મહારાષ્ટ્રની અષ્ટવિનાયક યાત્રા: અતિ પ્રાચીન છે આ ૮ મંદિર…

મહારાષ્ટ્રની અષ્ટવિનાયક યાત્રા:

આપણે સૌ જાણીએ છીએ કે મહારાષ્ટ્ર ના લાલબગચા રાજા વિશ્વ વિખ્યાત છે. મહારાષ્ટ્ર વિસ્તાર માં ભગવાન શ્રી ગણેશજીના આઠ મંદિરો આવેલાં છે. આ આઠ મંદિર અતિ પ્રાચિન છે અને ભગવાન ગણેશજીની આઠ શક્તિપીઠ ગણાય છે. મહારાષ્ટ્રના પુનાની નજીક 20 થી 110 કિ. મી. ના ક્ષેત્રમાં આઠેય મંદીરો પ્રચલિત છે. ગણેશ ઉત્સવ દરમિયાન તેમજ વર્ષભરના તમામ દિવસોમાં અષ્ટવિનાયકના યાત્રાસ્થાનોની આસ્થા ભક્તો માટે અકબંધ છે. તો આજે અમે તમને કરાવી શુ મહારાષ્ટ્રની અષ્ટવિનાયક યાત્રા…

1. શ્રીમોરેસ્વર ગણેશજી મંદિર: મોરેગાવ – પુના

shree_mayureshwarmorgaon

આ મંદિર પુનાથી ૮૦ કિલોમીટર દૂર સ્થિત છે. આ મંદિરના ચારે ખૂણે મિનારા છે. આ મંદિરમાં ગણેશજીની બેઠી મૂર્તિ બિરાજમાન છે. આ ગણેશજીની મૂર્તિને ચારભુજા અને ત્રણ નેત્ર છે. કહેવાય છે કે આ ગણેશજીએ મોર પર સવાર થઈને સિંધુરાસુર અસુરનો વધ કર્યો હતો તેથી મયૂરેસ્વર ગણેશજી નામથી ઓળખાય છે.

2. સિદ્ધિવિનાયક મંદિર: કરજત – હમદનગર

Shree Siddivinayak

પુનાથી લગભગ 200 કિ.મી. દૂર ભીમ નદીના કિનારે આ પવિત્ર મંદિર આવેલુ છે. આ મંદિર ની ગણના સોંથિ પુરાતન મંદિરમા થાય છે. એવું માનવામાં આવે છે કે શ્રીહરિ વિષ્ણુભગવાને અહીંયા અનેક સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેમજ આ મંદિર પહાડની ટોચ ઉપર સ્થિત છે.

3. શ્રીબલ્લાલેશ્વર મંદિર: પાલ્લી ગાવ – રાયગઢ

Shree Ballashwar

દંતકથા અનુસાર બાળક બલ્લાલ ગણેશજીનો ભક્ત હતો. એક દિવસ તેણે ગણેશજીની પૂજામાં પોતાના મીત્રોને બોલાવ્યા અને આ પૂજામાં બલ્લાલનાં મીત્રો રોકાઈ ગયા. તેથી તેના મિત્રોના માતા-પિતાએ બલ્લાલને ખૂબ માર મારીને ગણેશમૂર્તિની સાથે બલ્લાલને જંગલમાં ફેંકી દીધો. ગંભીર હાલતમાં પણ બલ્લાલ ગણેશમંત્ર જાપ કરતો રહ્યો. તેની આ ભક્તિ જોઇ ગણેશજી પ્રસન્ન થયા અને બલ્લાલની ઇચ્છા મુજબ અહીં ‌સ્થિર થયા.

4. શ્રી વરદવિનાયક મંદિર: કોલ્હાપુર રાયગઢ

Shree Varad Vinayak

અષ્ટવિનાયક યાત્રાનું આ ચોથું મંદિર છે. સુંદર પર્વતીય ગામ મહાડમાં આ મંદિર આવેલું છે. દંત કથા મુજબ આ ક્ષેત્રમાં ગણેશજી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરવાનું વરદાન આપે છે. આ મંદિરમાં નંદદીપ નામે દિપક છે. આ દિપક અનેક વર્ષોથી અખંડ પ્રજવલિત છે.

5. ચિંતામણી ગણેશ મંદિર: થેઉરગાવ – પુના

Shree Chintamani

આ મંદિર પુના જીલ્લાના હવેલી ક્ષેત્રમા આવેલું છે. મંદિર ની પાસે ત્રણ નદીનો સંગમ છે. ભીમ, મુલા અને મુથા નામની ત્રણ નદીઓના કિનારે ચિંતામણિ ગણેજી બિરાજમાન છે. કહેવાય છે કે બ્રહ્માજીએ પોતાના વિચલિત મનને સ્થિર કરવા અહીંયા તપસ્યા કરીને મન સ્થિર કર્યું હતુ.

6. શ્રી ગિરિજાત્મજ મંદિર: લેણયાદ્રિ – પુના

Shree Girijatmaka

આ મંદિર પુના નાસિક રાજમાર્ગ ઉપર 90 કિ.મી. દુર સ્થિત છે.ગિરિજાત્મજનો અર્થ પાર્વતીના પુત્ર ગણેશ એવો થાય છે. બુદ્ધગુફાના સ્થાન ઉપર પહાડી ઉપર આ મંદિર સ્થિત છે. મંદિરો પહોંચવા 300 પગથિયાં ચડવા પડે છે. સમગ્ર મંદિર એક જ પથ્થરની શીલામાંથી બનેલું છે.

7. શ્રી વીઘ્નેસ્વર ગણપતિ મંદિર: ઓઝર

Shree Vighneshwar

પુના ના ઓઝર જિલ્લાના જૂનુર ક્ષેત્રમાં આ મંદિર આવેલુ છે. પુના નાસીક રોડ ઊપર નારાયણગાવથી ઓઝર 85 કિ.મી. દુર છે. માન્યતા મુજબ વિધનાસુર રાક્ષસ સંતો અને બ્રાહ્મણોને ત્રાસ આપતો હતો. ગણેશજીએ લોકોને ત્રાસમુકત કરવા અહિયાં અસુરનો વધ કાર્યો હતો. આ ક્ષેત્રમાં આવતા ભક્તોના તમામ વિઘ્નો દૂર થઇ જાય છે.

8. શ્રીમહાગણપતિ મંદિર: રાજણગાવ

Shree Mahaganpati

અષ્ટવિનાયક યાત્રાના આઠમા ગણપતિ પુના હમદનગર રાજમાર્ગ ઉપર 50 કિ.મી. દૂર સ્થિત છે. મંદિરનો પ્રવેશદ્વાર પુર્વ દિશામાં છે. દંતકથા મુજબ મંદિરની મૂળ મૂર્તિને છુપાવેલી છે. પ્રાચિન સમયમાં વિદેશીઓએ આક્રમણ કર્યું તેથી મૂર્તિને બચાવવા માટે મૂર્તિને તિજોરીમાં છુપાવેલી દીધી હતી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *