દર વર્ષે જ્યારે આઈપીએલ આવે છે તો પોતાની સાથે ઘણા રંગ લઈને આવે છે. જેમ વિદેશી ખેલાડીઓનું દેસી રંગમાં રંગાઈ જવું, સ્ટેડિયમમાં ક્રિકેટના શોરમાં ચીયરલીડર્સનું ગ્લેમર મળવું, કે ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહેલા ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની જર્સી પહેરવાનું સપનું જોવું. આઈપીએલમાં પોતાના પ્રદર્શનને કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતીય ટીમમાં જગ્યા મેળવવાની ઘણા ખેલાડીઓની કહાની તમે વાંચતા રહો છો.
પરંતુ અમે જે વાત કરવા જઈ રહ્યાં છીએ તે ન તો કેન વિલિયમસન કે રિષભ પંતના આઈપીએલમાં બનાવેલા રનનો વિશ્લેશણ છે, ન તો કોઈ ખેલાડીના પ્રદર્શન પર વિશેષ ટિપ્પણી છે અને ન તો આ વખતે વિશ્વકપમાં પસંદ થનારા કોઈ ખેલાડીઓની સિદ્ધિઓના વખાણ છે.
ગત વર્ષે આઈપીએલમાં 8 ટીમોમાંથી 6 ટીમોની ચીયરલીડર્સ વિદેશી મૂળની હતી, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ચીયરલીડર્સ દેસી મૂળની હતી. શું તમે જાણો છો કે આઈપીએલમાં મોટાભાગની ચીયરલીડર્સ યૂરોપથી આવે છે ન તો રૂસથી. કેટલિક ચીયરલીડર્સ જે પહેલા ડાન્સર હતી તેણે બાદમાં ચીયરલીડર્સ પ્રોફેશન જોઇન કર્યું છે.
ચીયરલીડરનું પ્રોફેશન સ્પોર્ટ્સથી ઓછુ નથી. ખેલાડીની જેમ તેણે પોતાનું શરીર લચીલુ બનાવી રાખવા માટે ઘણી ટ્રેનિંગ કરવી પડે છે. તે એટલી જ મહેનત અને ટ્રેનિંગ કરે છે જેટલી મેદાન પર દરેક ખેલાડી કરે છે.
ચીયરલીડિંગનું કલ્ચર અમેરિકામાં સૌથી વધુ પ્રસિદ્ધ છે. યૂરોપમાં પણ રમાતી રમતોમાં તેનું ચલણ છે. તમે જાણીને ચોંકી જશો કે ચીરયલીડિંગની શરૂઆત અમેરિકાની યૂનિવર્સિટી ઓફ મિનિસોટામાં થઈ હતી અને તેની શરૂઆત મહિલાઓએ નહીં પરંતુ પુરૂષે કરી હતી જેનું નામ જોન કૈમ્પબલ હતું.
એટલું જ નહીં ચીયર સ્ક્વોડ તેણે બનાવ્યું હતું જેમાં તમામ પુરૂષો હતા. પરંતુ 1940 બાદ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પુરૂષોએ યુદ્ધ માટે સરદહ પર જવું પડ્યું ત્યારબાદ મહિલાઓની ચીયરલીડર્સ તરીકે ભરતી થવા લાગી હતી.
આઈપીએલમાં વિદેશી મૂળની ચીયરલીડર લગભગ 1500-2000 પાઉન્ડ એટલે કે, લગભગ એક લાખ 80 હજાર રૂપિયા મહિને કમાઇ શકે છે. અહીં તે જણાવવું પણ જરૂરી છે કે યૂરોપિયન ચીયરલીડર્સ અને બીજા દેશમાંથી આવેલી ચીયરલીડર્સના વેતનમાં અંતર હોય છે. આ ચીયરલીડર્સનું વેતન તેના દેશની કરન્સી પ્રમાણે હોય છે.
ક્યારેક તમે અનુભવ્યું હતું કે, આઈપીએલમાં ચીયરલીડિંગ કરવા દરમિયાન આ યુવતીઓ કેવો અનુભવ કરે છે. તેના પર એક ચીયરલીડરનું કહેવું છે કે, તેને ભારતમાં આવીને સારૂ લાગે છે અને અહીં તેને કોઈ સેલિબ્રિટી જેવો અનુભવ થાય છે. લોકો તેનો ઓટોગ્રાફ માગવા આવે છે.
પરંતુ દર્શકોને ચેતવણી આપતા ઈંગ્લેન્ડથી આગેલી ડેન બેટમેન કહે છે કે, લોકોએ તે સમજવું જોઈએ કે અમે પોડિયમ પર ડાન્સ કરતી કોઈ ભોગ-વિલાસ માટે બનેલો સામાન નથી. અમે યુવતીઓ છીએ અને જેનું પ્રોફેશન ચીરયલીડિંગ છે. અમને માણસની જેમ સમજવામાં આવે ન કોઈ અમારા શરીર પર ટિપ્પણી કરે.
KKR આપે છે સૌથી વધુ રૂપિયા
KKRના ઓનર એન્ટરટેનમેન્ટ ઉદ્યોગના સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ જોડાયેલ છે. માટે આ ટીમની ઇવેન્ટ અથવા પાર્ટી સૌથી વધારે હોય છે. એવામાં ચીયરલીડર્સને સૌથી વધારે ઇવેન્ટમાં સામેલ થવાની તક મળે છે. ચીયર લીડર્સ IPL મેચ દરમિયાન 15થી 25 હજાર રૂપિયા સુધી કમાઇ લે છે. IPLમાં તમામ ચીયરલીડર્સને બેસિક સેલરી પ્રતિ મેચ 6500 રૂપિયા જેટલી મળે છે. જો કોઇ ટીમ જીતે તો તેનું બોનસ પણ અલગ મળે છે. શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ચીયરલીડર્સને સૌથી વધુ રૂપિયા આપે છે.
RCB ચીયરલીડર્સ કમાણી મામલે બીજા નંબરે
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ એટલે કે આરસીબીની ચીયરલીડર્સ કમાણી મામલે બીજા નંબરે છે.એક મેચ માટે તેમને 10 હજાર રૂપિયા મળે છે. આ સિવાય જીતનું બોનસ 3 હજાર રૂપિયા અને પાર્ટી ફી 10 હજાર રૂપિયા મળે છે.
મુંબઇ ઇન્ડિયન્સ દર મેચના 8 હજાર ચુકવે છે
મુકેશ અંબાણી અને નીતા અંબાણીની મુંબઇ ઇન્ડિયન્સ ચીયર લીડર્સની કમાણી મામલે ત્રીજા નંબરે છે.આ ટીમની ચીયરલીડર્સને દરેક મેચના 8 હજાર રૂપિયા મળે છે.જીતનું બોનસ 3 હજાર અને પાર્ટી કે ઇવેન્ટની ફી પણ મળે છે.આ ત્રણ ટીમ સિવાય અન્ય ટીમ દરેક મેચ માટે ચીયર લીડર્સને આશરે 7 હજાર રૂપિયા આપે છે. તમામ ટીમ બોનસ નથી આપતી.
અમેરિકા-આફ્રિકામાંથી આવે છે ચીયરલીડર્સ
મોટા ભાગે અમેરિકા, બ્રિટન, મેક્સિકો, ફ્રાંસ, બ્રાઝીલ, યૂક્રેન અને દક્ષિણ આફ્રિકાની ચીયરલીડર્સ IPL મેચમાં પરફોર્મ કરે છે.ચીયરલીડર્સ બનવા માટે તે અભ્યાસ કરે છે અને કોરિયોગ્રાફી ગ્રુપ સાથે જોડાય છે.
ચીયર લીડર્સ સાથે થાય છે ખરાબ વ્યવહાર
ચીયર લીડર્સનું શેડ્યૂલ પણ ટીમોની જેમ જ રહે છે અને જ્યાં તેમની ટીમની મેચ હોય છે ત્યાં તેમને પ્રવાસ ખેડવો પડે છે. મેચ દરમિયાન દર્શક ચીયર લીડર્સને અશ્લીલ ઇશારા પણ કરતા રહે છે.ચીયર લીડર્સ અનુસાર તેમને મેચ દરમિયાન દર્શક તેમની સાથે દુર્વ્યવહાર પણ કરે છે. બોટલ અને અન્ય વસ્તુઓ તેમની તરફ ફેકીને તેમને પરેશાન કરવામાં આવે છે.પાર્ટીઓમાં ચીયર લીડર્સને અજીબ સવાલ પૂછવામાં આવે છે.