ભારતે માલદીવને 50 મિલિયન યુએસ ડોલરની આર્થિક સહાયની જાહેરાત કરી છે. માલદીવમાં ભારતીય હાઈ કમિશન દ્વારા એક પ્રેસ રિલીઝ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. હાઈ કમિશને જણાવ્યું હતું કે માલદીવ સરકારની વિનંતી પર, ભારતે માલદીવ સરકારને વધુ એક વર્ષ માટે 50 મિલિયન ડોલર (લગભગ રૂ. 420 કરોડ) ના ટ્રેઝરી બિલના રૂપમાં બજેટ સહાય પૂરી પાડી છે.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ ભારતે માલદીવના બિલને બે વાર રોલ ઓવર કર્યું હતું.