હવે કુકરમાં બનાવો રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે: કુકરમાં બનાવવાની રીત

Amritshari-Chole-Main

રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે કુકરમાં બનાવવાની રીત

આપડે અવાર નવાર રેસ્ટોરન્ટ જઈએ છીએ અને એમાંય પંજાબી છોલે તો ખાતા જ હોઈએ છીએ.અને જો એ ઘરે જ મળી જાય તો મજા આવી જાય. તમને પણ રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે ભાવતા જ હશે?. મને તો રેસ્ટોરન્ટ ના તો ભાવે છે. પણ એમાં હેવમોર ના છોલે તો ફેવરિટ. એટલે આજે મે તેના જેવા પંજાબી છોલે ઘરે બનાવ્યા છે. એક બે વખત બગડ્યા પણ ખરા, પણ હવે તો રેસ્ટોરન્ટ જેવાજ પંજાબી છોલે મારા ઘરે બને છે. જો ઘરે જ આવા સ્વાદિષ્ટ પંજાબી છોલે તો બહાર કેમ ખાવા. તો તમે પણ ઘરેજ બનાવી ને જમો અને ઘરના ને પણ ખવડાવો આ સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે.

તૈયારી નો સમય: ૧0 મિનીટ

સર્વ: 5 વ્યક્તિ માટે

Amritshari-Chole-Main

સામગ્રી:

 • 1 કપ કાબુલી ચણા
 • 2 કપ પાણી
 • 1 મોટી એલચી (કાળી), 2 નાની એલચી (લીલી), 2 તજ ના ટુકડા
 • 1 ચમચો ચા
 • 1 કપ ટમેટા પેસ્ટ
 • 2 મોટી ડુંગળી ના મોટા કટકા
 • 8-10 લસણ ની કાળી
 • 1 મોટો ટુકડો આદુ
 • 6-7 ચમચા તેલ
 • 1 ચમચો લાલ મરચું
 • 1 ચમચો ધાણાજીરું પાવડર
 • 2 ચમચા છોલે મસાલા
 • 1 ચમચી હળદળ
 • 1 ચમચી સૂકા દાડમ ના દાણા
 • 5 લવિંગ
 • 5 મરી
 • 1/2 ચમચી સોડા (ખાવાનો સોડા)
 • નમક
 • 1 ચમચો ઘી
 • 4 આદુ ના લાંબા ટુકડા, લીલા મરચા ના લાંબા ટુકડા

બનાવવાની રીત:

Step 1 : છોલે ને ધોઈને તેમાં 1 કપ પાણી નાખી મોટી એલચી (કાળી), નાની એલચી (લીલી), તજ ના ટુકડા, તમાલપત્ર ઉમેરી તેને આખી રાત પલાળી રાખો ઓછામાં ઓછા 10-12 કલાક પલાળી રાખો.

Step 2 : હવે 1 કપ ટામેટા ની પેસ્ટ બનાવી લો. હવે ડુંગળી ને મોટા ટુકડા કરી તેમાં લસણ, આદુ નો  ટુકડો નાખી પેસ્ટ બનાવી લો.

Step 3 : હવે એક તપેલા મા 1 કપ પાણી નાખી તેને ઉકાળો હવે તેમાં ચા નાખી તેને 3/4 કપ પાણી રહે ત્યાં સુધી ઉકાળો.

Step 4 : હવે એક કૂકર લય તેમાં તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી ની પેસ્ટ નાખી તેને ઉકાળો. હવે તેમાં છોલે મા પલાળેલા મોટી એલચી (કાળી), નાની એલચી (લીલી), તજ ના ટુકડા, તમાલપત્ર, લવિંગ, મરી  ઉમેરી સાંતળો.

Step 5 : જયારે ડુંગળી નો કલર બદામી થાય એટલે તેમાં ટમેટા ની પેસ્ટ ઉમેરી તેને 2-3 મિનટ સાંતળો.

Step 6 : હવે તેમાં બધા મસાલા લાલ મરચું, ધાણાજીરું પાવડર, છોલે મસાલા, હળદળ, સૂકા દાડમ ના દાણા, નમક ઉમેરી તેને બરાબર મિક્સ કરી ને તેને તેલ છૂટું પડે ત્યાં શુધી સાંતળો.

Step 7 : હવે છોલે માં થી પાણી નીતારી છોલે ને ગ્રેવી માં ઉમેરો હવે 2-3 મિનટ તેને સાંતળી હવે જે છોલે નું પાણી તેમાં ઉમેરી બરાબર હલાવી દો.

Step 8 : હવે તેમાં ચા નું પાણી ઉમેરી તેને હલાવી દો હવે તેમાં સોડા (ખાવાનો સોડા) ઉમેરી તેને હલાવી. કૂકર ને બંધ કરી 6-7 સીટી થાય ત્યાં શુધી પકાવો.

Step 9 : હવે ગેસ બંધ કરી ને તેને ઠંડુ થવા દો. જયારે તે ઠંડુ થાય એટલે તેને ખોલી તેમાં થોડા ધાણા ઉમેરી મિક્સ કરી દો.

Step 10 : છોલે ને સર્વિંગ વાસણ માં કાઢી હવે ઘી ગરમ કરી તેમાં લીલા મરચા ને  આદુ  ના લાંબા ટુકડા ને ઉમેરી તેને છોલે ઉપર રેડી સર્વ કરો.

ફૂલ રેસીપી વીડિઓ:

હેલો મારુ નામ સીમા રાણીપા છે. ને હું એક ગૃહિણી છું ને મને નવી ને અવનવી વાનગીઓ બનાવી બહુ ગમે અને હું બધી વાનગીઓ બહુ સારી જ બનવું એવું પણ નથી પણ જમવા જેવું તો બનાવી લવ છું.. હા હા હા. આપણા બધા સાથે કંઈક આવુજ થતું હશે પણ હું મારા અનુભવ પરથી તમને કહીશ કે વાનગીમાં શું ધ્યાન રાખો તો તમારી વાનગી પહેલી વારમાં પણ સારી જ બનશે. તો જોતા રહો ને મારી વાનગી ને like share & Subscribe કરતા રહો. જય શ્રી ક્રિષ્ના……

Facebook Link : https://www.facebook.com/kitchcook

kitchcook

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *