અનુષ્કા શેટ્ટી પહેલા યોગ પ્રશિક્ષક તરીકે કરતી હતી કામ

બાહુબલી 2 હિટ થયા પછી અનુષ્કા શેટ્ટી એટલે કે દેવસેના લોકપ્રિય થઈ. આ ફિલ્મ દરમિયાન પ્રભાસ અને અનુષ્કાના અફેરની પણ ઘણી ચર્ચા થઈ હતી.

અનુષ્કા હજુ પણ સાઉથની ફિલ્મો કરી રહી છે. તેનો બોલિવૂડમાં આવવાનો કોઈ ઇરાદો નથી. અનુષ્કા શેટ્ટીનું અસલી નામ સ્વીટી શેટ્ટી છે. અનુષ્કાએ 2005માં ફિલ્મ ‘સુપર’ થી શરૂઆત કરી હતી. અનુષ્કાના ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી કોઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નથી.ફિલ્મોમાં આવ્યાં પહેલા અનુષ્કા શેટ્ટી મેંગલુરુમાં એક યોગ પ્રશિક્ષક તરીકે કામ કરતી હતી. તેની સુંદરતા જોઈને એક ડિરેક્ટરે તેને આ ફિલ્મની ઑફર કરી.

અનુષ્કાએ વર્ષ 2005માં તેની પહેલી ફિલ્મ ‘સુપર’ માં કામ કર્યું હતું. ત્યારબાદ તેણે અનેક તેલુગુ ફિલ્મો કરી.અનુષ્કાની ફિલ્મ ‘સાઇઝ ઝીરો’ એ તેની એક યાદગાર ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મ માટે તેણે 20 કિલો વજન વધાર્યું હતું. અનુષ્કાએ ખૂબ જલદી સફળતા મેળવી. 2010માં અનુષ્કાએ તામિલ ફિલ્મ સિંઘમમાં કામ કરીને લોકોને દીવાના બનાવ્યા હતા.વર્ષ 2013 માં, સિંઘમ 2માં અનુષ્કાએ પણ શાનદાર અભિનય કર્યો. વર્ષ 2009ની ફિલ્મ ‘બિલ્લા’ માં અનુષ્કા શેટ્ટીએ પ્રભાસ સાથે કામ કર્યું હતું.

 

Join the discussion

Your email address will not be published. Required fields are marked *