PSE Stocks
Nifty PSE Index: આ વર્ષની શરૂઆતથી નિફ્ટી 50 માત્ર 4 ટકા ઉપર છે, જ્યારે નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ લગભગ 25 ટકા ઉપર છે…
સરકારી કંપનીઓના શેર છેલ્લા કેટલાક સમયથી સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. ગયા વર્ષે ઘણા PSE શેર્સ મલ્ટિબેગર સાબિત થયા હતા. સારી વાત એ છે કે તેમની રેલી હજુ પણ ચાલુ છે.
વર્ષ 2024માં અત્યાર સુધીમાં સરકારી કંપનીઓ એટલે કે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (PSE)ના શેરોએ સારું પ્રદર્શન કર્યું છે. નિફ્ટી PSE ઇન્ડેક્સના તમામ ઘટકો આ વર્ષે અત્યાર સુધી ગ્રીન ઝોનમાં છે.
આ ઇન્ડેક્સ છેલ્લા એક વર્ષમાં 112 ટકાના ઉછાળા સાથે મલ્ટિબેગર રિટર્ન આપવામાં સફળ રહ્યો છે. 2024માં અત્યાર સુધી આ ઈન્ડેક્સે નિફ્ટીના 4%ની સરખામણીએ 25% વળતર આપ્યું છે.
આ વર્ષે, ઓઈલ ઈન્ડિયા સરકારી શેરોમાં મોખરે છે, જેના શેરના ભાવમાં 2024માં અત્યાર સુધીમાં 66 ટકાથી વધુનો વધારો નોંધાયો છે.
તે પછી, NALCO, BHEL, હિન્દુસ્તાન એરોનોટિક્સ અને NHPC જેવા શેર છે, જેની કિંમતો અત્યાર સુધીમાં 40-40 ટકાથી વધુ વધી છે.
જો આપણે અન્ય PSE શેર્સ પર નજર કરીએ તો, ONGC, SAIL, BPCL, IOCL, BEL, GAIL, પાવર ગ્રીડ કોર્પોરેશન, HPCL અને કોલ ઈન્ડિયાના શેરમાં 20-20 ટકાથી વધુનો વધારો થયો છે.
વાસ્તવમાં સરકાર આ કંપનીઓના કેપેક્સ પર ફોકસ કરી રહી છે. બીજી તરફ ચૂંટણીમાં ભાજપ ફરી સત્તામાં આવવાના સંકેતો મળી રહ્યા છે. આ પરિબળો મળીને સરકારી કંપનીઓના શેરને ટેકો આપી રહ્યા છે.