Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: Nirjala Ekadashi 2024: જાણો ક્યારે ઉજવાશે નિર્જળા એકાદશી ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > Nirjala Ekadashi 2024: જાણો ક્યારે ઉજવાશે નિર્જળા એકાદશી ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે
ધર્મદર્શન

Nirjala Ekadashi 2024: જાણો ક્યારે ઉજવાશે નિર્જળા એકાદશી ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે

Gujju Media
Last updated: June 7, 2024 7:02 pm
By Gujju Media
3 Min Read
Share
ekadshi
SHARE

Nirjala Ekadashi 2024: વર્ષ દરમિયાન 12 એકાદશી આવે છે. હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રતને વિશેષ ગણવામાં આવ્યું છે. દર મહિનાના શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં એક એકાદશી આવે છે. એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. વર્ષ દરમિયાન જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી કહેવાય છે. નિર્જળા એકાદશીનું વ્રત ખૂબ જ પુણ્યશાળી ગણાય છે. આ એકાદશી ને ભીમસેની એકાદશી પણ કહેવાય છે. આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું અને વ્રત કરવાનું વિધાન છે. કોઈપણ એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. પરંતુ જો કોઈ કારણોસર વર્ષ દરમિયાન એક પણ એકાદશી કરી ન શકાય તો નિર્જળા એકાદશીનું વ્રત કરી લેવાથી આખા વર્ષની અગિયારસ કરવાનું પુણ્ય મળે છે. તો ચાલો તમને જણાવીએ અતિ પુણ્યશાળી નિર્જળા એકાદશી આ વર્ષે કઈ તારીખે ઉજવાશે.

Contents
  • નિર્જળા એકાદશીનું મહત્વ
  • નિર્જળા એકાદશી 2024 નું શુભ મુહૂર્ત
  • નિર્જળા એકાદશીની પૂજા વિધિ
  • વિષ્ણુ મંત્ર

ekadashi 1

નિર્જળા એકાદશીનું મહત્વ

બધી જ એકાદશીમાં નિર્જળા એકાદશીનું વિશેષ મહત્વ છે. નિર્જળા એકાદશીમાં નિર્જળ એટલે કે પાણી પણ ગ્રહણ કરવાનું હોતું નથી. કહેવાય છે કે જે વ્યક્તિ વર્ષની કોઈપણ એકાદશી કરી ન શકે તેણે આ એક વ્રત કરી લેવું જોઈએ. આ એક એકાદશી કરી લેવાથી 12 એકાદશી કર્યાનો પુણ્ય મળે છે. જોકે નિર્જળા એકાદશીનું વ્રત કરવું ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે આ એકાદશીમાં અન્ન, ફળ કે જળ કંઈ પણ ગ્રહણ કરી શકાતું નથી. પરંતુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ આ કઠોળ વ્રત કરે છે તે બધા જ પાપથી મુક્ત થઈ જાય છે અને શ્રી હરિ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરે છે.

- Advertisement -

નિર્જળા એકાદશી 2024 નું શુભ મુહૂર્ત

જેઠ મહિનાના શુક્લપક્ષની નિર્જળા એકાદશીનો પ્રારંભ 17 જુને સવારે 4 કલાક અને 43 મિનિટથી થશે. એકાદશી ની સમાપ્તિ 18 જૂને સવારે 7 કલાક અને 28 મિનિટે થશે. ઉદયા તિથિ અનુસાર નિર્જળા એકાદશી 18 જુને ઉજવાશે. નિર્જળા એકાદશીનું વ્રત જે વ્યક્તિ કરે તેણે 19 જૂને સવારે 5 કલાક અને 24 મિનિટથી 7 કલાક અને 28 મિનિટ વચ્ચે પારણા કરવાના રહેશે.

mantra jaap

- Advertisement -

નિર્જળા એકાદશીની પૂજા વિધિ

નિર્જળા એકાદશીના દિવસે સવારે સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાનાદી કર્મ કરી ભગવાન વિષ્ણુને સ્મરણ કરી એકાદશી કરવાનો સંકલ્પ લેવો. ત્યાર પછી ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરવી. પૂજામાં ભગવાન વિષ્ણુને ફૂલ પીળું, ચંદન, ચોખા ચડાવી અને ભોગ ધરાવવો. ત્યાર પછી વિષ્ણુ મંત્રનો જાપ કરવો. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ અને એકાદશીની કથાનું વાંચન પણ કરી શકાય છે. વિષ્ણુ સહસ્ત્ર નામ અને મંત્ર જાપ કર્યા પછી ભગવાનની આરતી ઉતારો અને પ્રસાદ પરિવારમાં વહેંચીને પોતે ગ્રહણ કરો.

