આ રીતે ઘરે બનાવો જામનગરના પ્રખ્યાત ઘૂઘરા: ઘૂઘરા ની વાનગી

ઘુઘરા

જામનગર જાવ એટલે ઘુઘરા તો ખાવા જ જોઈએ. ઘૂઘરા એ એવું મિષ્ટાન્ન છે જે ભાવે તો બધાને જ છે પરંતુ દિવાળી સિવાય ક્યારેય ઘરમાં બનતુ નથી. દિવાળી આવે એટલે દરેક ઘરમાંથી ઘૂઘરા તળાવાની મઘમઘતી સુગંધ આવવા માંડે. જો તમારે ઘૂઘરા હોય તો આ વાનગી અચૂક વાંચો. આ રીતે ઘૂઘરા બનાવશો તો જે ખાશે એ તમારા ચોક્કસ વખાણ કરશે.

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ

સામગ્રી:

 • ૧૨૫ ગ્રામ રવો
 • ૧૨૫ ગ્રામ ઘી (શેકવા માટે)
 • ૨૫૦ ગ્રામ ઘી તળવા માટે
 • ૧/૨ ટેબલ સ્પુન એલચી પાવડર
 • ૨૦૦ ગ્રામ દળેલી ખાંડ
 • ૧/૨ ટી સ્પુન ખસખસ
 • ૫૦ ગ્રામ કોપરાનું છીણ
 • ૨૫૦ ગ્રામ મેંદો

બનાવવાની રીત:

 1.  ૧૨૫ ગ્રામ ઘીમાં ૧૨૫ ગ્રામ રવાને ગેસની ધીમી આંચે આછા બદામી રંગનો થાય ત્યાં સુધી હલાવીને શેકો.
 2. શેકાયેલા રવાને ઠંડો થવા દો.
 3. મેંદામાં ૧ ટેબલ સ્પુન ઘીનું મણ નાખી બરાબર હલાવી થોડી ખાંડવાળા ગળ્યા પાણીથી લોટ બાંધો.લોટની ઉપર ભીનું કપડુ રાખી એક તરફ રાખો.
 4. શેકેલા ઠંડા રવામાં ૨૦૦ ગ્રામ દળેલી ખાંડ,૧/૨ ટેબલ સ્પુન ખસખસ,૫૦ ગ્રામ કોપરાનું છીણ નાખીનેબરાબર હલાવી મિક્સ કરો.
 5. પછી મેંદાના લોટની ૪ થી ૫ ઇંચના ડાયામીટરની પુરી વળી તેમાં એક ટેબલ સ્પુન રવાનું પુરણ વચ્ચે મુકી પુરીને અડધી વાળીને બંધ કરો.કિનારીને તમારી રીતે ડિઝાઇન કરો.
 6. થોડા થોડાઘુઘરાને ધીમાં ગેસની ધીમી આંચે આછા ગુલાબી રંગના તળો.
 7. ગરમ પીરસો.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *