દેશની પ્રતિષ્ઠીત કાર નિર્માતા કંપની મહિંદ્રાએ ભારતીય બજારમાં નવી એસયૂવી Mahindra XUV 3XO લોન્ચ કરી દીધી છે. મહિંદ્રા કંપની આ કારમાં એવા ફીચર્સ આપી રહી છે જે આ સેગમેંટની કારમાં પહેલીવાર જોવા મળશે.
Mahindra XUV 3XO કારના ફીચર્સ
સાઉંડ સિસ્ટમની વાત કરીએ તો આ કારમાં 7 સ્પીકર Harman Kardon ઓડિયો સિસ્ટમ આપવામાં આવી છે.
આ કારમાં ડુઅલ ઓન ક્લાઈમેટ કંટ્રોલ સિસ્ટમ આપવામાં આવી છે. આ ફીચર કારમાં બેઠેલા લોકો અને ડ્રાઈવરને એપ વડે એસીનું ટેંપરેચર એડજસ્ટ કરવાની સુવિધા આપે છે.
આ એસયૂવી કારમાં ફ્રંટ વેંટિલેટેડ સીટ્સ અને પૈનોરમિક સનરુફ મળશે. એપ વડે ફ્રંટ અને રિયર ડીફોગરને પણ કંટ્રોલ કરી શકાશે.
Mahindra XUV 3XO ની માઈલેજ
નવી કાર લેવાની હોય તો માઈલેજ કેટલું આપે તે વાત સૌથી મહત્વની હોય. કંપનીએ કાર લોન્ચ પહેલા જ આ જાણકારી આપી દીધી હતી. આ કાર એક લીટર ફ્યૂલમાં 20.1 કિલોમીટર સુધીનું માઈલેજ આપશે. ખાસ તો એ છે કે આ કારને 0 થી 60 કિમીની સ્પીડ સુધી પહોંચતા માત્ર 4.5 સેન્કડનો સમય લાગશે.
Mahindra XUV 3XO ની કિંમત
મહિંદ્રાની આ એસયૂવી કાર આકર્ષક લુક અને દમદાર ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. આ કારની શરુઆતી કિંમત પણ શાનદાર જ કહી શકાય તેવી છે. મહિંદ્રાની આ નવી એસયૂવી કારની શરુઆતી કિંમત 7.49 લાખ એક્સ શો રુમ નક્કી કરવામાં આવી છે.