Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વોટ્સએપ વેબ વાપરતા હોવ તો સાવધાન: બીજું કોઈ તમારી ચેટ્સ તો નથી વાંચી રહ્યું ને?
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > વોટ્સએપ વેબ વાપરતા હોવ તો સાવધાન: બીજું કોઈ તમારી ચેટ્સ તો નથી વાંચી રહ્યું ને?
ટેકનોલોજી

વોટ્સએપ વેબ વાપરતા હોવ તો સાવધાન: બીજું કોઈ તમારી ચેટ્સ તો નથી વાંચી રહ્યું ને?

Gujju Media
Last updated: November 25, 2026 4:24 pm
By Gujju Media
7 Min Read
Share
iNDIA 2026 11 25T142104.018.jpg.webp
SHARE

એક ભૂલ અને તમારી ખાનગી ચેટ બીજાના હાથમાં! વોટ્સએપ વેબ વાપરતા હોવ તો સાવધાન

Contents
  • ગૃહ મંત્રાલય અને I4C ની મહત્વપૂર્ણ ચેતવણી
  • તમારું વોટ્સએપ અન્ય કોઈ વાપરી રહ્યું છે કે નહીં તે કેવી રીતે તપાસવું?
  • કોઈ અજાણ્યું વ્યક્તિ તમારું વોટ્સએપ વાપરી રહ્યું છે તેના ૫ મોટા સંકેતો
  • ડિજિટલ સુરક્ષા માટે સાવચેતી જ શ્રેષ્ઠ ઉપાય

આજના સમયમાં વોટ્સએપ માત્ર વાતચીત કરવાનું સાધન નથી રહ્યું, પરંતુ ઓફિસના કામકાજ, બેંકિંગ માહિતી અને અંગત દસ્તાવેજોની આપ-લે માટેનું પણ મુખ્ય માધ્યમ બની ગયું છે. મોટાભાગના લોકો ઓફિસના કોમ્પ્યુટર, સાયબર કાફે કે અન્ય કોઈ શેર્ડ સિસ્ટમ પર કામ કરતી વખતે સરળતા ખાતર ‘વોટ્સએપ વેબ’ (WhatsApp Web) નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ સુવિધા જેટલી સરળ છે, જો તેમાં થોડી પણ બેદરકારી દાખવવામાં આવે તો તે એટલી જ જોખમી સાબિત થઈ શકે છે.

અનેક વખત ઉતાવળમાં કે કામ પતી ગયા પછી લોકો કોમ્પ્યુટર પરથી પોતાનું વોટ્સએપ લોગ આઉટ કરવાનું ભૂલી જતા હોય છે. આવી નાની સરખી ભૂલ તમારા સમગ્ર એકાઉન્ટને જોખમમાં મૂકી શકે છે. જો તમારું સેશન ખુલ્લું રહી જાય, તો તે કોમ્પ્યુટરનો ઉપયોગ કરનાર અન્ય કોઈ પણ વ્યક્તિ તમારી જાણ બહાર તમારી અંગત વાતચીત વાંચી શકે છે અને એટલું જ નહીં, તમારી ઓળખનો ઉપયોગ કરીને તમારા સંપર્કોને મેસેજ પણ મોકલી શકે છે.

- Advertisement -

ગૃહ મંત્રાલય અને I4C ની મહત્વપૂર્ણ ચેતવણી

આ વધતા જતા ડિજિટલ જોખમને ધ્યાનમાં રાખીને ભારત સરકારના ગૃહ મંત્રાલય (MHA) એ પણ નાગરિકોને સાવચેત કર્યા છે. ગૃહ મંત્રાલયે ‘ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર’ (I4C) દ્વારા એક સત્તાવાર એડવાઇઝરી જાહેર કરી છે. આ ચેતવણીમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે પબ્લિક કે શેર્ડ કોમ્પ્યુટર પર વોટ્સએપ વેબના સેશનને એક્ટિવ છોડી દેવું ખૂબ જ જોખમી છે.

- Advertisement -

સાયબર સુરક્ષા એજન્સીની મુખ્ય ચિંતા એ છે કે એકાઉન્ટના મૂળ માલિકને ખબર પણ ન પડે તે રીતે કોઈ અજાણ્યું વ્યક્તિ ચાલુ સેશનનો દુરુપયોગ કરી શકે છે. ખાસ કરીને જ્યારે તમે કોઈ અજાણ્યા કે ઓફિસના કોમ્પ્યુટર પર લોગ ઇન કરો છો, ત્યારે કામ પૂરું થતાં જ લોગ આઉટ કરવું અનિવાર્ય છે.

તમારું વોટ્સએપ અન્ય કોઈ વાપરી રહ્યું છે કે નહીં તે કેવી રીતે તપાસવું?

જો તમને ક્યારેય એવી શંકા જાય કે તમારી જાણ બહાર કોઈ અન્ય વ્યક્તિ તમારા વોટ્સએપ એકાઉન્ટની જાસૂસી કરી રહ્યું છે કે તેનો ઉપયોગ કરી રહ્યું છે, તો ગભરાવાની જરૂર નથી. વોટ્સએપમાં એક ખાસ ‘લિંક્ડ ડિવાઇસીસ’ (Linked Devices) ફીચર આપવામાં આવ્યું છે, જેની મદદથી તમે જાણી શકો છો કે તમારું એકાઉન્ટ અત્યારે કયા-કયા કોમ્પ્યુટર કે બ્રાઉઝર સાથે જોડાયેલું છે.

- Advertisement -

આ તપાસ કરવા માટે એન્ડ્રોઇડ ફોન ધારકોએ સૌથી પહેલા પોતાના ફોનમાં વોટ્સએપ ખોલવું અને ઉપર જમણી બાજુએ દેખાતા ત્રણ ટપકાં (મેનુ) પર ટેપ કરવું. ત્યાંથી ‘લિંક્ડ ડિવાઇસીસ’ વિકલ્પ પસંદ કરવો. જો તમે આઇફોન (iPhone) વાપરતા હોવ, તો વોટ્સએપ ઓપન કરીને ‘સેટિંગ્સ’માં જવું અને ત્યાંથી ‘લિંક્ડ ડિવાઇસીસ’ પર ટેપ કરવું.

આટલું કરતાં જ તમારી સ્ક્રીન પર એ તમામ ડિવાઇસ, કોમ્પ્યુટર અને વેબ બ્રાઉઝરની યાદી દેખાશે જેની સાથે તમારું એકાઉન્ટ લિંક થયેલું છે. આ યાદીને ધ્યાનથી તપાસો. જો તમને તેમાં કોઈ એવું કોમ્પ્યુટર કે બ્રાઉઝર દેખાય જેને તમે ઓળખતા નથી અથવા જ્યાં તમે લોગ ઇન કર્યું હોવાનું તમને યાદ નથી, તો તરત જ તેના પર ટેપ કરીને ‘લોગ આઉટ’ (Log Out) વિકલ્પ પસંદ કરો. આની સૌથી સારી વાત એ છે કે સેશન બંધ કરવા માટે તમારે તે કોમ્પ્યુટર પાસે જવાની બિલકુલ જરૂર નથી; તમે તમારા ફોન પરથી જ ઘરે બેઠા રિમોટલી તે અજાણ્યા ડિવાઇસને ડિસ્કનેક્ટ કરી શકો છો.

- Advertisement -
- Advertisement -

કોઈ અજાણ્યું વ્યક્તિ તમારું વોટ્સએપ વાપરી રહ્યું છે તેના ૫ મોટા સંકેતો

લિંક્ડ ડિવાઇસીસ તપાસવા ઉપરાંત, રોજિંદા વપરાશમાં પણ કેટલાક એવા સંકેતો જોવા મળે છે જે દર્શાવે છે કે તમારા એકાઉન્ટ સાથે ચેડાં થયા હોઈ શકે છે. નીચે મુજબની પાંચ બાબતો પર હંમેશા નજર રાખવી જોઈએ:

૧. લિંક્ડ ડિવાઇસીસમાં કોઈ અજાણ્યા ઉપકરણની હાજરી જો તમને તમારા લિંક્ડ ડિવાઇસીસની યાદીમાં કોઈ એવું કોમ્પ્યુટર, લેપટોપ કે બ્રાઉઝર દેખાય જે તમે ક્યારેય કનેક્ટ કર્યું જ નથી, તો તેને હળવાશથી ન લો. તરત જ તે સેશનમાંથી લોગ આઉટ કરો અને એ પણ તપાસો કે યાદીમાં બીજું કોઈ શંકાસ્પદ ડિવાઇસ તો જોડાયેલું નથી ને.