વિષ્ણુ મંત્ર

નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંત્ર “ઓમ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનો જાપ કરવો જોઈએ. આ સિવાય એકાદશીના દિવસે ગરીબોને અને જરૂરીયાત મંદોને યથાશક્તિ કપડા, ભોજન વગેરેનું દાન કરવું.

- Advertisement -

 

ખોટી વ્યક્તિને ઓળખવી છે? ચાણક્યની આ 5 વાતો જાણી લો, જીવનભર છેતરાશો નહીં!
તમારી સફળતાના દુશ્મનો તમારી આસપાસ જ છે! જાણો કયા સંકેતો આપે છે ‘છુપાયેલા દુશ્મન’ની ઓળખ
શું તમારામાં પણ છે મૂર્ખ લોકોના આ લક્ષણો? જાણો શું કહે છે વિદુર નીતિ
માણેક રત્ન પહેરતા પહેલા સાવધાન! જાણો કઈ રાશિના લોકો માટે છે તે વરદાન અને કોના માટે નુકસાનકારક
શુક્રનું નક્ષત્ર પરિવર્તન બદલશે આ 4 રાશિઓનું નસીબ, મનગમતી નોકરી અને પ્રમોશનના પ્રબળ યોગ
- Advertisement -
TAGGED:Ekadashinirjala ekadashi
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T105323.008.jpg.webp
2028 સુધી સ્માર્ટફોન મોંઘા રહેવાની શક્યતા: મેમરી ચીપ્સની અછતે સસ્તા ફોનનું અસ્તિત્વ જોખમમાં મૂક્યું
બિઝનેસ
iNDIA 2026 08 28T111339.115.jpg.webp
વારંવાર પેશાબ થવા પાછળનું સાચું કારણ શું? ડોક્ટરે જણાવ્યા આ 4 ખોરાક જે હોઈ શકે છે જવાબદાર
હેલ્થ
Pancreatic Cancer 2708.jpg.webp
સ્વાદુપિંડ ઉપરાંત ફેફસાના કેન્સર માટે પણ રસ્તા ખુલશે: જાણો નવી દવા અને તેની કિંમત વિશે
લાઈફ સ્ટાઈલ
africa.jpg.webp
T20 ક્રિકેટમાં મોટો ઉલટફેર: 14મા રેન્કિંગની ટીમ સામે દક્ષિણ આફ્રિકાની શરમજનક હાર
સ્પોર્ટ્સ
iNDIA 2026 08 29T112310.041.jpg.webp
તમારું Google Account અન્ય કોઈના ફોન કે લેપટોપમાં તો ચાલુ નથી ને?
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

1779613120 Copy of Satya web temp.jpg.webp
ધર્મદર્શન

તમારી ભલાઈને દુનિયા નબળાઈ ન સમજી બેસે! જાણો ક્યારે ચૂપ રહેવું અને ક્યારે હક્ક માટે અવાજ ઉઠાવવો

By Gujju Media
7 Min Read
1778256159 Copy of Satya web temp 22.jpg.webp
ધર્મદર્શન

‘મને બધું જ આવડે છે’ કહેનારા લોકો કેમ પાછળ રહી જાય છે? જાણો ચાણક્ય નીતિ શું કહે છે

By Gujju Media
6 Min Read
kedarnath temple 1588141694
ધર્મદર્શન

કેદારનાથના ખૂલ્યા કપાટ ઘરે બેઠા કરો દર્શન, 10 ક્વિન્ટલ ફૂલોથી સજાવાયું મંદિર

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?