનિયાભરમાં કરી લીધી તોફાની કમાણી!
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

શનિદેવના પ્રકોપને શાંત કરશે આ એક નાનકડો દીવો

By Gujju Media
5 Min Read
shanidev 3006.jpg.webp
ધર્મદર્શન

નોકરીમાં પ્રમોશન અને વિદેશમાં સોદા! વક્રી શનિ કરાવશે આ ૩ રાશિઓને મોટો નાણાકીય લાભ

By Gujju Media
4 Min Read

શું સંતાનોએ ચૂકવવું જોઈએ પિતાનું બાકી દેવું? ગરુડ પુરાણના નિયમો વાંચીને તમને થશે નવાઈ

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
nv casino
Casino zonder cruks bonus
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?