શિયાળામાં ઘરે બનાવો પ્રખ્યાત લીલી હળદરનું શાક

શિયાળાની શરૂઆત થતા જ બજારમાં હળદર આવવાની શરૂ થઈ જાય છે. તમે શાક માર્કેટમાં જાઓ ત્યારે તમને પીળી અને સફેદ એમ બે પ્રકારની હળદર જોવા મળશે. જોકે ઠંડીનું આગમન થતા જ લોકો લીલી હળદરનું શાક બનાવવા લાગે છે. લીલી હળદરું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. ત્યારે આજે અમે તમારા માટે ખાસ લીલી હળદરના શાકની રેસિપી લઈને આવ્યા છીએ.

સામગ્રી:

 • લીલી હળદર ૩૦૦ ગ્રામ
 • બાફેલા વટાણા ૧૫૦ ગ્રામ
 • ડુંગળીની પેસ્ટ ૨૦૦ ગામ
 • ટામેટાંની પેસ્ટ – ૨૦૦ ગ્રામ
 • લસણની કળી- ૭ થી ૮
 • દહીં-૩૫૦ ગ્રામ
 • ચોખ્ખુ ઘી ૨૦૦ ગ્રામ
 • આદુની પેસ્ટ- ૩
 • ચમચી મરચાની પેસ્ટ – ૪
 • ચમચી સમારેલી કોથમીર- ૧૫૦ ગ્રામ
 • ગોળ- ૧૦૦ ગ્રામ
 • મીઠું અને લાલ મરચું (સ્વાદ અનુસાર)

બનાવવાની રીત:

સૌ પ્રથમ લીલી હળદરને છોલીને ધોઈને છીણી નાખવી.
ત્યાર બાદ એક પેનમાં ઘી મૂકો. આ પછી ધીમી આંચે હળદર બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો (હળદર બળી ન જાય તેનું ધ્યાન રાખો).
ત્યારબાદ તેમાં ટામેટાંની ગ્રેવી ઉમેરો.
પેનમાં રહેલું ઘી છૂટું પડે એટલે તેમાં આદું ભભરાવી દો અને 2 મિનિટ સુધી શાકને ચડવા દો.
આ બાદ તેમાં મરચાની પેસ્ટ, મીઠું અને લાલ મરચું નાખો.
આ પછી વટાણા અને ગોળ ઉમેરીને શાકમાં મિક્સ કરો.
છેલ્લે શાકમાં દહીં મિક્સ કરીને 5થી 7 મિનિટ સુધી ચડવા દો.
હવે શાકને કોથમીર અને કોપરાનું છીણ ભભરાવીને ગાર્નિશ કરી લો.

તમારું લીલી હળદરનું સ્વાદિષ્ટ અને તીખું શાકને રોટલા જોડે ગરમ ગરમ સર્વ કરો.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *