‘૧ રાતના એક કરોડ આપીશ’ Video શેર કરતાં જ આ એક્ટ્રેસને મળવા લાગી આવી ઑફર્સ, આપ્યો જડબાતોડ જવાબ

થોડાક દિવસ પહેલા તેલુગુ ફિલ્મ જેમ્સ બૉન્ડ અને ઑક્સીજનમાં નજરે પડેલી એક્ટ્રેસ સાક્ષી ચૌધરી હાલ એક વીડિયોના કારણે ટ્રોલ થઇ રહી છે. તે અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આ વિડીયોને શેર કર્યા બાદ સાક્ષી યૂઝર્સનાં નિશાને આવી ગઇ હતી. સાક્ષીને યૂઝર્સે અભદ્ર કૉમેન્ટ કરવાનું શરૂ કર્યું હતુ. આ દરમિયાન તેને એક વ્યક્તિએ એક રાતનાં એક કરોડ રૂપિયા ઑફર કર્યા હતા, ત્યારબાદ સાક્ષીએ તેને જોરદાર જવાબ આપ્યો હતો.

સાક્ષીએ જણાવ્યું કે, આ મેસેજમાં પૈસાના બદલે સેક્સુઅલ ફેવરની વાત કરવામાં આવી રહી છે. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું કે, વીડિયો જોયા બાદ લોકો પાગલ થઇ રહ્યાં છે. મને એક રાતના એક કરોડ રૂપિયા આપવાની ઑફર કરવામાં આવી રહી છે. પરંતુ તેઓ મુર્ખ છે. હું પૈસા માટે આવા કામ ન કરી શકું.

સાક્ષીએ લખ્યું કે, બસ મને જોઇને કામ ચલાવો અને મેગનેટ જોવા ફર્સ્ટ શૉ જાઓ. જણાવી દઈએ કે સાક્ષી ચૌધરીની ‘મેગનેટ’ અપકમિંગ તેલુગૂ ફિલ્મ છે. ફિલ્મકાર સરને આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. આ ઉપરાંત સાક્ષી ફિલ્મ રુસ્તુમ દ્વારા પોતાના કન્નડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

કરિયરની વાત કરીએ તો સાક્ષી ચૌધરીએ Potugadu ફિલ્મથી પોતાનું ડેબ્યૂ કર્યું હતું. સાક્ષીએ વર્ષ 2013માં ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. સાક્ષી સેલ્ફી રાજામાં એક મહત્વપૂર્ણ પાત્ર ભજવી ચૂકી છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *