Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બોલિવૂડના સુપરસ્ટાર્સ પર ભારે પડ્યા ભુષણ કુમાર, જાણો તેમની અસલી દોલતના આંકડા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલિવૂડના સુપરસ્ટાર્સ પર ભારે પડ્યા ભુષણ કુમાર, જાણો તેમની અસલી દોલતના આંકડા
એન્ટરટેઈન્મેન્ટ

બોલિવૂડના સુપરસ્ટાર્સ પર ભારે પડ્યા ભુષણ કુમાર, જાણો તેમની અસલી દોલતના આંકડા

Gujju Media
Last updated: October 4, 2026 1:52 pm
By Gujju Media
4 Min Read
Share
SHARE

મનોરંજન જગતમાં સૌથી અમીર છે ભુષણ કુમાર, શાહરૂખ-અમિતાભ પણ છે પાછળ

Contents
  • ૩૬,૩૦૦ કરોડ રૂપિયાની છે કુલ નેટવર્થ
  • માત્ર 19 વર્ષની ઉંમરે સંભાળી હતી ટી-સીરિઝની કમાન
  • મ્યુઝિકથી લઈને ફિલ્મ પ્રોડક્શન સુધી વધાર્યો કારોબાર
  • જાણો બીજા બોલિવૂડ સુપરસ્ટાર્સની નેટવર્થ

બોલિવૂડ સ્ટાર્સની લવિશ લાઈફસ્ટાઈલ, આલીશાન ઘરો અને કરોડોની સંપત્તિ હંમેશાં ચર્ચાનો વિષય રહે છે. શાહરૂખ ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન અને રિતિક રોશન જેવા દિગ્ગજો દેશના સૌથી અમીર કલાકારોમાં સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડમાં એક એવું પણ નામ છે, જેની કુલ દોલત આ તમામ સુપરસ્ટાર્સની સંયુક્ત સંપત્તિ કરતા પણ અનેકગણી વધારે છે? આપણે વાત કરી રહ્યા છીએ ટી-સીરિઝ (T-Series) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ભુષણ કુમારની, જેમની નેટવર્થ જાણીને તમારા પણ હોશ ઉડી જશે.

- Advertisement -

૩૬,૩૦૦ કરોડ રૂપિયાની છે કુલ નેટવર્થ

હુરુન રિચ લિસ્ટ (Hurun Rich List) ના આંકડાઓ અનુસાર, ભુષણ કુમાર અને તેમનો પરિવાર દેશના સૌથી અમીર અને સફળ બિઝનેસ પરિવારમાં સામેલ છે. તેમની કુલ નેટવર્થ ૩૬,૩00 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

આ લિસ્ટની સૌથી ખાસ વાત એ છે કે ભુષણ કુમાર તેમાં 87માં સ્થાને છે અને મનોરંજન જગત (Entertainment Industry) માંથી ટોપ-100 માં જગ્યા બનાવનાર તેઓ એકમાત્ર શખ્સ છે. તેમની આ સંપત્તિ શાહરૂખ ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન અને રિતિક રોશન જેવા મોટા બોલિવૂડ સ્ટાર્સની કુલ નેટવર્થ કરતા પણ ઘણી વધારે છે.

- Advertisement -

માત્ર 19 વર્ષની ઉંમરે સંભાળી હતી ટી-સીરિઝની કમાન

ભુષણ કુમારની આ અપાર સફળતા પાછળ દાયકાઓની સખત મહેનત અને તેમનું બિઝનેસ વિઝન છે. તેમની દોલતનું સૌથી મોટું સાધન ‘ટી-સીરિઝ’ છે, જેનું અધિકૃત નામ ‘સુપર કેસેટ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ’ છે.

ભુષણ કુમારના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેમણે ખૂબ જ નાની ઉંમરે મોટી જવાબદારી સંભાળી હતી. વર્ષ 1997માં તેમના પિતા અને ટી-સીરિઝના ફાઉન્ડર ગુલશન કુમારના નિધન બાદ, માત્ર 19 વર્ષની ઉંમરે ભુષણ કુમારે કંપનીની કમાન પોતાના હાથમાં લઈ લીધી હતી. તે નાની ઉંમરે કંપનીને સંભાળવી અને આગળ વધારવી એક મોટો પડકાર હતો, જેને તેમણે ખૂબ જ સારી રીતે પાર પાડ્યો.

- Advertisement -

મ્યુઝિકથી લઈને ફિલ્મ પ્રોડક્શન સુધી વધાર્યો કારોબાર

શરૂઆતમાં ટી-સીરિઝ મુખ્યત્વે મ્યુઝિક કેસેટ્સ અને ઓડિયોના કારોબાર સાથે જોડાયેલી હતી. પરંતુ સમયની સાથે ભુષણ કુમારે કંપનીના વિઝનને બદલ્યું અને તેને મ્યુઝિક, ફિલ્મ પ્રોડક્શન અને ડિજિટલ એન્ટરટેઇનમેન્ટના ક્ષેત્રમાં વિસ્તાર આપ્યો.

- Advertisement -
- Advertisement -

આજના સમયમાં ટી-સીરિઝ દુનિયાની સૌથી વધુ સબ્સ્ક્રાઇબ થયેલી યુટ્યુબ ચેનલોમાંની એક છે. આ ઉપરાંત, કંપનીનું ફિલ્મ પ્રોડક્શન બેનર ‘એનિમલ’, ‘ભૂલ ભુલૈયા’ સિરીઝ અને ‘દ્રશ્યમ’ જેવી અનેક બ્લોકબસ્ટર અને મોટી ફિલ્મો બનાવી ચૂક્યું છે. આ જ કારણ છે કે આજે ટી-સીરિઝ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું સૌથી શક્તિશાળી અને અમીર બ્રાન્ડ બની ગયું છે.

જાણો બીજા બોલિવૂડ સુપરસ્ટાર્સની નેટવર્થ

જો બોલિવૂડના આ દિગ્ગજ સિતારાઓની કુલ સંપત્તિની સરખામણી ભુષણ કુમાર સાથે કરવામાં આવે, તો આંકડા ખૂબ જ ચોંકાવનારા છે:

  • શાહરૂખ ખાન: દેશના સૌથી ધનિક અભિનેતાઓમાં સ્થાન ધરાવતા શાહરૂખ ખાનની કુલ સંપત્તિ અંદાજે ₹10,000 કરોડ છે. જોકે તાજેતરમાં તેમની સંપત્તિમાં થોડી વધ-ઘટ જોવા મળી છે, તેમ છતાં તેઓ ટોચના સ્થાને યથાવત છે.

  • અમિતાભ બચ્ચન: સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની નેટવર્થમાં પાછલા વર્ષની સરખામણીમાં સારો એવો વધારો થયો છે અને તેમની કુલ સંપત્તિ લગભગ ૪,000 કરોડ રૂપિયા છે.

  • સલમાન ખાન: સુપરસ્ટાર સલમાન હાને આ વર્ષે પહેલીવાર આ અમીર લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી છે અને તેમની કુલ નેટવર્થ લગભગ ૩,000 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે.

  • રિતિક રોશન: પોતાની શાનદાર ફિટનેસ અને ફિલ્મો માટે જાણીતા રિતિક રોશનની નેટવર્થ વધીને લગભગ ૨,૫00 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે.

આ તમામ મોટા સિતારાઓની સંપત્તિ પોતાની જગ્યાએ ખૂબ મોટી છે, પરંતુ ભુષણ કુમારનું બિઝનેસ એમ્પાયર આ બધાની સરખામણીમાં અનેકગણું આગળ છે, જે એ સાબિત કરે છે કે કેમેરાની આગળ કામ કરવા ઉપરાંત પડદા પાછળનું બિઝનેસ માઇન્ડ કેટલું મોટું સામ્રાજ્ય ઊભું કરી શકે છે.

