શા માટે કરવામાં આવે છે બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા

“નવરાત્રિમાં બીજા દિવસે માં બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિમાં દુર્ગા પૂજાના અવસરે માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામા આવે છે. ભગવાન શંકરને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે ઘોર તપ કર્યું હતું……..આ કઠીન તપને કારણે આ દેવીને તપશ્વારિણી અર્થાત બ્રહ્મચારિણીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે ત્યાગ અને તપની દેવી પણ માનવામાં આવે છે. માં બ્રહ્મચારિણીએ શ્વેત વસ્ત્ર પહેર્યા છે. એમના એક હાથમાં અષ્ટદળની જપમાળા અને બીજા હાથમાં કમંડલ સુશોભિત છે….

શાસ્ત્રોની માન્યતા છે કે, ભગવતીએ ભગવાન શિવને પોતાના પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે એક હજાર વર્ષ સુધી ફળોનું સેવન કરી તપ કર્યું હતું. એ પછી ત્રણ હજાર વર્ષ સુધી ઝાડના પાન ખાઇ તપ કર્યું, આ કઠોર તપ બાદ એમને બ્રહ્મચારિણી સ્વરૂપ પ્રાપ્ત થયું હતું…….ભક્ત આ દિવસે પોતાના મનને ભગવતી માતાના ચરણોમાં એકાગ્રચિત કરીને સ્વાધિષ્ટાન ચક્રમાં સ્થિત કરે છે અને માતાની કુપા પ્રાપ્ત કરે છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા, તપનું આચરણ કરનાર ભગવતી, જે કારણે એમને બ્રહ્મચારિણી કહેવામાં આવે છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *