Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અમદાવાદ ભારતનું એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સિટી… ચાલો જાણીએ તેના વિવિધ સ્થાપત્યો વિશે..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > અમદાવાદ ભારતનું એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સિટી… ચાલો જાણીએ તેના વિવિધ સ્થાપત્યો વિશે..
ગુજરાત

અમદાવાદ ભારતનું એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સિટી… ચાલો જાણીએ તેના વિવિધ સ્થાપત્યો વિશે..

Gujju Media
Last updated: February 26, 2020 10:09 am
By Gujju Media
5 Min Read
Share
World Heritage City Ahmedabad
SHARE

આજે ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦ એટલે કે અમદાવાદનો સ્થાપના દિવસ..અહેમદશાહ બાદશાહે ઈ.સ. 1411માં વસાવેલું અમદાવાદ ૬૦૯ વર્ષે આજે પણ છે અડીખમ.ઘણા રમખાણો,ઘટનાઓ,બનાવો,ભૂકંપ સામે લડી લાંબી મઝલ કાપી તે આજે પણ હેમખેમ છે.કહી શકાય કે અમદાવાદનો જન્મદિવસ નહી આજે તો અમદાવાદીઓનો જન્મદિવસ છે.આજે અમદાવાદ એ ધુળીયાનગરમાંથી એક ઉંચી ઉડાન ભરી છે…આપણને એ જાણીને વધારે નવાઈ તો એ લાગશે કે જયારે આપણો દેશ આઝાદ થયો,અને આપણું બંધારણ ઘડાયું ત્યારે એ સમયે સ્ત્રી પુરુષના હકની પહેલ અમદાવાદએ કરી હતી.અને અમદાવાદની સ્થાપના માણેક બુરજ મંદિર પાસે કરાઈ હતી..માણેક બુરજ ખાતે મેયરે પૂજાવિધિ કરી હતી.ચાલો જાણીએ અમદાવાદના વિવિધ અને બેનમુન સ્થાપત્યો વિશે …

Contents
  • ભદ્રનો કિલ્લો
  • પોળ
  • રાણીનો હજીરો
  • ઝુલતા મિનારા
  • હઠીસિંહનાં દેરા
  • જામા મસ્જીદ

ભદ્રનો કિલ્લો

24442541718 da6baeb59b b
અહમદશાહ પહેલાએ ૧૪૧૧ની સાલમાં બંધાવ્યો હતો… તેણે સાબરમતી નદીના પૂર્વ કાંઠે ભદ્રના કિલ્લાનું નિર્માણ કર્યું અને ગુજરાત સલ્તનતની નવી રાજધાની તરીકે અમદાવાદની સ્થાપના કરી. ૧૫૨૫ સુધીમાં કિલ્લાની અંદરનો વિસ્તાર શહેરીકરણ હેઠળ આવ્યો હતો ભદ્રનો કિલ્લો આજે પણ અમદાવાદની આન બાન અને શાન બની રહ્યો છે. ભદ્રના કિલ્લાની ઘડિયાળનો મિનારો ૧૮૪૯માં લંડનથી ૮ હજારના ખર્ચે લવાયો હતો. ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા તેને ૧૮૭૮માં રૂપિયા ૨૪૩૦ના ખર્ચે મૂકાયો હતો.આ કિલ્લાનું નામ દેવી દુર્ગાના અવતાર ભદ્ર કાલી સ્વરૂપ પર રાખવામાં આવ્યું છે.આ કિલ્લો ૧૪મી સદીની શરૂઆતમાં બનાવવમાં આવ્યો હતો.આ કિલ્લાનું નામ દેવી દુર્ગાના અવતાર ભદ્રકાળીના સ્વરૂપ પરથી રાખવામાં આવ્યું છે.

પોળ

DsWr5U3V4AAYAH2
ભારતમાં ઘરોનો સમૂહ જોવા મળે છે ચોક્કસ જૂથ, જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મના લોકો વસે છે. પોળ ગુજરાતમાં ખાસ કરીને જૂના અમદાવાદ શહેરમાં જોવા મળે છે.સાબરમતીની નદીના પૂર્વ તટ પર જુના અમદાવાદમાં કોટ વિસ્તારમાં આશરે ૩૬૦ જેટલી પોળો આવેલી છે. અમદાવાદની સૌપ્રથમ પોળનું નામકરણ મૂહર્ત પોળ કરવામાં આવ્યું હતું, જે માણેક ચોકને અડીને બાંધવામાં આવેલી.અમદાવાદ એ પોળના લીધે સુશોભિત મહાસાગર કહી શકાય.ઇતિહાસનો સંસ્પર્શ એટલે જ અમદાવાદની પોળો..એક ઘરથી બીજા ઘર સાથે હળીમળીને રહેવું..સાથે બધા તહેવારો ઉજવવા.અને જાણે ઉનાળાના ધોમધખતા તાપમાં આ પોળોમાંથી ઠંડક પ્રસરી રહી હોય છે..અને એવું જ લાગી આવે છે કે આ પોળો હમણાં જ આપનામાં સમાય જવા માંગતી હોય તેમ લાગી આવે છે.અમદાવાદનું હાર્દ જ આ પોળો છે. એ પછી આંબલીની પોળ હોય રતનપોળ હોય કે અર્જુનલાલની પોળ એ જ તો અમદાવાદનું અસ્તિત્વ છે.પોળોનું ઉદ્ભસ્થાન એ ઉત્તર ગુજરાત છે અને પાટણમાં પોળમેં પાડા તરીકે પણ ઓળખવામાં આવે છે.આ પોળ એ એકબીજાની અડોઅડ અને ખીચોખીચ વસ્તી ધરાવતી તેમજ કાચા પાકા મકાનો ધરાવતી પોળોએ આજે પણ જૂની પ્રણાલિકા સાચવી રાખી છે.

- Advertisement -

રાણીનો હજીરો

f1264d2a5bd6acfa618ce687c15e23bb
માણેક ચોકમાં અહમદ શાહની કબરની પૂર્વમાં રાણીનો હજીરો આવેલો છે.રાણીનો હજીરો જે મુગલાઇ બીબીનો મકબરો અથવા અહમદ શાહની રાણીઓની કબર તરીકે પણ જાણીતો છે આ બાંધકામ જમીનથી ઉંચું છે અને દરવાજા વાળું છે. તેની દિવાલો કોતરણી વાળા પથ્થરોની બનેલી છે. ૩૬.૫૮ મીટરનું ચોરસ પ્રાંગણ કદાચ ૧૪૪૫ની સાલમાં બનેલ છે. હિ‌ન્દુ દેવી દેવતાના સ્થાપત્યો અને આરાધ્ય દેવ સૂર્ય પણ આ કોતરણી કામમાં ક્યાંક ક્યાંક નજરે પડે છે. ગુજરાતી સ્થપતિઓએ મુસ્લિમ શાસકોની જરૂરિયાત પ્રમાણે પોતાની પરંપરાને અનુસરીને ઉત્તમ મિશ્રણવાળું સ્થાપત્ય ઉભું કર્યુ છે તેમાં આ હજીરો પણ એક છે.એક રીતે જોવા જઈએ તો મીનારાવાળો રોજો એટલે હજીરો પણ માણેકચોકમાં આવેલો રાણીનો આ હજીરો તેની સુંદરતાને લઈને દેશ વિદેશના સહેલાણીઓ માટે અમદાવાદનું જોવાલાયક સ્થળોમાં સ્થાન પામ્યો છે. સામાન્ય રીતે હજીરામાં ઉપર મકબરો હોય છે પણ અહીં ઉપર મકબરો નથી છતાં તેની કલાત્મક જાળીઓને કારણે તે અદભૂત લાગે છે. દૂરથી જોઈએ તો રાણીની કબરો જાણે આકાશ સાથે વાતો કરી રહી હોય તેવો ભાસ થાય છે.

ઝુલતા મિનારા

c7ngiMoYXN
અમદાવાદમાં સીદી બશીરની મસ્જિદમાં આવા મિનારા બાંધવામાં આવ્યા હતાં,એક મિનારા પર ચડીને એને હલાવવાથી બીજો મિનારો પણ થોડી ક્ષણોમાં હલે છે તેથી આ મિનારાનું નામ ઝૂલતા મિનારા પડ્યું છે. આ સ્થાપત્યનું નિર્માણ મોગલ શૈલીમાં કરવામાં આવેલું છે.આ મિનારા ત્રણ માળનાં બનેલા છે અને તેના છજાઓમાં બારીક નકશીકામ કરવામાં આવ્યું છે.

- Advertisement -

હઠીસિંહનાં દેરા

1200px Sheth Hutheesinh Temple
જૈન મંદિરમાં ૧૫મા તીર્થંકર ધર્મનાથ મૂળ નાયક છે. હઠીસિંહનાં દેરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના શહેર અમદાવાદમાં આવેલા જૈન દેરાસરો છે. તેનું નિર્માણ જૈન નગરશેઠ હઠીસિંહ દ્વારા ઇ.સ. ૧૮૪૮માં કરાવવામાં આવ્યું હતું.આ મંદિરમાં સફેદ આરસની કોતરણી કરાવવામા આવી છે. હઠીસિંહ જૈન મંદિર બે માળ ધરાવે છે. તેની આગળની બાજુ પર ગુંબજ છે. અહીં દરેક તીર્થંકરની એક મૂર્તિ છે.સ્થાપત્ય અને કોતરણી માટે પ્રખ્યાત એવા આ દેરાસરો અમદાવાદનાં દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા છે.

જામા મસ્જીદ

Jama Masjid Ahmedabad heritage
અમદાવાદ શહેરની સૌથી જૂની મસ્જિદોમાંની એક છે. તે અમદાવાદના બાદશાહ અહમદ શાહે ઈ.સ. ૧૪૨૪માંબનાવી હતી.સ્જિદની પૂર્વ દિશામાં અહમદ શાહ, તેમના પુત્ર, અને તેમના પૌત્રની કબર આવેલી છે જે અહમદ શાહ રોજા તરીકે ઓળખાય છે અને નજીકમાં જ તેમની પત્નીઓની કબર પણ આવેલી છે જે રાણીના હજીરા તરીકે ઓળખાય છે.

- Advertisement -
કોરોના કહેર વચ્ચે હવે રાજ્યમાં આટલી જગ્યાએ પડી શકે છે કમોસમી વરસાદ
એ એ એ …. ગયા! વડોદરામાં પહેલા વરસાદમાં જ લોકો રોડ પર લપસવા લાગ્યા
અમદાવાદમાં માતાએ પુત્ર સાથે ત્રીજા માળેથી ઝંપલાવ્યું, બંનેના મોત
ગુજરાતના ઓટો રીક્ષા ડ્રાઇવર માટે મોટી જાહેરાત, ઓટો રીક્ષા ડ્રાઈવર માટે ફરજીયાત કરવામાં આવી આ વસ્તુ
જાણો એવા કેટલાક રહસ્યમય સ્થળો વિશે જેનું નામ સાંભળીને જ લોકો ડરી જાય છે…
- Advertisement -
TAGGED:26 februariahmedabadbirthdayfortgujratharitagemaszidpolranino haajirozulta minara
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T114438.716.jpg.webp
યુએસએ ચીન પર આકરા નિયંત્રણો લાદ્યા: ટ્રમ્પના નિર્ણયથી ભારતીય પાવર સ્ટોક્સમાં જોરદાર હરિયાળી, CG Power સહિતના શેરો 4% સુધી ઊછળ્યા
શેરમાર્કેટ
Copy of Satya web temp 62.jpg.webp
ઈદ-એ-મિલાદ-ઉન-નબી: પયગંબર સાહેબના જન્મદિવસે જાણો આ પાવન પર્વનું ખાસ મહત્ત્વ
ધર્મદર્શન
iNDIA 2026 08 26T120534.665.jpg.webp
નોન-વેજ ખાઓ છો છતાં B12 ની ઉણપ? કારણ ખોરાક નહીં, પેટની આ સમસ્યા હોઈ શકે!
હેલ્થ
1787842374 risab pant.jpg.webp
કોલંબો ટેસ્ટમાં ભારતીય ટીમને વિકેટ ન મળતાં ઋષભ પંતનો વીડિયો વાયરલ, સાથીઓને આપી ખાસ સલાહ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

Crane falls on Mumbai Ahmedabad bullet train route accident chaos during work
ગુજરાત

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન રૂટ પર ક્રેન પડી, અકસ્માત, કામ દરમિયાન અંધાધૂંધી મચી ગઈ

By Gujju Media
2 Min Read
after writing a note the woman consumed poison along with her three children in ahmedabad lcln rptc1
ગુજરાત

‘તેને સિંદૂર પણ ન લગાવવા દો…’, પરિણીત મહિલાએ 3 બાળકો સાથે ઝેર પીધું, માતા અને પુત્રના મોત

By Gujju Media
3 Min Read
Corona Virus Ahmedabad scaled 1
ગુજરાતહેલ્થ

કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે અમદાવાદમાં કોરોના પોઝિટીવ દર્દીના નામ કરાયા જાહેર

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?