કરનજોહરની પાર્ટીમાં સ્ટાર્સનો મેળો, નાઈટ પાર્ટીમાં સ્ટાર્સે કરી ધમાલ-મસ્તી

બોલિવુડ સ્ટાર એવોર્ડ ફગ્શન કે મોટી ઇવેમ્ટ અને પાર્ટીમાં સાથે જાવા મળતા હોય છે… બોલિવૂડ ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર કરન જોહરે હાલમાં જ પોતાના ઘરે મિત્રોને પાર્ટી આપી હતી.

આમ પણ કરન જોહર ફ્રેન્ડ્સને અવાર-નવાર પાર્ટી આપતો હોય છે. કરને પોતાના ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, વરુણ ધવન, તેની પ્રેમિકા નતાશા દલાલ, અર્જુન કપૂર, મલાઈકા અરોરા, વિકી કૌશલ, ઝોયા અખ્તર, શાહિદ કપૂર-મીરા રાજપૂત આવ્યા હતાં.


આ લેટ નાઈટ પાર્ટીમાં સ્ટાર્સે ઘણી જ ધમાલ-મસ્તી કરી હતી. કરને આ વીડિયો ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યો હતો. વીડિયોમાં તમામ સ્ટાર્સ એકબીજા સાથે વાત કરવામાં અને મસ્તી કરતાં જોવા મળ્યાં હતાં. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ બન્યો છે.


આ વીડિયો શૅર કરીને કરન જોહરે કેપ્શન આપ્યું હતું, સેટરડે નાઈટ વાઈબ્સ.પાર્ટીમાં આલિયા ભટ્ટ તથા રણવીર સિંહ જોવા મળતા નથી. રણવીર સિંહ હાલમાં લંડનમાં ‘83’ના શૂટિંગમાં વ્યસ્ત છે. જ્યારે આલિયા ભટ્ટ ઉટીમાં ‘સડક 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *