ધમણ-1 વેન્ટિલેટર બાદ જાણો શા માટે N95 માસ્કને લઇને થયો વિવાદ

ધમણ-1 વેન્ટિલેટર બાદ હવે ગુજરાતમાં N95 માસ્કને લઇને વિવાદ શરૂ થયો છે. ધમણ-1 વેન્ટિલેટર બાદ કોંગ્રેસે હવે સરકાર પર n95 માસ્કને લઈ આક્ષેપ કર્યા છે. સીએમ વિજય રૂપાણીએ લોકડાઉનના ચોથા તબક્કામાં છૂટછાટની જાહેરાત કરતી વખતે અમુલ પાર્લર પરથી N 95 માસ્ક 65 રૂપિયાની કિંમતે આપવાની વાત કરી હતી. પણ સરકારના ખરીદ ભાવ અને વેચાણના ભાવમાં 15 રૂપિયા સુધીનો તફાવત જોવા મળે છે.

કેમ કે, સરકારે N 95 માસ્કનો મહત્તમ ખરીદ ભાવ રૂ.49.61 નક્કી કર્યો છે. આ મુદ્દો સામે આવતાં જ કોંગ્રેસ દ્વારા સરકાર પર સનસનીખેજ આરોપ મુકવામાં આવ્યા છે. કોરોનાના સમયમાં પણ નફાખોરી કરાતી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસના આક્ષેપો બાદ ભાજપના પ્રદેશ મીડિયા કોર્ડિનેટર પ્રશાંત વાળાએ N95 માસ્કના ભાવ અંગે સરકારનો બચાવ કરતા જણાવ્યું હતું કે જે N95 માસ્ક ખાનગી મેડિકલ સ્ટોરમાં 150, 250 અને 300 રૂપિયાની કિંમતમાં વેચાય છે ત્યારે રાજ્યના તમામ ગામડાઓ અને શહેરોના નાગરિકોને N95 માસ્ક સસ્તી કિંમતે મળી રહે તે માટે રાજ્ય સરકર દ્વારા અમૂલના માધ્યમથી 65 રૂપિયાની કિંમતે માસ્ક વહેંચવામાં આવી રહ્યા છે.

49.61 રૂપિયામાં જો 18 ટકા GST અને પરિવહન ખર્ચ જોડવામાં આવે તો માસ્કની કિંમત 63 રૂપિયા સુધી પહોંચે છે ત્યારે નહીં નફો નહીં નુકસાનના ધોરણે રાજ્ય સરકાર લોકો સુધી N95 માસ્ક પહોંચાડે છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *