સાન્ડ કી આંખ જોયા બાદ તાપસીની માતાએ કર્યા વખાણ

તાપસી પન્નુની માતા નિર્મલજીતે ‘સાન્ડ કી આંખ’ ફિલ્મ જોયા બાદ તાપસીને કહ્યું કે, તને એક્ટિંગ આવડી ગઈ છે. તાપસીએ આ વાત તેના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેણે પોતાની માતા સાથેનો એક ફોટો પણ શેર કર્યો હતો.

તાપસીએ પોતાની ફિલ્મ ‘સાન્ડ કી આંખ’ને દરેક માતાને સમર્પિત કરીને લખ્યું કે, ‘અને તેમણે જોયું… અને મેં તે તેમની સાથે જોયું….અને તેમણે વધુ એક વાર કહ્યું તને એક્ટિંગ આવડી ગઈ છે. મારી માતા ઘણું ઓછું બોલે છે. તમે પણ નિશ્ચિત કરજો કે તમે તમારી માતાને સાથે લઈને જાઓ. આ તેમના માટે છે…..‘સાન્ડ કી આંખ’ ફિલ્મને અનુરાગ કશ્યપે પ્રોડ્યૂસ કરી છે.

ફિલ્મમાં તાપસી પન્નુ અને ભૂમિ પેડનેકર લીડ રોલમાં છે. આ ફિલ્મ દુનિયાના સૌથી ઘરડા શાર્પ શૂટર્સ ચંદ્રો તોમર અને પ્રકાશી તોમરની સ્ટોરી પર આધારિત છે. ફિલ્મમાં પ્રકાશ ઝા અને વિનીત કુમાર સિંહ પણ મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મ 25 ઓક્ટોબરના રોજ રિલીઝ થઇ રહી છે.

 

Join the discussion

Your email address will not be published. Required fields are marked *