જટપટ બનાવો ફરાળી સાબુદાણાની ખીચડી: ઉપવાસમાં એક વાર જરૂર બનાવજો

ફરાળી સાબુદાણાની ખીચડી

મિત્રો શ્રાવણ માસમાં ઘરે દરરોજ કઈક નવીન ફરાળી વાનગી બનાવવા માં આવે છે. તેમજ શ્રાવણ માસમાં નવા નવા વ્રત તહેવાર આવે છે. ત્યારે કઈક નવીન ફરાળી વાનગી પણ બનાવવા નું મન થાય. તો ચાલો આજે અમે તમને સાબુદાણા ની ખીચડી ની રેસીપી શીખવાડીશું.

સામગ્રી:

 1. 125 ગ્રામ સાબુદાણા
 2. 125 ગ્રામ બટાકા
 3. 125 ગ્રામ સીંગદાણા
 4. 2 ટે સ્પૂન ઘી
 5. 1 ટી સ્પૂન જીરું
 6. 1/2 ટી સ્પૂન તજ-લવિંગ નો ભૂકો
 7. 1 નંગ લીંબુ
 8. 2 ટે સ્પૂન ખાંડ
 9. 3 ટે સ્પૂન કોપરા ની છીણ
 10. 1 ટી સ્પૂન વાટેલા મરચાં
 11. મીઠું પ્રમાણસર

બનાવવાની રીત:

સાબુદાણાને રાત્રે પલાળી મૂકવા, તેમાં પાણી અડધો કપ જેટલુ જ રહેવા દેવુ. અથવા સાબુદાણા 2 થી 3 કલાક શુધી પલાળી રાખશો તો પણ ચાલશે.

બટાકા ના નાના ટુકડા કરીને બાફવા કે તળવા.

સીંગદાણા સેકીને ફોતરાં ઉડાડી અધકચરા ખાંડી નાખવા અથવા મિક્સરમાં કાઠી લેવા.

Sing Dana

સાબુદાણાની અંદર સીંગદાણાનો ભૂકો, મીઠુ અને ખાંડ મિક્સ કરી રાખો.

એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમા જીરુ અને લીમડો તતડાવો.

sabudani kichadi

પછી તેમા વાટેલા લીલા મરચા નાખી સૌ પ્રથમ બટાકા નાખો.

sabudani kichadi

બટાકા સાધારણ સાંતળ્યા પછી તેમા સાબુદાણાનુ મિશ્રણ નાખી દો.

sabudani kichadi

સાધારણ પાણીનો છટકાવ કરીને સાબુદાણા 5 મિનિટ માટે ઢાકી મૂકો.

લીંબુનો રસ નાખી હલાવો અને સમારેલા ધાણા ભભરાવી ગેસ પરથી ઉતારી લો.

તો હવે રાહ શાની જુવો છો, બનાવો આ જટપટ ફરાળી વાનગી.

આ પણ વાંચો: 

ઉપવાસમાં ખાસ બનાવો કેળાં ના પકોડા: સ્વાદિષ્ટ ફરાળી વાનગી

Join the discussion

Your email address will not be published. Required fields are marked *