શિલ્પા શેટ્ટીના પુત્રએ સ્ટેજ પર કર્યો ડાન્સ

બોલીવુડ અભિનેત્રી અને ફિટનેસ આઇકોન શિલ્પા શેટ્ટી પોતાના ફિટનેસ વીડિયોને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ શિલ્પા શેટ્ટીનો પુત્ર વિયાન પણ પોતાની માતા કરતા ઉતરતો નથી, કારણ કે વિયાનના પ્રથમ સ્ટેજ પરફોર્મંસનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.  શિલ્પા શેટ્ટીએ પોતાના પુત્ર વિયાનના પહેલા સ્ટેજ પરફોર્મંસનો એક વીડિયો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. પરંતુ જ્યાં એક તરફ લોકો આ વીડિયોમાં વિયાનની પ્રશંસા કરી રહ્યાં છે

તો બીજી તરફ વીડિયો પર આવેલી અનિલ કપૂરની કોમેન્ટ પણ બધાનું ધ્યાન ખેંચી રહી છે. હવે આ વીડિયો પર બોલીવુડના તમામ સેલિબ્રિટીની કોમેન્ટ્સ આવી રહી છે. પરંતુ અહીં અનિલ કપૂરની કોમેન્ટ સૌથી અલગ છે. અનિલે લખ્યું છે, ‘શું ગુલાટી મારે છે તારો પુત્ર.’વીડિયોમાં જોઈ શકાય છે કે વિયાન પોતાના સ્કૂલના કાર્યક્રમમાં ડાન્સ અને સ્ટંટ કરી રહ્યો છે. તેણે શાનદાર રીતે સ્ટેજ પર એન્ટ્રી કરીને બધાને ચોંકાવી દીધા હતા.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *