પોપ સિંગર લેડી ગાગાએ સંસ્કૃતનો શ્લોક કર્યો ટ્વિટ

 

સિંગલ લેડી ગાગાના વિશ્વભરમાં ઘણા ફેન છે. જોકે, રવિવારે કદાચ ભારતમાં તેના ફોલોઅર્સની સંખ્યા અચાનક જ વધી ગઈ હશે. હકિકતમાં લેડી ગાગાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર સંસ્કૃતના શ્લોકનું ટ્વિટ કર્યું હતું. ત્યારબાદ ભારતીય ફેન્સ તેના ટ્વિટને લાઈક કરવા લાગ્યા અને કોમેન્ટ પણ કરી હતી.લેડી ગાગાએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે લોક સમસ્ત સુખિનો ભવન્તુ. તેનો મતલબ થાય છે કે સંસારમાં તમામ લોકો ખુશ રહે.

 

લેડી ગાગાના આ ટ્વિટ બાદ તેના વિદેશી ચાહકો ગૂગલમાં તેનો મતલબ શોધવા લાગ્યા હતા ત્યાં ભારતીય યુઝર્સ તેનાથી ખુશ થઈ ગયા હતા.

લેડી ગાગાના ટ્વિટમાં ઘણા ભારતીયોએ તે શ્લોકનો મતલબ સમજાવ્યો હતો તો ઘણા લોકોએ જય શ્રીરામ લખ્યું હતું. ઘણા લોકો કોમેન્ટમાં અન્ય કેટલાક શ્લોક પોસ્ટ કરી રહ્યા છે. જોકે, ઘણા લોકોએ એવો પણ અંદાજ લગાવ્યો છે કે કદાચ તેની આ પોસ્ટ તેના આગામી આલ્બમ તરફ ઈશારો કરી રહી છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *