હવે ગબ્બર આવ્યો મેદાનમાં, ટ્રાફિક રૂલ્સ ફોલો નહિ કરો તો ગબ્બર થશે નારાજ

આપણે ટ્રાફિક રૂલ્સને ફોલો કરવામાં ક્યાંક કચાસ રાખતા હોઈએ છીએ અને પોલીસ આ રુલ્સને ફોલો કરવા માટે એટલા જ કડક હોય છે. જો કે ઘણી વખત પોલીસ પણ થોડા હટકે થઈને કામ કરે છે. એના ઘણા ઉદાહરણો આપણે જોયા છે. પરંતુ આ વખતે નાગપુર ટ્રાફિક પોલીસે એક નવું પોસ્ટર લોન્ચ કર્યું છે. આ શબ્દો એવા લાગે ને કે જાણે કોઈ ફિલ્મનું પોસ્ટર લોન્ચ થયું હોય. ફિલ્મ તો નહિ પણ નાગપુર પોલીસે ફિલ્મી પોસ્ટર લોન્ચ કર્યું છે. જેમાં શોલેના ફેમસ ગબ્બરનો ફોટો છે અને સાથે બાઈક પર બેઠેલા ત્રણ વ્યક્તિનો. પોસ્ટરની નીચે લખ્યું છે કે, બાઈક એક, આદમી તીન. બહુત નાઈન્સાફી હૈ.” આ પોસ્ટર ટ્વીટર પર પણ ખુબ વાઈરલ થયું છે.

ટ્રાફિક પોલીસનું માનવું છે કે લોકોને ફિલ્મી ડાયલોગ જલ્દી ધ્યાને ચડે છે. વળી, ટ્રાફિક પોલીસનો ઈરાદો જ એવો હોય છે કે વધુમાં વધુ લોકો આ વાતને સમજે અને ધ્યાન પર લે. ફિલ્મી ડાયલોગ ફની હોવાના કારણે લોકોને ગમે છે અને પોતાને કનેકટ પણ કરે છે.

આ પહેલા પણ ધડક ફિલ્મના એક ડાયલોગ પરથી મુંબઈ પોલીસે ટ્વીટ કર્યો હતો. ધડકમાં જ્ન્હાવીનો ટ્રાફિક સિગનલ પર ડાયલોગ છે કે,  “ક્યાં નાટક કર રહે હો? મુજે દેખ કયો નહિ રહા હૈ?” મુંબઈ પોલીસે ફિલ્મના પોસ્ટર સાથે આ ડાયલોગ ટ્વીટ કરી કહ્યું હતું કે, “ટ્રાફિક સિગનલના પણ ઈમોશન હોય છે. તેને અવગણો નહિ. નહીતર ઈ-ચલન ખુશ નહિ થાય.”

આમ, ફિલ્મી ડાયલોગ અને ટ્રાફિક રૂલ્સનો કોઈ ગહેરો સંબંધ લાગે છે. આપણે આશા રાખીએ કે આપણને વધુ ને વધુ આવા ફની પોસ્ટર મળી આવે જેમાંથી આપણે ટ્રાફિક રૂલ્સ વિષે વધુ જાણીએ અને ફોલો કરતા રહીએ.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *