જાયફળથી અનેક બિમારીમાં મળશે રાહત

રસોઈમાં સ્વીટ બનાવતી વખતે તેમાં જાયફળનો ઉપયોગ કરીએ છીએ. જાયફળથી પાચન સારી રીતે થાય છે અને નાની મોટી અનેક બિમારીમાં પણ રાહત મળે છે.

  • જાયફળનો ભૂકો કરી તેને પાણીમાં ઓગાળી નાક પર તેનો લેપ લગાવવાથી બંધ નાક ખુલી જાય છે. માથામાં થતા દુઃખાવામાં પણ રાહત મળે છે.
  • ગર્ભવતી મહિલાને સતત બેચેની થતી હોય તો જાયફળને પાણીમાં ઘસીને પીવડાવવાથી બેચેનીમાં રાહત મળે છે.
  • જાયફળને ક્રશ કરી તેને પાણી સાથે ફાકવાથી હૃદયની શક્તિ વધે છે અને ગભરામણ દુર થાય છે.
  • જાયફળને પાણીમાં ઘસીને તલના તેલમાં મિક્સ કરી ગરમ કરવું. ઠંડુ થાય ત્યારે કમરમાં દુઃખાવો થતો હોત તે જગ્યાએ માલીશ કરવાથી દુઃખાવામાં રાહત થશે.
  • જો અનિંદ્રાની સમસ્યા હોય તો જાયફળને પાણીમાં કે ઘીમાં ક્રશ કરીને પાંપણ પર લગાવવાથી ઊંઘ જલ્દી આવે છે.
  • જાયફળને પાણીમાં ઘસીને દિવસમાં ત્રણ વખત પીવાથી કબજિયાત દુર થાય છે. તેની સાથે સૂંઠનો પાઉડર પીવાથી પેટમાં ગેસની તકલીફ દુર થાય છે.
  • જાયફળના ટુકડાને મોઢામાં રાખી ચૂસવાથી ઊંઘ આવે છે અને વારંવાર તરસ નથી લગતી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *