આજકાલ લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જાગૃત થઈ ગયા છે. લોકો ફીટ અને તંદુરસ્ત રહેવા માટે જિમ-કસરતથી માંડીને જાત જાતના નુસખા કરે છે. ઉલ્લેખનીય છે કે, એટલે જ હવે ગ્રીન ટીની બોલબાલા પણ વધી ગઈ છે. હૂંફાળી ગ્રીન ટી પીવાથી ચાના શોખીનોને ચા પીવાનો પણ સંતોષ મળે છે અને સાથે સાથે વજન પણ નથી વધતું. વજન ઘટાડવા, પાચન શક્તિ મજબૂત કરવા, હૃદયનું સ્વાસ્થ્ય સુધારવામાં ગ્રીન ટી એક ખૂબ સારો વિકલ્પ છે. ચામાં ગ્રીન ટી એક ખૂબ સારો વિકલ્પ છે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ અમુક લોકોને આ ગ્રીન ટીની એલર્જી પણ હોય છે. જો રોજના 2-3 કપ ગ્રીન ટી પીવાથી માથાનો દુઃખાવો, પેટમાં તકલીફ, ઊંઘ ન આવવી વગેરે જેવી સમસ્યા થાય તો તરત ચેતી જવાની જરૂર છે. મળતી માહિતી અનુસાર, ગ્રીન ટી પીધા પછી માથુ ભારે લાગતું હોય, ચક્કર આવતા હોય તો તેને ગ્રીન ટીથી સમસ્યા થઈ શકે છે. ગ્રીન ટીમાં સારી માત્રામાં કેફેન હોય છે. કેફેનને કારણે માથાનો દુઃખાવો થાય એવું શક્ય છે. જો દુઃખાવો વધે તો મેડિકલ હેલ્પ લેવી જોઈએ.ગ્રીન ટીને કારણે નર્વસ સિસ્ટમ વધુ કામ કરવા માંડે છે. તેને કારણે ઊંઘમાં પણ ખલેલ પહોંચી શકે છે. ગ્રીન ટીની આ સૌથી સામાન્ય સાઈડ ઈફેક્ટ છે. ઘણા લોકોને ગ્રીન ટીને કારણે પેટમાં દુઃખાવો પણ થઈ શકે છે. ગ્રીન ટી ગેસ્ટ્રિક એસિડમાં વધારો કરે છે. તેને કારણે એસિડીટી, પેટમાં બળતરા, ઉલ્ટી-ઉબકા, અપચા જેવી તકલીફ થઈ શકે છે.
You Might Also Like
More Popular from Gujju Media
- Advertisement -
UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?
શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…
By
Gujju Media
વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને
અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…
By
Gujju Media
8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ
8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…
By
Gujju Media
IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ
સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…
By
Gujju Media
રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ
બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…
By
Gujju Media
- Advertisement -

