40 વર્ષની થઇ શમીતા શેટ્ટી, બહેન શિલ્પાએ આ રીતે કર્યું વિશ

અભિનેત્રી શમિતા શેટ્ટી આજે તેમનો 41 મો જન્મદિવસ ઉજવી રહી છે. શામિતા હાલમાં થાઇલેન્ડના ફુકેટમાં છે જ્યાં શિલ્પા શેટ્ટી સહિતના તેના ઘણા મિત્રો પણ હાજર છે. શામિતાએ મૂવી મહોબ્બતે દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. ફિલ્મો ઉપરાંત, તે બિગ બોસ સહિત ઘણા રિયાલિટી શોમાં દેખાઈ ચુકી છે.

આ ખાસ પ્રસંગે શમીતા શેટ્ટી તેની બહેન શિલ્પા, તેના પતિ રાજ કુન્દ્રા અને કેટલાક મિત્રો સાથે થાઇલેન્ડના ફૂકેટમાં ઉજવણી કરતી હતી. આ પાર્ટીનું આયોજન શિલ્પા શેટ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ તસવીરોમાં જોઈ શકો છો કે આ પ્રસંગે શમિતા અને તેના બધા મિત્રો એક સફેદ રંગ ની ટી શર્ટ માં જોવા મળી રહ્યા છે. શિલ્પા શેટ્ટી તેની બહેન શમિતાને આશ્ચર્યચકિત કરવા માંગતી હતી અને તેથી જ તેણીએ આ પાર્ટીનું આયોજન કર્યું હતું.

સોશિયલ મીડિયા આ તસ્વીરો શેર કરતી વખતે શમિતાની મોટી બહેન શિલ્પા શેટ્ટી અને જીજા રાજ કુન્દ્રાએ તેમને ખૂબ પ્યાર થી આ  જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી છે.

જો કે શમિતા શેટ્ટી બોલીવુડમાં સફળ રહી નથી તેમ છતાં તેના કામને ટીવી રિઆલિટી  શોમાં ખુબ પસંદ કરવામાં આવ્યું  છે. હાલમાં  શિલ્પા ટીવી રિયાલીટી શો ખતરો કે ખીલાડીમાં જોવા મળી રહી છે.

આ પહેલા પણ શમીતા શેટ્ટી બિગ બોસ, ઝલક દિખલાજા જેવા હિટ શોમાં મળી હતી. આ સિવાય વર્ષ 2017 માં શમીતા શેટ્ટી હુવા બ્રૉ વેબ શ્રેણીમાં દેખાઈ હતી જેના માટે તેને ખૂબ જ પ્રશંસા મળી હતી.

શમીતા શેટ્ટીને ગણી વખત પૂછવામાં આવે છે કે હજુ સુધી તેમને લગ્ન કેમ નથી કર્યા. પણ તેનો તેમણે જવાબ આપ્યો નથી. જણાવી દઈએ કે શમીતા અભિનેત્રી, મોડેલ તેમજ ઈન્ટીઅર ડિઝાઇનર છે. શમીતાને તેના જન્મદિવસની શુભેચ્છા.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *