મહેશ ભટ્ટે બોલિવૂડની અભિનેત્રીઓની બદલી નાખી કિસ્મત, નંબર 4 ની અભિનેત્રી બની ગઈ સુપર સ્ટાર

બોલીવુડ દુનિયામાં એવા કેટલાંય નિર્માતાઓ છે કે જેણે અનેક સુપરહીટ ફિલ્મો આપી છે. આ સુપરહિટ ફિલ્મ માં કામ કરનારા અભિનેતા રાતોરાત સ્ટાર બની જાય છે. ત્યારે મહેશ ભટ્ટ ની વાત કરવામાં આવે તો તે સમાજના લગતા વિષયો પર ફિલ્મ બનાવવાનું પસંદ કરે છે. અને તેમની આ સ્ટાઇલના કારણે કેટલાય સ્ટારોની કિસ્મત ખુલી ગઈ છે.

1. અનુ અગ્રવાલ

90 ના દર્શકની સૌથી ફેમસ અને લોકપ્રિય મુવી આશિકી એટલી હિટ થઈ ગઈ કે આ ફિલ્મમાં કામ કરનાર કલાકારો રાતોરાત સ્ટાર બની ગયા. અને આ ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે અનુ અગ્રવાલે મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી. તે આ ફિલ્મ કર્યા બાદ રાતોરાત લોકપ્રિય બની ગઈ હતી. પરંતુ 1999 માં અકસ્માત થવાના કારણે અનુ અગ્રવાલે બૉલીવુડ જગતને ગુડબાય કહી દીધું.

2. પૂજા ભટ્ટ

બોલીવુડ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે બે લગ્ન કર્યા છે, જેમાં પહેલા લગ્નમાં તેમને એક દીકરી અને એક દીકરાનો જન્મ થયો. મહેશ ભટ્ટ 1989 એક ફિલ્મ બનાવી હતી. અને આ ફિલ્મ તેમણે તેમની દીકરી પૂજા ભટ્ટને લોન્ચ કરી હતી. આ ફિલ્મ એટલી સુપરહિટ રહી કે પૂજા ભટ્ટ રાતોરાત ફેમસ થઈ ગઈ હતી. પૂજા ભટ્ટ આ મૂવી બાદ બીજી અન્ય ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. પરંતુ તે હવે અભિનેત્રી તરીકે નહીં પરંતુ એક નિર્માતા તરીકે બોલિવૂડમાં કામ કરી રહી છે.

3. બિપાશા બાસુ

બોલીવુડ ઈન્ડસ્ટ્રીની હોટ અને બોલ્ડ અભિનેત્રીઓમાં બિપાશા બાસુ નું નામ સામે આવે છે. બિપાશા બાસુ 2001માં આવેલ અજનબી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ 2002માં તેમણે રાઝ અને જીસ્મ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું અને આ ફીલ્મો બાદ તેમને બોલીવુડમાં લોકો ઓળખવા લાગ્યા હતા. પરંતુ હાલ તો લગ્નજીવન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહીને પોતાના સાંસારિક જીવનની મજા માણી રહ્યા છે.

4.કંગના રાણાવત

બોલીવુડની ક્વીન તરીકે ઓળખાતી કંગના રાણાવત 2006માં આવેલી ફિલ્મ ગેંગસ્ટર માં મુખ્ય કિરદાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અને હાલ તે બોલિવૂડમાં ઘણું નામ કમાઇ ચૂકી છે. કંગના પોતાની ફિલ્મો સિવાય અંગત જિંદગીના લીધે પણ સમાચારો માં રહે છે. જણાવી દઈએ કે કંગના એ મહેશ ભટ્ટ સાથે ગણી ફિલ્મોમાં કામ કર્યું છે.

5. સની લિયોની

બોલિવૂડની હોટ એન્ડ બોલ્ડ આઈટમ ગર્લ એટલે કે સની લીયોની આ અભિનેત્રીને મહેશ ભટ્ટે બોલિવૂડમાં લોન્ચ કરી અને હાલ તે બોલિવૂડમાં ધૂમ મચાવી રહી છે. અને એક થી એક સુપરહિટ ફિલ્મો કરી રહી છે…

Join the discussion

Your email address will not be published. Required fields are marked *