- Advertisement -

૨. એવા મેસેજ દેખાવા જે તમે ક્યારેય મોકલ્યા જ નથી તમારી તાજેતરની ચેટ્સ પર નિયમિત નજર ફેરવતા રહો. જો તમને તમારા એકાઉન્ટમાંથી મોકલાયેલા એવા કોઈ મેસેજ દેખાય જે તમે લખ્યા જ નથી, તો તે મોટી ચેતવણી છે. ઘણીવાર હેકર્સ કે દુરુપયોગ કરનારા લોકો તમારા નામે શંકાસ્પદ લિંક્સ મોકલતા હોય છે, પૈસાની માંગણી કરતા હોય છે અથવા સામેવાળા પાસેથી અંગત માહિતી માંગતા હોય છે.

૩. મિત્રો અને પરિવારજનો તરફથી શંકાસ્પદ મેસેજની ફરિયાદ ઘણીવાર તમારા કરતાં પહેલાં તમારા મિત્રો કે સંબંધીઓને તમારા એકાઉન્ટની અસામાન્ય ગતિવિધિનો ખ્યાલ આવી જતો હોય છે. જો કોઈ પરિચિત તમને ફોન કરીને કે મળીને કહે કે તમારા નંબર પરથી તેમને કોઈ અણધારી લિંક મળી છે અથવા પૈસાની મદદ માંગતો મેસેજ આવ્યો છે, તો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તરત જ તમારું એકાઉન્ટ ચેક કરો.

૪. એવી વાતચીતના જવાબો મળવા જે તમે શરૂ જ નહોતી કરી ક્યારેક એવું બને કે કોઈ વ્યક્તિ તમને એવા મેસેજનો રિપ્લાય આપે જે વાતચીત તમે ક્યારેય શરૂ જ કરી નહોતી. જો કોઈ અજાણી કે જૂની ચેટમાં સામેથી જવાબ આવે અને તમને તે સંદર્ભ યાદ ન હોય, તો સમજી લેવું કે કોઈ અન્ય વ્યક્તિ તમારા એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં તરત જ ચેટ હિસ્ટ્રી અને લિંક્ડ ડિવાઇસીસની તપાસ કરવી જોઈએ.

૫. અન્ય કોઈ અગમ્ય કે અસામાન્ય ગતિવિધિ દેખાવી ફોનમાં વોટ્સએપ બિલકુલ સામાન્ય રીતે ચાલી રહ્યું છે માત્ર એટલા માત્રથી એવું માની લેવાની ભૂલ ક્યારેય ન કરવી કે તમારું એકાઉન્ટ સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો એકાઉન્ટમાં કોઈ પણ એવી ગતિવિધિ દેખાય જેનો તમારી પાસે કોઈ જવાબ ન હોય—જેમ કે ચેટ્સ આપમેળે આર્કાઇવ થવી કે વંચાઈ જવી—તો તેના પર તરત ધ્યાન આપવું જરૂરી છે.

ડિજિટલ સુરક્ષા માટે સાવચેતી જ શ્રેષ્ઠ ઉપાય

ટૂંકમાં કહીએ તો, આજના ડિજિટલ યુગમાં આપણી ગોપનીયતા આપણા જ હાથમાં છે. જ્યારે પણ કોઈ શેર્ડ કે પબ્લિક કોમ્પ્યુટર પર વોટ્સએપ વેબનો ઉપયોગ કરો, ત્યારે કામ પૂરું થતાં જ લોગ આઉટ કરવાની ટેવ પાડો અને સમયાંતરે ફોનના લિંક્ડ ડિવાઇસીસ સેક્શનની તપાસ કરતા રહો. તમારી નાની સરખી સતર્કતા તમને મોટા સાયબર ફ્રોડ કે અંગત માહિતીના દુરુપયોગથી બચાવી શકે છે.

Viને લાગ્યો મોટો આર્થિક ઝટકો: નાણાકીય વર્ષ 2026-27 ના બીજા ક્વાર્ટરમાં ખોટ વધીને ₹5,975 કરોડ પર પહોંચી
DoT ની નવી ચેતવણી: તમારા નામે ચાલતા સિમ કાર્ડથી થઈ શકે છે મોટું સંકટ, જાણો નવો નિયમ!
પાવર કટ થતાં જ કેમ બંધ થઈ જાય છે ઓન-ગ્રીડ સોલર સિસ્ટમ? જાણો કારણ
WhatsApp પર આ નાની ભૂલ કરી તો એકાઉન્ટ થઈ જશે હેક, આજે જ ચેક કરો આ સેટિંગ
BSNLનો ધડાકો, મહિને 100 રૂપિયાથી ઓછામાં આખું વર્ષ સિમ રહેશે એક્ટિવ, Jio, Airtelની ચિંતામાં થયો વધારો
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Stock Market 1208.jpg.webp
શેરબજારમાં આજે આ શેરો પર રાખજો નજર, Ashoka Buildconને ₹1,465 કરોડનો મોટો ઓર્ડર
શેરમાર્કેટ
Toyota Fortuner Facelift2.jpg.webp
10 વર્ષ બાદ નવા અવતારમાં આવી રહી છે Toyota Fortuner, ડિઝાઇનથી લઈને ફીચર્સ સુધી થશે મોટા ફેરફાર
ઓટોમોબાઇલ
Tulsi Vivah2.jpg.webp
તુલસી વિવાહની પૂજા આ એક વસ્તુ વગર ગણાય છે અધૂરી! હમણાં જ નોંધી લો સંપૂર્ણ લિસ્ટ
ધર્મદર્શન
Panchayat Season 5.2.jpg.webp
પ્રધાન જીની ખુરશી ગઈ? ‘પંચાયત’ની નવી સીઝનમાં બનરાકસ મચાવશે ધમાલ, નોંધી લો તારીખ!
એન્ટરટેઈન્મેન્ટ
1795027837 Green Peas2.jpg.webp
ગાજરનો હલવો તો ઘણીવાર ખાધો હશે, આ શિયાળામાં ટ્રાય કરો લીલા વટાણાનો ગરમાગરમ અને ટેસ્ટી હલવો
ફૂડ
- Advertisement -

You Might Also Like

Indian Railways.jpg.webp
ગેજેટ

ટ્રેનમાં સફર કરતી વખતે ચાર્જર કે દવાઓ ભુલાઈ ગઈ? રેલવે અને Blinkit એ શરૂ કરી ખાસ સુવિધા!

By Gujju Media
3 Min Read
INDIA 1 2026 04 11T192542.792.jpg.webp
ટેકનોલોજી

ફોન ચલાવવાની નવી રીત: હવે ટચ નહીં, અવાજથી ચાલશે ઇન્સ્ટાગ્રામ અને ગેલેરી, આજે જ ટ્રાય કરો

By Gujju Media
4 Min Read
1771421796 Copy of Satya web temp 32.jpg.webp
ગેજેટ

શું તમારો ફોન જાસૂસી કરે છે? ડેટા સેફ રાખવા અત્યારે જ લોક કરો આ 5 સેટિંગ્સ

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

krishna yasoda
ભજન

નંદલાલાને માતા યશોદાજી સાંભરે.. શ્રી કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
shreenathji

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
શેરમાર્કેટ

Gen Zનો શેરબજારમાં ધમાકેદાર પ્રવેશ, પણ F&Oમાં 89% યુવાનોને નુકસાન!

18-24 વર્ષના યુવાનોનો શેરબજાર તરફ ધસારો, પણ SEBIના આંકડા ચોંકાવનારા ભારતના શેરબજાર અને ફાઇનાન્સિયલ માર્કેટમાં એક…

By Gujju Media
ભજન

શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો શ્રીનાથજી ભજન | Aavo Te Rang Mane Shid Lagadyo lyrics

શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો.. શ્રીનાથજી ભજન શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો…

By Gujju Media
બિઝનેસ

મુકેશ અંબાણી લાવ્યા ‘Bombay Creamery’ આઈસ્ક્રીમ, જાણો કિંમત અને ક્વોલિટી!

આઈસ્ક્રીમ માર્કેટમાં મુકેશ અંબાણીનો ધમાકો: ‘બોમ્બે ક્રીમરી’ સાથે અમૂલ અને ક્વોલિટી વોલ્સ જેવા દિગ્ગજોને મળશે કડક…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
nv casino
Casino zonder cruks bonus

A versatilidade nos depósitos efetuados nos melhores novos casinos online facilita a gestão do orçamento do jogador.

NV Casino PL
vox casino
Utländska casino bästa bonus
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?