મુનિ જંબુકુમાર, મુનિ ધ્યાન મુક્તિએ ઉદ્ઘાટન કર્યું
- અમદાવાદ તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા શાહીબાગ વિસ્તારમાં રેશમબાઈ હોસ્પિટલ પરિસરમાં આચાર્ય શ્રી મહાશ્રમણજી ફિઝીયોથેરાપી સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
- મુનિ જંબુકુમાર, મુનિ ધ્યાન મુક્તિએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળ ગુજરાતના પ્રદેશ પ્રભારી ચાંદ છાજેડે નમસ્કાર મહામંત્રથી કાર્યક્રમની શરૂઆત કરી હતી.
- મુખ્ય મહેમાનો ડૉ. હસમુખ અગ્રવાલ અને ડૉ. લક્ષ્મી અગ્રવાલ હતા. ડૉ. લક્ષ્મી અગ્રવાલે બાળકના જન્મ પછી અને પ્રસૂતિ દરમિયાન મહિલાને થતી પીડાને દૂર કરવા માટે ઉપયોગી ફિઝીયોથેરાપી મશીન વિશે માહિતી આપી.
મંડળના પ્રમુખ હેમલતા પરમારે ફિઝીયોથેરાપી સેન્ટર વિશે વિગતવાર માહિતી આપી હતી. ડૉ. ભાવિક વાનાણીએ જણાવ્યું હતું કે મહિલા મંડળના સભ્યોને ફિઝીયોથેરાપી સારવાર પહેલા મહિના માટે ૫૦ ટકા ડિસ્કાઉન્ટ પર અને પછી ૨૫ ટકા ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ થશે. સાધુઓ અને સાધ્વીઓની સારવાર માટે કોઈ ફી લેવામાં આવશે નહીં.
આ કાર્યક્રમમાં સાવિત્રી દેવી લુણીયા, કમલાદેવી હિરન, સુશીલા ખંતગ, શ્વેતા લુણીયા, રેખા ધૂપિયા, બબીતા ભણસાલી, સુમન કોઠારી હાજર રહ્યા હતા.