Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: પૂજા કરતી વખતે અચાનક દીવો ઓલવાઈ જાય તો શું તે અશુભ છે? જાણો શું કહે છે ધાર્મિક શાસ્ત્રો!
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > પૂજા કરતી વખતે અચાનક દીવો ઓલવાઈ જાય તો શું તે અશુભ છે? જાણો શું કહે છે ધાર્મિક શાસ્ત્રો!
ધર્મદર્શન

પૂજા કરતી વખતે અચાનક દીવો ઓલવાઈ જાય તો શું તે અશુભ છે? જાણો શું કહે છે ધાર્મિક શાસ્ત્રો!

Gujju Media
Last updated: November 20, 2026 8:12 am
By Gujju Media
4 Min Read
Share
Diya.jpg.webp
SHARE

પૂજા સમયે દીવો ઓલવાઈ જાય તો તરત કરો આ કામ, ક્યારેય નહીં થાય અશુભ!

Contents
  • પૂજામાં દીવો કેમ પ્રગટાવવામાં આવે છે?
  • અચાનક દીવો ઓલવાવાનો શું અર્થ થાય છે?
  • દીવો ઓલવાઈ જાય તો શું કરવું જોઈએ?
  • શું દીવાને ફૂંક મારીને ઓલવવો જોઈએ?

સનાતન ધર્મમાં ઘરના મંદિરમાં સવાર અને સાંજ નિયમિત રૂપે દીવો પ્રગટાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. પૂજા-પાઠ દરમિયાન પ્રગટાવવામાં આવતો દીવો માત્ર એક પરંપરા નથી, પરંતુ તેને જ્ઞાન, સકારાત્મકતા અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. દીવાની જ્યોત આપણને અંધકારમાંથી પ્રકાશ અને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જવાનો સંદેશ આપે છે.

જો કે, ક્યારેક એવું બની શકે છે કે દીવો અચાનક ઓલવાઈ જાય—કદાચ જોરદાર પવનના ઝાપટાને કારણે અથવા અન્ય કોઈ કારણસર. આનાથી ઘણીવાર મનમાં ભય પેદા થાય છે અથવા પ્રશ્નો ઉદ્ભવે છે: શું આ કોઈ અનિચ્છનીય ઘટના કે અશુભ સંકેત હોઈ શકે છે? ચાલો જાણીએ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર આવી ઘટનાનો અર્થ શું થાય છે અને આવી પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ.

- Advertisement -

પૂજામાં દીવો કેમ પ્રગટાવવામાં આવે છે?

ધાર્મિક પરંપરાઓમાં, અગ્નિને અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તેને દેવતાઓનું ‘મુખ’ ગણવામાં આવે છે. સામાન્ય રીતે પૂજાની શરૂઆત દીવો પ્રગટાવીને જ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. પ્રજ્વલિત દીવો ઈશ્વર પ્રત્યેની આપણી અડગ શ્રદ્ધા અને ભક્તિભાવને પણ દર્શાવે છે.

- Advertisement -

અચાનક દીવો ઓલવાવાનો શું અર્થ થાય છે?

ઘણીવાર લોકો પૂજા દરમિયાન દીવો ઓલવાઈ જવાથી તેને મોટો અપશુકન માની લે છે, પરંતુ દરેક વખતે આવું વિચારવું યોગ્ય નથી. ધાર્મિક અને વ્યવહારિક બંને દ્રષ્ટિએ તેના ઘણા કારણો હોઈ શકે છે:

  • વ્યવહારિક કારણ: ઘણીવાર તેજ પવનના ઝાપટા, દીવામાં ઘી કે તેલની અછત હોવી, રૂ ની વાટનું સરખી રીતે ન બેસવું અથવા વાટ બળીને પૂરી થઈ જવી દીવો ઓલવાવાનું મુખ્ય કારણ બને છે.

  • ધાર્મિક માન્યતા: જો કે, કેટલાક લોકો તેને ભગવાનની નારાજગી અથવા કોઈ આવનારી બાધાનો સંકેત માને છે, પરંતુ વિદ્વાનોનું કહેવું છે કે તેના માટે ડરવાની કે ગભરાવાની કોઈ જરૂર નથી. તેને હંમેશાં અશુભ માની લેવું યોગ્ય નથી.

દીવો ઓલવાઈ જાય તો શું કરવું જોઈએ?

જો પૂજા દરમિયાન તમારો દીવો અચાનક ઓલવાઈ જાય, તો સૌથી પહેલા શાંત રહો અને ગભરાશો નહીં. તમે આ સરળ બાબતોનું પાલન કરી શકો છો:

- Advertisement -
  1. ક્ષમા પ્રાર્થના કરો: ભગવાનની સામે મનોમન હાથ જોડીને ક્ષમા પ્રાર્થના કરો કે અજાણતા થયેલી કોઈ ભૂલ અથવા પરિસ્થિતિના કારણે દીવો ઓલવાઈ ગયો છે. ભગવાન ક્યારેય કોઈની નાની ભૂલ પર નારાજ થતા નથી.

  2. દીવો ફરીથી કેવી રીતે પ્રગટાવવો?: દીવો ફરીથી પ્રગટાવતા પહેલા તેની સ્થિતિની તપાસ કરી લો. જોઈ લો કે દીવામાં પૂરતું ઘી કે તેલ છે કે નહીં. જો વાટ બળી ગઈ હોય, તો તેમાં નવી અને સાફ વાટ લગાવો. ત્યારબાદ ભગવાનનું નામ લઈને અને ફરીથી દીપ પ્રગટાવીને તમારી પૂજા પૂરી કરો.

શું દીવાને ફૂંક મારીને ઓલવવો જોઈએ?

આ એક ખૂબ જ સામાન્ય સવાલ છે જે અક્ષર લોકોના મનમાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, પ્રજ્વલિત દીવા કે અગ્નિને ક્યારેય મોંથી ફૂંક મારીને ઓલવવો જોઈએ નહીં. અગ્નિને દેવતા અને અત્યંત પવિત્ર માનવામાં આવ્યા છે, તેથી મોંની હવા (શુદ્ધ વાયુ નથી ગણાતી) થી તેને ઓલવવો એ તેનું અપમાન કરવું માનવામાં આવે છે. જો ક્યારેક પૂજા સમાપ્ત થયા પછી દીવાને શાંત કરવો પણ પડે, તો તેને ફૂલ કે અન્ય કોઈ પવિત્ર વસ્તુની મદદથી ઓલવવો જોઈએ, ન કે ફૂંક મારીને.

પૂજા-પાઠ આસ્થા અને મનની પવિત્રતાનો વિષય છે. જો ક્યારેક પૂજા દરમિયાન દીવો ઓલવાઈ પણ જાય, તો ડરવાને બદલે શ્રદ્ધાભાવથી ભગવાન પાસે માફી માંગીને તેને ફરીથી પ્રગટાવી લો. તમારું સાચું મન અને સાચી ભક્તિ જ સૌથી મોટી પૂજા છે.

- Advertisement -
- Advertisement -
Kalawa: આ રાશિના લોકોએ હાથ પર ન બાંધવો લાલ દોરો, બાંધવાથી ફાયદાને બદલે થાય છે નુકસાન
શું છે પીપળા પર માટલું લટકાવવાનું મહત્વ અને વિધિ? જાણો ગરુડ પુરાણનું આધ્યાત્મિક રહસ્ય
તુલસીની માળા ધારણ કરતા પહેલા જાણો આ 5 કડક નિયમો, નહીં તો પુણ્યને બદલે લાગશે પાપ!
વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઇ… ભજન
સુખ-સમૃદ્ધિના પર્વ વરલક્ષ્મી વ્રત પર આ બાબતોનું ખાસ રાખો ધ્યાન, જાણો શું કરવું અને શું ન કરવું
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Stock Market 1208.jpg.webp
શેરબજારમાં આજે આ શેરો પર રાખજો નજર, Ashoka Buildconને ₹1,465 કરોડનો મોટો ઓર્ડર
શેરમાર્કેટ
GOLD 0508.jpg.webp
રવિવારે સોનાના બજારમાં શું છે સ્થિતિ? જાણો 22 અને 24 કેરેટ ગોલ્ડના નવા ભાવ
બિઝનેસ
Silver 0708.jpg.webp
ચાંદીના ભાવમાં ફરી મોટો ઉતાર-ચઢાવ, 15 નવેમ્બરે તમારા શહેરમાં શું છે કિંમત?
બિઝનેસ
sahre 1311.jpg.webp
Market View: ટૂંકા ગાળાના લાભ માટે આ શેર પર નજર રાખો
શેરમાર્કેટ
Ayushman Card Treatment Update.png.webp
આયુષ્માન કાર્ડ ધારકોને મોટો ઝટકો! 112 બીમારીઓની મફત સારવાર હવે ખાનગી હોસ્પિટલોમાં નહીં મળે
હેલ્થ
- Advertisement -

You Might Also Like

1794190180 Diwali.jpg.webp
ધર્મદર્શન

દિવાળી પર કેમ વાંચવામાં આવે છે સાહુકારના ઘરની કથા? જાણો પૌરાણિક રહસ્ય

By Gujju Media
7 Min Read
1777967560 Copy of Satya web temp 16.jpg.webp
ધર્મદર્શન

શું તમારી દીવાલ પરની ઘડિયાળ જ તમારી પ્રગતિની દુશ્મન છે? જાણો વાસ્તુના નિયમો

By Gujju Media
6 Min Read
1767939389 Copy of Satya web temp 59.jpg.webp
ધર્મદર્શન

ક્યારે છે હોળી? હોલિકા દહનનું શુભ મુહૂર્ત, તારીખ અને આ પર્વનું પૌરાણિક મહત્વ

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

Bhupendra PAtel
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

By Gujju Media
5 Min Read
Bhupendra PAtel

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
શેરમાર્કેટ

શેરબજારમાં આજે આ શેરો પર રાખજો નજર, Ashoka Buildconને ₹1,465 કરોડનો મોટો ઓર્ડર

આજે શેરબજારમાં આ 16 શેર પર રહેશે રોકાણકારોની નજર, Glenmark, Groww અને Ashoka Buildcon સહિત જાણો…

By Gujju Media
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
હેલ્થ

બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન

દિલ્હી-NCR માં H1N1 ફ્લૂનો હાહાકાર: તમામ ઉંમરના લોકો ચેપની લપેટમાં, દર્દીઓમાં મોટો ઉછાળો અને જાણો લક્ષણો…

By Gujju Media
ભજન

શ્રી યમુના યમુનાજીની આરતી જય જય શ્રી યમુના | Yamuna ji Arti lyrics

જય જય શ્રી યમુના માં.. શ્રી યમુના યમુનાજીની આરતી   જય જય શ્રી યમુના માં, જય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
nv casino
Casino zonder cruks bonus

A versatilidade nos depósitos efetuados nos melhores novos casinos online facilita a gestão do orçamento do jogador.

NV Casino PL
vox casino
Utländska casino bästa bonus
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?