આ રીતે 96 કિલોની સારા અલીખાને ઘટાડ્યું હતું વજન

બોલીવુડમાં પોતાની મનમોહક અદાથી ઘાયલ કરનારી સારા અલી ખાન ચર્ચામાં છે. સારાની બે ફિલ્મો કેદારનાથ અને સિમ્બા સારી એવી હિટ ગઈ છે. આ ઉપરાંત સારા પોતાની ફેશન સેન્સ અને સ્ટાઇલ માટે ચર્ચામાં રહેતી હોય છે. બોલીવુડમાં આવતાં પહેલાં સારાનું વજન ૯૬ કિલો હતું.

સારાએ મહેનત અને ફિટનેસ દ્વારા પોતાનું વજન ઉતાર્યું હતું. બોલીવુડની નવા જનરેશનની તે સૌથી ફીટ અભિનેત્રી તરીકે ઓળખાય છે.

થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થયો હતો જેમાં સારા ફિટ અને તંદુરસ્ત રહેવા માટે શું કરે છે તે અંગે કહે છે તે જે ડાયેટ ફોલો કરે છે, તેમાં તેને ચિકન અને ઇંડા દિવસમાં ત્રણ વખત ખાવા જરૂરી છે.

તેનું કહેવું છે કે, થોડું થોડું નહીં પરંતુ દરરોજ બરોબર જમો. ડાયેટ કરવાથી શું વજન ઓછું થાય છે તેના ઉત્તરમાં તેણે કહ્યું કે તે માટે તમારે થોડો સમય આપવો પડશે અને મહેનત પણ લાગશે. ઉત્તમ પરિણામ માટે તમારે બેલેન્સ ડાયેટ અને એક સ્ટ્રીક્ટ કસરત ડાયેટ ફોલો કરવી પડશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *