ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટનમાં રમાઈ રહેલી રિશેડ્યૂલ ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ટીમની કમાન સંભાળી રહ્યો છે. બર્મિંઘમ ટેસ્ટની 4 દિવસની રમત પસાર થઈ ગઈ છે અને અત્યાર સુધી આ રમતની કપ્તાની કરતા જસપ્રિત બુમરાહ બેટ અને બોલ બંનેથી મેચની મજા માણતા જોવા મળી રહ્યા છે. પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરતા બુમરાહે અણનમ 31 રનની ઇનિંગ રમી હતી, ત્યારે બોલિંગ કરતા સમયે તેણે 3 વિકેટ પોતાના નામે કરી હતી. જો કે હવે બીજી ઇનિંગમાં બે વિકેટ લઈને એમને વધુ એક ઉપલબ્ધિ તેમના નામે કરી લીધી છે.
ભારત કોઈ પણ સ્થિતિમાં પંહોચી ગયું પણ કેપ્ટન બૂમરાહ શાનદાર પ્રદશન બતાવી રહ્યા છે. એમને આ મેચની શરૂઆત વર્લ્ડ રેકોર્ડથી કરી એ હવે એક પછી એક ઘણા રેકોર્ડ તેમના નામે કરી રહ્યા છે. સાથેજ બોલિંગમાં પણ ઘણા રેકોર્ડ તેમના નામે કરી રહ્યા છે. હાલ જ એમના આ રેકોર્ડ બ્રેક કરવાની લાઇનમાં એમને ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવનો 40 વર્ષ જૂનો રેકોર્ડ બ્રેક કરીને બૂમરાહ આગળ વધ્યાં છે. આ સિરિજમાં બૂમરાહ લીડીંગ વિકેટ કીપર છે અને એમના નામે કુલ 23 વિકેટ દર્જ થઈ ગઈ છે. પૂર્વ કેપ્ટન કપિલ દેવે 1981-82 માં ઈંગ્લેન્ડ સામેની એક સિરિજમાં 22 વિકેટ ઝડપી હતી.
આ પહેલા ગયા વર્ષે શરૂ થયેલી આ 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં જસપ્રિત બુમરાહે અત્યાર સુધીમાં 21 વિકેટ લઈને અને આ યાદીમાં ટોચના ક્રમાંકિત ભુવનેશ્વર કુમાર (2014, 19 વિકેટ)ને પાછળ છોડી દીધા હતા. આ યાદીમાં પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનનું નામ પણ સામેલ છે, જેણે 2007માં રમાયેલી 3 મેચની ટેસ્ટ શ્રેણી દરમિયાન 18 વિકેટ ઝડપી હતી. આ દિગ્ગજો ઉપરાંત ભારતના ફાસ્ટ બોલર ઈશાંત શર્મા (2018, 18 વિકેટ) અને લેગ સ્પિનર સુભાષ ગુપ્તે (17 વિકેટ, 1959)ના નામ પણ સામેલ છે. બોલિંગમાં આ સિદ્ધિ હાંસલ કરતાં પહેલાં જસપ્રિત બુમરાહે બેટથી ધમાલ મચાવ્યો હતો અને ટેસ્ટ ક્રિકેટની એક ઓવરમાં સૌથી વધુ રન બનાવનારો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.