ચોખાના લાડું

ચોખાની રેસીપી તો તમે ખૂબ ખાધી હશે જેવી કે ચોખાના પાપડ ,ચેવડો,ચકરી,  પણ શું ક્યારેય તમે ચોખાના લાડું ટ્રાય કર્યા છે? ઓછા સમયમાં બનનારી આ રેસીપી તમારા મોઢાનો ટેસ્ટ બદલી નાખશે. તો આજે આપણે ચોખાના લાડુંંની રીત જોઈએ.

જરૂરી સામગ્રી :

  • ચોખાનો લોટ : 500 ગ્રામ
  • ઘી : 100 ગ્રામ
  • રવો : 100 ગ્રામ
  • ખાંડ : 400 ગ્રામ
  • દૂધ : 50 ગ્રામ
  • ડ્રાયફ્રુટ : 5 ગ્રામ
  • ઈલાયચી પાવડર : 1/2 ટી.સ્પુન
  • કેવડા એસેન્સ : 1/4 ટી.સ્પુન

બનાવવાની રીત :

એક કડાઈમાં  ઘી નાખીને ચોખાનો લોટ શેકો આછો ગુલાબી થઈ જાય ત્યાંં સુધી શેકો. તેમજ રવો પણ આ જ રીતે શેકી લો.

આ બંનેને થાળીમાં નાખીને સારી રીતે મિક્સ કરો. હવે તેમા મેવો, વાટેલી ઈલાયચી નાખીને સારી રીતે મિક્સ કરી લો.

ત્યાર બાદ 2 તારની ચાસણી તૈયાર કરી લો. પછી તેમા તરત કેવડા એસેન્સ અને ચોખા-રવાનુંં મિશ્રણ નાખો.

હાથમાં દૂધ લગાવીને મિશ્રણમાંથી લાડું બનાવી લો. તૈયાર છે તમારા સ્વાદિષ્ટ ચોખાના લાડું.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *