Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વડાપ્રધાનશ્રીનું ન્યૂ ડિજિટલ ઈન્ડિયાનું સપનુ અંતરિયાળ ગામડાઓમાં ચરિતાર્થ થયુ, ધરમપુર-કપરાડાની શાળામાં બેલેટ પેપરને બદલે ઈવીએમ પધ્ધતિથી મતદાન કરી મહામંત્રી-ઉપમહામંત્રી ચૂંટાયા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > વડાપ્રધાનશ્રીનું ન્યૂ ડિજિટલ ઈન્ડિયાનું સપનુ અંતરિયાળ ગામડાઓમાં ચરિતાર્થ થયુ, ધરમપુર-કપરાડાની શાળામાં બેલેટ પેપરને બદલે ઈવીએમ પધ્ધતિથી મતદાન કરી મહામંત્રી-ઉપમહામંત્રી ચૂંટાયા
ભારત

વડાપ્રધાનશ્રીનું ન્યૂ ડિજિટલ ઈન્ડિયાનું સપનુ અંતરિયાળ ગામડાઓમાં ચરિતાર્થ થયુ, ધરમપુર-કપરાડાની શાળામાં બેલેટ પેપરને બદલે ઈવીએમ પધ્ધતિથી મતદાન કરી મહામંત્રી-ઉપમહામંત્રી ચૂંટાયા

Gujju Media
Last updated: July 6, 2023 5:50 pm
By Gujju Media
4 Min Read
Share
WhatsApp Image 2023 07 06 at 5.46.42 PM
SHARE

લોકશાહીમાં ચૂંટણી મહત્વનું અંગ છે. વિદ્યાર્થીઓ લોકશાહી વિશે અને ચૂંટણીની પ્રક્રિયા વિશે અભ્યાસના ભાગરૂપે શિક્ષણ મેળવે તે માટે શાળામાં વાસ્તવિક રૂપમાં ચૂંટણીનો માહોલ ઉભો કરવાથી વિદ્યાર્થીઓની સમજ કેળવાઈ છે. જેના ભાગરૂપે નવુ સત્ર શરૂ થતાની સાથે જ શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે બેલેટ પેપરથી ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે પરંતુ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન સમાન ન્યૂ ડિજિટલ ઈન્ડિયાના જમાનામાં વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી ધરમપુર અને કપરાડા તાલુકામાં જ્યાં નેટવર્ક પણ નથી તેવી સ્કૂલમાં પણ ટેક્નોલોજીના મદદથી ઈવીએમ દ્વારા જે રીતે મતદાન થાય તે રીતે મોબાઈલના ઉપયોગથી મતદાન કરાવવામાં આવ્યું છે.
વડાપ્રધાનશ્રીનું ન્યૂ ડિજિટલ ઈન્ડિયાનું સપનુ અંતરિયાળ ગામડાઓમાં ચરિતાર્થ થયુ ધરમપુર કપરાડાની
આજના વિદ્યાર્થીઓ આવતીકાલના મતદારો છે. તેઓ લોકશાહીનું મહત્વ અને ચૂંટણી પ્રક્રિયા સમજે તે માટે શાળામાં ચૂંટણીનો આબેહૂબ માહોલ ઉભો કરી વિદ્યાર્થીઓમાંથી મહામંત્રી અને ઉપમહામંત્રીને ચૂંટવા માટે વિદ્યાર્થીઓ વચ્ચે મતદાન કરાવવામાં આવે છે. મહામંત્રી અને ઉપમહામંત્રી ચૂંટાયા બાદ તેઓએ વર્ષ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અને સૂચનો આચાર્ય સમક્ષ રજૂ કરી તેનું નિરાકરણ લાવવાનું રહે છે. સાથોસાથ શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ એમના અભિપ્રાયો લઈ કામગીરી કરવામાં આવે છે. જેથી શાળાના વિદ્યાર્થીઓ માટે આ ચૂંટણી મહત્વની બની રહે છે. જે અંતર્ગત ધરમપુર તાલુકાના માલનપાડા ગામની મોડલ સ્કૂલમાં ચૂંટણી યોજવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી બેલેટ પેપરથી પરંપરાગત રીતે ચૂ્ંટણી થઈ હતી પરંતુ હવે ટેકનોલોજીના યુગમાં મોબાઈલમાં વોટિંગ મશીન એપ્લિકેશનની મદદથી ચૂંટણી યોજવામાં સફળતા મળી હતી. જે રીતે ઈવીએમ દ્વારા મતદાન કરવામાં આવે છે તેમ આ એપમાં પણ એ જ પધ્ધતિ મુજબ મતદાન કરવામાં આવે છે. મોડલ સ્કૂલ માલનપાડામાં ઈવીએમ પધ્ધતિથી મતદાન થતા તમામ ૧૯૦ વિદ્યાર્થીઓએ મતદાન કરતા ૧૦૦ ટકા મતદાન નોંધાયુ હતું. મતગણતરી માટે પણ આ જ એપનો ઉપયોગ કરી પરિણામ જાહેર કરાયું હતું. જેમાં મહામંત્રી તરીકે ધો.૧૨નો વિદ્યાર્થી ગાંવિત હર્ષિલ અને ઉપમહામંત્રી તરીકે ધો.૧૦ની ચૌધરી રિધ્ધિ ચૂંટાયા હતા. બાળ સાંસદ ચૂંટણીના આયોજક તરીકે શાળાના આચાર્યા ડો.વર્ષાબેન પટેલ, શિક્ષિકા મીરાબેન ગોળકિયા, દિપાલીબેન ચુડાસમા અને હાર્દિકભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી.

