જ્યારે મારી બેસ્ટ ફ્રેન્ડ આજુબાજુમાં હોય છે ત્યારે પત્નીને નથી ગમતું, હું શું કરુ?

લગ્નના દસ વર્ષ પછી ઉભી થઈ મુશ્કેલી


મારા લગ્નના સમયને દસ વર્ષ થયા છે અને મારે બે બાળકો પણ છે. મારુ લગ્નજીવન પણ સુંદર રીતે પસાર થઈ રહ્યું છે. મારી પત્ની અને હું એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. હવે વાત એ છે કે છેલ્લા પંદર વર્ષથી મારે એક ફીમેલ ફ્રેન્ડ છે. જે પરીણિત છે અને તેની મેરિડ લાઈફ પણ સારી રીતે પસાર થઈ રહી છે. અમારા ફેમિલી વચ્ચે ખૂબ જ સારુ બોન્ડિંગ છે. જોકે, જ્યારે તેણી આસપાસ હોય છે ત્યારે મારી પત્ની અસુરક્ષિત મહેસુસ કરે છે અને અમારી ફ્રેન્ડશિપથી પણ અસહજ છે.

પત્નીના મનમાં છે આવી શંકા


મારી પત્નીને અનેકવાર જણાવ્યા પછી પણ તેનું એવું વિચારવું છે કે અમે બન્ને ભૂતકાળમાં એકબીજાને ડેટ કરતાં હતાં અને હજુ પણ મને તેના પ્રત્યે લાગણીઓ છે. હું મારી પત્નીને ખુશ રાખવા ઈચ્છું છું પરંતુ તેના બદલે હું મારી આ ફ્રેન્ડશીપને તોડવા પણ નથી ઈચ્છતો. મહેરબાની કરી મને જણાવો હું શું કરું?

મુશ્કેલ છે ફ્રેન્ડ્સ અને પત્ની વચ્ચેનું સંતુલન


જવાબઃ કેટલીકવાર દોસ્તો અને પત્ની વચ્ચે બેલેન્સ રાખવું ખૂબ જ મુશ્કેલીભર્યું રહે છે. આ બન્ને એક જ વ્યક્તિ માટે ખૂબ જ કાળજી રાખતા હોય છે. આ કારણે જ તેમનામાં અસુરક્ષાની ભાવના જન્મે છે. તમે કહ્યું છે કે તમારુ લગ્નજીવન ખૂબ જ સુંદર રીતે પસાર થઈ રહ્યું છે. જોકે, તમારી પત્નીને તમારી બેસ્ટ ફ્રેન્ડથી મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે.

ફ્રેન્ડશીપ અને લગ્નજીવનમાં બેલેન્સ


હું સમજું છું કે તમે એક મુશ્કેલભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છો. જેમાં જ્યારે તમારી બેસ્ટ ફ્રેન્ડ આજુબાજુ હોય છે ત્યારે તમારી પત્ની અસહજ થઈ જાય છે. હું સમજું છું કે આ વિશે તમારે તમારી પત્ની વિશે વાત કરવી જોઈએ અને તમારી વચ્ચે રહેલી ફ્રેન્ડશીપ વચ્ચે વાત કરવી જોઈએ. તમારા ફેમિલીનું બોન્ડિંગ ભલે સારુ હોય પરંતુ તમે કહ્યાં મુજબ જો તમારી પત્ની એવું વિચારી રહી હોય કે તમારા વચ્ચે ભૂતકાળમાં સંબંધો હતાં તો એ મુશ્કેલીભર્યું છે.

સારુ કરવું જોઈએ બોન્ડિંગ


પહેલા તો પ્રયત્ન કરો અને તમારી પત્નીની અસુરક્ષિતતાની લાગણીનું કારણ શોધો. શું તમારી ફ્રેન્ડ તરફથી પત્ની કોઈ ઈમોશનલ અત્યાચાર થતો હોય તેવું અનુભવી રહી છે? તેની સામે તમારો પ્રેમ વ્યક્ત કરીને તમારા બન્ને વચ્ચેનું બોન્ડિંગ વધુ મજબૂત થાય તેવું કરો. તમે બન્ને એકબીજા સાથે દસ વર્ષથી છો જેથી કદાચ તેને એવું લાગી રહ્યું હોય કે તમે તેને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યાં છો.

પત્ની સાથે ખુલ્લા મને કરો ચર્ચા


બીજું, તમારી પત્નીનો કોન્ફિડન્સ વધારવામાં મદદ કરો અને તેને શું જોઈએ છે તે વિશે ચર્ચા કરો. હવે ત્રીજી વાત, તમે કોઈ મેરેજ કાઉન્સેલરની પણ મદદ લઈ શકો છો. તમારે તમારી મેરિડ લાઈફ અને ફ્રેન્ડશીપ વચ્ચે એક સરહદ નક્કી કરો. તમારા સંબંધોને પરીણિત જીવનમાં અને ફ્રેન્ડશીપમાં વચ્ચે ભેળસેળ ન કરો. તમારે થોડું ધૈર્ય અને સંયમ રાખીને તમારી પત્નીને સમજાવવાની જરુર છે. આ માટે પહેલા તમારી જાતને શાંત રાખવી પડશે. જેથી તમારા બન્ને વચ્ચે કોઈ અથડામણની સ્થિતિ ન સર્જાય. આ માટે તમારે તેને પૂરતો સમય આપવાની જરુર છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *