Connect with us

ગુજરાત

એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ

Published

on

યશ સોની (Yash Soni) અને જાનકી બોડીવાલાની (Janki Bodiwala) પ્રેમ કહાણી રીલમાંથી રિયલ લાઈફમાં પરિણમી છે. ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં તેમને કપલ તરીકે દેખાડવામાં આવ્યા હતા અને રિલેશનશિપમાં છે યશ સોની અને જાનકી બોડીવાલા

હાઈલાઈટ્સ:
રિયલ લાઈફમાં રિલેશનશિપમાં છે યશ સોની અને જાનકી બોડીવાલા
સોશિયલ મીડિયા પર જાહેરાત કરતાં યશ સોની અને જાનકી બોડીવાલાએ તસવીર શેર કરી
ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં યશ સોની અને જાનકી બોડીવાલાએ પહેલીવાર સાથે કામ કર્યું હતું

ઢોલીવુડ ઈન્ડસ્ટ્રીના ટોપ અને પોપ્યુલર એક્ટર્સમાંથી એક યશ સોની (Yash Soni) હાલ તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. વાત એમ છે કે, યશ સોનીને તેના જીવનની સાચો પ્રેમ મળી ગયો છે. તે જેના પ્રેમમાં છે તે બીજું કોઈ નહીં પરંતુ ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં તેની ઓપોઝિટમાં જોવા મળેલી જાનકી બોડીવાલા (Janki Bodiwala) છે. હા, તમે સાચું વાંચ્યું યશ સોની અને જાનકી બોડીવાલા એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેને તેમના પરિવારના પણ આશીર્વાદ મળી ગયા છે. કપલે સોશિયલ મીડિયા પર રવિવારે ફેન્સ સાથે આ ન્યૂઝ શેર કર્યા હતા. આ ખબર સાંભળી માત્ર ઈન્ડસ્ટ્રીના તેમના ફ્રેન્ડ્સ જ નહીં પરંતુ ફેન્સ પણ ખુશ થયા છે અને તેમના પર અભિનંદનનો વરસાદ કર્યો છે.

યશ સોની અને જાનકી બોડીવાલાએ તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એકબીજા સાથેની સુંદર સેલ્ફી શેર કરી છે. જેમાં તેઓ ખુશ જણાઈ રહ્યા છે. જાનકીના હાથની આંગળીમાં રિંગ પણ દેખાઈ રહી છે, તેના પરથી બંનેએ સગાઈ કરી હોય તેમ લાગી રહ્યું છે. આ સાથે લખ્યું છે ‘1+1= પરિવાર… ઉફ…સમસ્યાઓ હોવા છતાં, તે વાતની જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે અમે સાથે ખુશ છીએ! અમારા પરિવારના આશીર્વાદની સાથે જીવનના આ સુંદર સફર પર તમારી શુભેચ્છાઓ અમારા પર વરસાવજો. વધુ તસવીરો ખૂબ જલ્દી જોવા મળશે…જોડાયેલા રહેજો!’.

પોસ્ટ પર કોમેન્ટ કરતાં દીક્ષા જોશીએ રેડ હાર્ટ ઈમોટીકોન્સ ડ્રોપ કર્યા છે. તો થોડા દિવસ પહેલા જ બોયફ્રેન્ડ સાથે સગાઈ કરનારી ઈશા કંસારાએ લખ્યું છે ‘અરે અરે’. આ સિવાય ભવ્ય ગાંધીએ પણ અભિનંદન પાઠવ્યા છે. તો કિંજલ રાજપ્રિયાએ લખ્યું છે ‘યાય!! તમને બંનેને અભિનંદન’. સિંગર જીગરદાન ગઢવીએ લખ્યું છે ‘તમને બંનેને ખૂબ બધા આશીર્વાદ’. આ સિવાય ફેન્સે પણ અભિનંદનનો વરસાદ કર્યો છે.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, યશ સોની છેલ્લો દિવસ સિવાય શું થયું? અને ચાલ જીવી લઈએ!માં જોવા મળ્યો હતો. જેમાંથી ચાલ જીવી લઈએ! હિટ ફિલ્મ સાબિત થઈ હતી. ફિલ્મે ન માત્ર બોક્સઓફિસ પર સારું કલેક્શન કર્યું પરંતુ તે જોનારાને તેની કહાણીથી રડાવી પણ દીધા. બીજી તરફ જાનકી બોડીવાલા ઓ તારી, તંબુરો, છુટી જશે છક્કા, તારી માટે વન્સ મોર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ સિવાય તે મ્યૂઝિક વીડિયો ‘રાધાને શ્યામ’માં પણ જોવા મળી હતી.ઘરની બહાર કોની સાથે વાતોએ વળગી કરીના? ફોટોગ્રાફર્સને Hi કરીને નીકળી ગઈ

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ગુજરાત

ગુજરાતીઓએ નરેન્દ્ર મોદીનું અનોખી રીતે કર્યું સ્વાગત, તો નરેન્દ્ર મોદીએ પણ કર્યું અનોખુ અભિવાદન.

Published

on

હમણાં જ આપણાં દેશના પ્રધાનમંત્રી આપણાં ગુજરાતની મુલાકાતએ આવ્યા હતા. આ દરમિયાન આપણાં ગુજરાતીઓએ તેમનું ખૂબ ભવ્ય સ્વાગત કર્યું હતું. લોકો ઘણા સમયથી તેમની રાહ જોઈ રહ્યા હતા. જે પણ વ્યક્તિને જયા પણ જગ્યા મળી ત્યાંથી તેમણે પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે ઊભા રહી ગયા હતા.

ઘણા ઉત્સાહથી લોકો તેમના સ્વાગતમાં જોડાયા હતા. આ બધા લોકોમાં એક વ્યક્તિ હતો કે જેણે પોતાની છાતી પર નરેન્દ્ર મોદી સાહેબનું ટેટૂ બનાવ્યું હતું. અમુક તો પોતાના આખા શરીરને ભગવા રંગમાં રંગીને લાવ્યા હતા. તો સામે આપણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આપણાં ગુજરતીઓને નિરાશ થવા દીધા નથી. તેમણે બધાનું જ ખૂબ સારી રીતે અભિવાદન કર્યું હતું. તેમણે લગભગ 3400 કરોડ રૂપિયાની અલગ અલગ યોજનાઓની ગિફ્ટ ગુજરાતીઓને આપી છે.

ચાલો તમને હવે બતાવીએ નરેન્દ્ર મોદીના ગુજરાત વિઝિટના કેટલાક ખાસ ફોટો. જેમાં તમે ગુજરાતીઓનો અનોખો ઉત્સાહ જોઈ શકશો.

1. પ્રધાનમંત્રીના ગુજરાત મુલાકાત દરમિયાનના રોડ શૉમાં ઘણા ગુજરાતીઓની સારી એવી ભીડ જોવા મળી હતી.

2. પ્રધાનમંત્રીના રોડ શો દરમિયાન તેમણે સુરતના લોકોના ખૂબ વખાણ કર્યા હતા એ વિડીયો તમે પણ જોયો જ હશે પણ તમને જણાવી દઉં કે તેમણે કહ્યું હતું કે સુરતના લોકો ખૂબ મહેનતુ હોય છે.

3. આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લગભગ 3400 કરોડની અનેક વિકાસ યોજનાઓની આધારશીલા રાખી હતી.

4. તેમણે સુરત શહેર વિષે જણાવ્યું હતું કે આ શહેરના લોકો મહેનતને જશ અપએ છે. આપણાં દેશનું એકપણ એવું રાજ્ય નહીં હોય કે જેના લોકો સુરતમાં આવીને વસ્યા નહીં હોય.

5. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતના લોકો માટે વધુ જણાવ્યું હતું કે સુરતના લોકો એકતા અને જનભાગીદારી માટેનું ખૂબ સારું ઉદાહરણ છે.

6. તેમણે જણાવ્યું કે આ સદીની શરૂઆતમાં જ્યારે વિશ્વમાં 3 Pની ખૂબ ચર્ચા થતી હતી આ Pમાં પબ્લિક, પ્રાઇવેટ અને પાર્ટનરશીપનો સમાવેશ થતો હતો.

7. મોદીજીએ જણાવ્યું કે તેઓ જાણે છે કે સુરત 4 P માટેનું સૌથી સારું ઉદાહરણ છે. તેમાં પીપલ, પબ્લિક, પ્રાઇવેટ અને પાર્ટનરશીપ શામેલ છે.

8. સુરતના લોકો એ સમય ક્યારેય નહીં ભૂલી શકે કે જ્યારે મહામારીને લીધે મુશ્કેલીઓ આવતી રહી હતી. ત્યારે અફવાઓ પણ ફેલાવવામાં આવી હતી.

9. આ દરમિયાન સુરતમાં શહેરમાં સુરક્ષા પણ ખૂબ સારી હટી. ખૂણે ખૂણે પોલીસ હાજર હતા. સુરતની જનતા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવવાથી ખૂબ ખુશ થયા હતા.

10. તેમણે જણાવ્યું હતું કે વેપારીઓને મે એક વાત કહી હટી કે જો સુરતમાં કોઈ બ્રાન્ડિંગ કરવામાં આવે છે તો દરેક સેક્ટર, દરેક કંપનીની બ્રાન્ડિંગ એની જાતે જ થઈ જાય છે.

Continue Reading

ગુજરાત

અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં “પાણીપાણી”, મૂશળધાર વરસાદે શહેરની હાલત કરી કફોડી

Published

on

Wherever you look in Ahmedabad, "Panipani", torrential rains have made the city miserable

ભારે વરસાદના કારણે અમદાવાદમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. સાથે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. બીજી બાજુ અમદાવાદમાં ધોધમાર વરસાદના કારણે વાહનચાલકોએ પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વાત કરીએ શહેરના હેલમેટ સર્કલ વિસ્તારની તો અહીંયા પણ પાણીમાં AMTSની બસ ગરકાવ થયેલી જોવા મળી રહી છે. હેલમેટ સર્કલની આસપાસના વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યાં છે.

Wherever you look in Ahmedabad, "Panipani", torrential rains have made the city miserable

અમદાવાદનો પોશ વિસ્તાર એવો સિંધુભવન રોડ પણ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. બોપલ અને ઘુમાને જોડતા માર્ગ પર પણ પાણી-પાણી જ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદથી અમદાવાદમાં જ્યાં જોવો ત્યાં માત્રને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. ઠેર-ઠેર ગાડીઓ ફસાયેલી જોવા મળી રહી છે. ઠેર-ઠેર ઝાડ પડવાની અને રોડ પર ભુવા પડવાની ઘટના બની રહી છે. આમ, એકવાર ફરી વરસાદ આગળ AMCનો પ્રિ-મોનસૂન પ્લાન એકદમ ફલોપ જોવા મળ્યો હતો.

Wherever you look in Ahmedabad, "Panipani", torrential rains have made the city miserable

અમદાવાદમાં ગઇકાલે રાત્રે પડેલા ધોધમાર વરસાદે અમદાવાદને બાનમાં લીધુ હોય તેવો માહોલ સર્જાયો છે. અમદાવાદમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. અમદાવાદના હેલ્મેટ સર્કલ, આયોજનનગર, સિંધુભવન રોડ અને બોપલ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ભારે વરસાદથી અમદાવાદમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઠેર-ઠેર અવ્યવસ્થા સર્જાઇ છે. હેલ્મેટ સર્કલ પર AMTSની બસ ફસાઇ હતી તો જીવરાજપાર્ક વિસ્તારની આયોજનનગર સોસાયટીમાં તો પાણી ફરી વળ્યા હતા.

Wherever you look in Ahmedabad, "Panipani", torrential rains have made the city miserable

અમદાવાદના ભારે વરસાદે તારાજી સર્જતા શહેરના પૂર્વ વિસ્તારમાં સરસપુર વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો છે. ભારે વરસાદના કારણે સરસપુર બેટમાં ફેરવાઇ ગયો છે. વરસાદે વિરામ લીધો પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લેતું. આથી તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યાં છે. દર ચોમાસામાં સરસપુર વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ જતો હોય છે.

Wherever you look in Ahmedabad, "Panipani", torrential rains have made the city miserable

શહેરનો આંબાવાડી વિસ્તાર પણ બેટમાં ફેરવાયો છે. શહેરના હીરાબાગ ક્રોસિંગ નજીકના ઘૂંટણસમા પાણી ભરાઇ જતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શહેરના નિકોલ, નરોડા સહિતના પૂર્વ વિસ્તારો પણ જાણે કે બેટમાં ફેરવાઇ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

 

Continue Reading

ગુજરાત

વરસાદી માહોલમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે સર્જાયા મનમોહક દ્રશ્યો! જુઓ તસવીરોમાં

Published

on

Captivating scenes created near the Statue of Unity in rainy weather! See in pictures

નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કેવડિયા અને સાગબારા ડેડિયાપાડા પંથકમાં વરસાદ નોંધાયો છે. ગત રાતથી જિલ્લાના ડેડિયાપાડા સાગબારા અને કેવડિયામાં ધીમી ધારે વરસાદ સતત પડ્યો છે, જેનાથી ખેડૂતોને ખેતીમાં ફાયદો થયો છે અને ચારેકોર જિલ્લામાં ઠંડક પ્રસરી છે.

Captivating scenes created near the Statue of Unity in rainy weather! See in pictures

કેવડિયા વિસ્તારમાં આજે સવારે 6 વાગ્યા સુધી બેઠ્ઠો વરસાદ વરસતાં આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પડેલા વરસાદને લીધે પ્રકૃતિ સોળા કળાએ ખીલી ઊઠી છે, જેના લીધે નર્મદા ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે મિની કાશ્મીર જેવાં આહલાદક દૃશ્યો સર્જાયાં છે.

Captivating scenes created near the Statue of Unity in rainy weather! See in pictures

કેવડિયા પંથકમાં સતત વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 8 હજાર 558 ક્યુસેક પાણી આવક થઇ રહી છે. હાલ નર્મદા ડેમ 114.38 મીટર પર પહોંચી છે. ધીમે ધીમે સપાટીમાં વધારો થઈ રહ્યો છે.

Captivating scenes created near the Statue of Unity in rainy weather! See in pictures

સરદાર સરોવરના CHPHના 2 પાવર હાઉસ ચાલુ કરાયા છે અને વીજ ઉપ્તાદન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે સારા વરસાદને પગલે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચશે અને સરદાર સરોવર છલોછલ ભરાશે એવી શક્યતાઓ નર્મદા નિગમના આધિકારીઓ રાખીને બેઠા છે. હાલ પાણીની આવક થતાં સૌરાષ્ટ્ર કચ્છ સુધી પાણી પહોંચાડવા નર્મદાની મુખ્ય કેનાલમાં 8409 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending

Copyright © 2018 - 2021 Gujju Media.