વર્ષ 2025: મોટા બજેટની ફિલ્મોનો બોક્સ ઓફિસ પર બેહાલ!
બોલિવૂડ માટે વર્ષ 2025 મિશ્ર પ્રતિભાવ લઈને આવ્યું. એક તરફ, નાના બજેટની ફિલ્મોએ કન્ટેન્ટ અને મજબૂત વાર્તાના દમ પર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી, દર્શકોના દિલ જીત્યા અને જબરદસ્ત કમાણી કરી. બીજી તરફ, મોટા બજેટની અને મોટા સ્ટાર્સની ફિલ્મો દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નહીં અને મોટાભાગે ફ્લોપ કે નિષ્ફળ સાબિત થઈ. આ પરિણામોએ ફરી એકવાર સાબિત કર્યું કે માત્ર સ્ટાર પાવર નહીં, પણ દમદાર વાર્તા જ કિંગ છે.
મોટા સ્ટાર્સ જેમ કે હૃતિક રોશન, સલમાન ખાન, શાહિદ કપૂર અને કંગના રનૌતની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરી શકી નહીં. ફિલ્મનું ભવ્ય બજેટ, VFX કે મોટા એક્શન સીન્સ પણ લોકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં નિષ્ફળ રહ્યા.
ચાલો, વર્ષ 2025ની એવી મોટી ફિલ્મો પર એક નજર કરીએ, જે મોટા બજેટની હોવા છતાં બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી:
૧. ઇમરજન્સી
મુખ્ય કલાકાર: કંગના રનૌત
ઝલક: પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના જીવન પર આધારિત આ બાયોપિક ફિલ્મ વર્ષની શરૂઆતમાં જ રિલીઝ થઈ હતી. રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાયેલી આ ફિલ્મ દર્શકોને પ્રભાવિત કરી શકી નહીં.
બોક્સ ઓફિસ રિપોર્ટ:
બજેટ: ₹50 કરોડ
વર્લ્ડવાઇડ કલેક્શન: ₹22.5 કરોડ
નિષ્કર્ષ: ફ્લોપ
૨. દેવા
મુખ્ય કલાકાર: શાહિદ કપૂર
ઝલક: ફિલ્મનું ટ્રેલર શાનદાર હતું અને તેણે ખૂબ પ્રભાવિત કર્યા હતા, પરંતુ ફિલ્મની વાર્તા દર્શકોને થિયેટરમાં રોકી શકી નહીં.
બોક્સ ઓફિસ રિપોર્ટ:
-બજેટ: ₹55 કરોડ
-ઇન્ડિયા કલેક્શન: ₹35 કરોડ
-નિષ્કર્ષ: ફ્લોપ
૩. સિકંદર
મુખ્ય કલાકાર: સલમાન ખાન, રશ્મિકા મંદાના
ઝલક: દર વર્ષની જેમ આ વર્ષે પણ સલમાન ખાનની ફિલ્મ ઈદના તહેવાર પર રિલીઝ થઈ હતી. જોકે, આ એક્શનથી ભરપૂર ફિલ્મ ફેન્સને પણ બચાવી શકી નહીં અને બોક્સ ઓફિસ પર મોટાપાયે નિષ્ફળ રહી.
બોક્સ ઓફિસ રિપોર્ટ:
-બજેટ: ₹200 કરોડ
-ઇન્ડિયા કલેક્શન: ₹108.7 કરોડ
-નિષ્કર્ષ: ડિઝાસ્ટર ફ્લોપ
૪. વોર ૨
મુખ્ય કલાકાર: હૃતિક રોશન, જુનિયર એનટીઆર, કિયારા અડવાણી
ઝલક: ‘વોર’ ફિલ્મ સુપરહિટ રહી હતી, તેથી તેના બીજા ભાગ ‘વોર 2’ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. ૪૦૦ કરોડના જંગી બજેટ સાથે બનેલી આ મલ્ટી-સ્ટારર એક્શન થ્રિલર પણ પહેલા ભાગ જેટલો જાદુ કરી શકી નહીં.
બોક્સ ઓફિસ રિપોર્ટ:
-બજેટ: ₹400 કરોડ
-ઇન્ડિયા કલેક્શન: ₹240.5 કરોડ
-નિષ્કર્ષ: ફ્લોપ
૫. સન ઓફ સરદાર ૨
મુખ્ય કલાકાર: અજય દેવગન
ઝલક: અજય દેવગનની કોમેડી ફિલ્મો સામાન્ય રીતે હિટ સાબિત થાય છે, પરંતુ આ વર્ષે ‘સન ઓફ સરદાર 2’ લોકોને હસાવી શકી નહીં અને બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ. ફિલ્મ તેના બજેટનો અડધો હિસ્સો પણ કમાઈ શકી નહીં.
બોક્સ ઓફિસ રિપોર્ટ:
બજેટ: ₹100 કરોડ
-ઇન્ડિયા કલેક્શન: ₹44.9 કરોડ
-નિષ્કર્ષ: ફ્લોપ
૬. બાગી ૪ મુખ્ય કલાકાર: ટાઇગર શ્રોફ, સંજય દત્ત
ઝલક: ‘બાગી’ ફ્રેન્ચાઇઝીની અગાઉની ફિલ્મો હિટ રહી હતી, પરંતુ ચોથો ભાગ દર્શકોને પ્રભાવિત કરી શક્યો નહીં. એક્શનના ઓવરડોઝ અને નબળી વાર્તાને કારણે ફિલ્મ નિષ્ફળ રહી.
બોક્સ ઓફિસ રિપોર્ટ:
-બજેટ: ₹80 કરોડ
-ઇન્ડિયા કલેક્શન: ₹38.2 કરોડ
-નિષ્કર્ષ: ફ્લોપ
બોક્સ ઓફિસનો સંદેશ
આ પરિણામો સ્પષ્ટ સંદેશ આપે છે કે, હવે દર્શકોને માત્ર મોટા સ્ટાર્સ કે ભવ્ય સેટ્સ જોઈતા નથી. તેમને મજબૂત, તાજી અને દિલને સ્પર્શી જાય તેવી વાર્તા જોઈએ છે. 2025માં નાના બજેટની ફિલ્મોની સફળતા એ વાતનો પુરાવો છે કે હવે ‘કન્ટેન્ટ ઇઝ કિંગ’છે અને સ્ટાર પાવર ગૌણ બની રહ્યો છે.