- Advertisement -
ફર્ઝી સીઝન 2ની રિલીઝ ડેટ પરથી પડદો ઉઠ્યો! શાહિદ કપૂરે આપ્યું મોટું અપડેટ
હવે ઘરે બેઠા માણો રણવીર સિંહની ‘ધુરંધર’ની મજા, જાણો કઈ તારીખે અને કયા પ્લેટફોર્મ પર થશે રિલીઝ
રિલીઝ પહેલા જ ઇતિહાસ રચવા તૈયાર છે રણબીર-યશની ‘રામાયણ’, 100 કરોડની આ ડીલ પર છે સૌની નજર
વર્ષ 2026ની ત્રીજી સૌથી મોટી હિટ! અક્ષયની હોરર-કોમેડીએ તોડ્યા કમાણીના અનેક રેકોર્ડ્સ
“ઓછામાં ઓછું એના લેવલ સુધી તો…” જ્યારે ભારતી સિંઘ કરતાં ઓછું કમાવવા પર હર્ષ લિમ્બાચિયાને સમાજે માર્યા હતા ટોણા, વર્ષો પછી છલકાયું દર્દ!
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

GOLD 0508.jpg.webp
રવિવારે સોનાના બજારમાં શું છે સ્થિતિ? જાણો 22 અને 24 કેરેટ ગોલ્ડના નવા ભાવ
બિઝનેસ
Silver 0708.jpg.webp
ચાંદીના ભાવમાં ફરી મોટો ઉતાર-ચઢાવ, 15 નવેમ્બરે તમારા શહેરમાં શું છે કિંમત?
બિઝનેસ
Electric Car2.jpg.webp
ટાટા નેનોની યાદ અપાવશે આ નવી ઇલેક્ટ્રિક કાર! VinFast VF 2 એક ચાર્જમાં દોડશે 210 કિમી, જાણો ફીચર્સ
ઓટોમોબાઇલ
fruits3.jpg.webp
સાવધાન! રાત્રે ફળ ખાતા પહેલા આ જાણી લો, નહીંતર બ્લડ શુગર થઈ શકે છે આઉટ ઓફ કન્ટ્રોલ
હેલ્થ
raman.jpg.webp
પંજાબની કમાન હવે રમનદીપ સિંહના હાથમાં, પ્રભસિમરનની જગ્યાએ ધવનની એન્ટ્રી, ઉમેશ યાદવ પણ ટીમમાં જોડાયા!
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

Ramayana3.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

રણબીર કપૂર અને યશની ‘રામાયણ’ની ધમાકેદાર ઓપનિંગ, પહેલા જ દિવસે રેકોર્ડ તોડવાની શરૂઆત

By Gujju Media
3 Min Read
339099587 188328647313076 7633531604939295842 n
ઢોલીવુડગુજરાત

રોણા શેરમાં’ ના રચયિતા મયૂર નાડીયાનું અકાલ અવસાન: કમ્પોઝર હવે યાદોમાં જીવંત

By Gujju Media
2 Min Read
dhanush and aishwarya 23.01.22 2 700x420 1
લાઈફ સ્ટાઈલહોલીવૂડ

ધનુષ રસોઇયા બનવા માગતા હતા, જો તેઓ 12 માં નિષ્ફળ ગયા, તો પરિવારે તેમને અભિનેતા બનાવ્યા.

By Aryan Patel
4 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
shirdi sai baba

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
ધર્મદર્શન

મૃતકની અસ્થિઓ ઘરમાં કેટલા દિવસ રાખી શકાય? જાણો ગરુડ પુરાણના ચોંકાવનારા નિયમો

મૃત્યુ પછી કેટલા દિવસમાં કરી દેવું જોઈએ અસ્થિ વિસર્જન? જ્યારે કોઈ પરિવારમાં કોઈ સ્વજનનું અવસાન થાય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
nv casino
Casino zonder cruks bonus

A versatilidade nos depósitos efetuados nos melhores novos casinos online facilita a gestão do orçamento do jogador.

NV Casino PL
vox casino
Utländska casino bästa bonus
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?