કપરાડા તાલુકાના અંતરિયાળ ગામ બામણવાડાની પ્રાથમિક શાળામાં મોબાઈલ નેટર્વક પકડાતુ ન હોવા છતાં મોબાઈલ એપ્લિકેશનની મદદથી ઓફલાઈન ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ધો. ૫ થી ૮ ના ૧૭૦ વિદ્યાર્થીઓ પૈકી ૧૨૦ વિદ્યાર્થીઓએ ઈવીએમ મશીનની જેમ મોબાઈલ એપમાં મતદાન કર્યુ હતું. જેની મત ગણતરી પણ એપ દ્વારા થતા ધો. ૮ની વિદ્યાર્થીની અલ્સ્તાબેન પ્રભુભાઈ અરજ મહામંત્રી તરીકે અને ઉપમહામંત્રી તરીકે ધો. ૮ના વિદ્યાર્થી પ્રશાંતભાઈ ગુલાબભાઈ પાગી ચૂંટાયા હતા. શાળાના આચાર્યા ચેતનાબેન કે.પટેલે વિજેતા બંને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આચાર્યા ચેતનાબેનના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો કૃતિબેન એમ. પટેલ, હેતલબેન પી. પટેલ અને જિતેન્દ્રભાઈ એસ. પટેલે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુપેરે પાર પાડી હતી. આચાર્યા અને શિક્ષકોએ પણ મતદાન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
વડાપ્રધાનશ્રીનું ન્યૂ ડિજિટલ ઈન્ડિયાનું સપનુ અંતરિયાળ ગામડાઓમાં ચરિતાર્થ થયુ ધરમપુર કપરાડાની
બાળ સાંસદની ચૂંટણીની આ રહી વિશિષ્ટતા
શાળામાં બાળ સાંસદ ચૂંટણીની વિશિષ્ટતા એ હતી કે, બાળ સાંસદની ચૂંટણી માટે જાહેરનામુ બહાર પાડવાથી માંડીને ફોર્મ ભરવુ, ફોર્મની ચકાસણી, ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ અને પ્રચાર બંધ કરવા સહિતની પ્રકિયાઓ તબક્કાવાર આટોપવામાં આવી હતી. મતદાનના દિવસે આબેહૂબ બુથ ઉભુ કરવામાં આવ્યુ હતું. પોલીસ ગાર્ડ, બીએલઓ, પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીંગ સ્ટાફ અને મત કુટિરથી લઈને તમામ ચૂંટણી પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા અને તેઓને દરેક પ્રક્રિયાનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું.
-૦૦૦-

Pakistani shot dead BY bsf જમ્મુ-કાશ્મીરમાં બોર્ડર પર BSFએ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો, તપાસમાં આ મળ્યું
આજથી વધશે તમારી EMI, આ ચાર બેંકોએ તમામ પ્રકારની લોનના વ્યાજદરમાં વધારો કર્યો છે
ઉદ્ધવ સેના અને કોંગ્રેસની આંટીઘૂંટી પછી, અજિત પલટવારે છે: ‘કાકા શરદ પવારને મળવામાં શું વાંધો છે?’
Uniform Civil Code: કૌટુંબિક કાયદાનું ઉલ્લંઘન થાય તો આખા દેશમાં હોબાળો થઈ શકે, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ UCC પર
ફોનમાં eSIM ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે? શું એકસાથે 2 ઈ-સિમ એક્ટિવેટ થઈ શકે છે, જાણો બધુ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T105323.008.jpg.webp
2028 સુધી સ્માર્ટફોન મોંઘા રહેવાની શક્યતા: મેમરી ચીપ્સની અછતે સસ્તા ફોનનું અસ્તિત્વ જોખમમાં મૂક્યું
બિઝનેસ
iNDIA 2026 08 28T111339.115.jpg.webp
વારંવાર પેશાબ થવા પાછળનું સાચું કારણ શું? ડોક્ટરે જણાવ્યા આ 4 ખોરાક જે હોઈ શકે છે જવાબદાર
હેલ્થ
Pancreatic Cancer 2708.jpg.webp
સ્વાદુપિંડ ઉપરાંત ફેફસાના કેન્સર માટે પણ રસ્તા ખુલશે: જાણો નવી દવા અને તેની કિંમત વિશે
લાઈફ સ્ટાઈલ
africa.jpg.webp
T20 ક્રિકેટમાં મોટો ઉલટફેર: 14મા રેન્કિંગની ટીમ સામે દક્ષિણ આફ્રિકાની શરમજનક હાર
સ્પોર્ટ્સ
iNDIA 2026 08 29T112310.041.jpg.webp
તમારું Google Account અન્ય કોઈના ફોન કે લેપટોપમાં તો ચાલુ નથી ને?
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

03 08 2023 leg cramp remedies f 23490307.webp
ભારત

Leg Cramps Remedies: રાત્રે સૂતી વખતે પગની નસો ઉપર ચઢી જાય છે, તો આ રીતે મેળવો આ તીવ્ર દુખાવાથી રાહત

By Gujju Media
2 Min Read
download 17
ભારત

અમરનાથ યાત્રાના સમાપન માટે નીકળેલી પવિત્ર લાકડીને અભિનંદન. જાણો તેનો રક્ષાબંધન સાથે શું સંબંધ છે?

By Gujju Media
2 Min Read
Screenshot 2023 09 17 at 10.53.36 AM
ભારત

યુક્રેન યુદ્ધમાંથી મોટો બોધપાઠ, ભારત લાંબા અંતરના ઘાતક શસ્ત્રો એકત્રિત કરશે

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?