43 વર્ષની સુષ્મિતા સેને 15 વર્ષ નાના BFને કર્યું આ રીતે કર્યું બર્થડે વિશ

ફરી પ્રેમને પામી ખુશ છે સુષ્મિતા


મુંબઈ: ફરી એક વાર પ્રેમમાં પડીને સુષ્મિતા સેનની તો જાણે દુનિયા જ બદલાઈ ગઈ છે. પોતાના 11મા બોયફ્રેન્ડ રોહમાન શૉલને તેના બર્થ ડેની સુષ્મિતાએ એવી જોરદાર સ્ટાઈલમાં શુભેચ્છા આપી હતી કે તેના ચાહકો ખુશ-ખુશ થઈ ગયા હતા.

ફોટો અને વીડિયો શેર કર્યા

સુષ્મિતા આજકાલ ફિટનેસ પર પણ ખાસ્સું ધ્યાન આપી રહી છે. પોતાના વર્કઆઉટના ફોટો શેર કરતી રહેતી સુષ્મિતાએ બોયફ્રેન્ડ રોહમાનના જન્મદિન પર ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટોગ્રાફ્સ અને વીડિયો શેર કર્યા હતા. જેમાં બંને લવ બર્ડ્સ વર્કઆઉટ કરી રહ્યાં છે.

ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યાં છે સુષ્મિતા-રોહમાન

માત્ર વર્કઆઉટ જ નહીં, સુષ્મિતાએ તો પોતાના નવા બોયફ્રેન્ડને બર્થડે પર ટાઈટ હગ આપ્યું હતું તેનો ફોટો પણ ખાસ શેર કર્યો છે. સુષ્મિતા અને રોહમાને દિવાળીમાં પણ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો, અને તેના બંને એડોપ્ટેડ બાળકો પણ તેમની સાથે જ હતાં.

2019માં પરણી જવાનો પ્લાન

એટલું જ નહીં, સુષ્મિતા અને રોહમાન 2019માં પરણી જવાનો પ્લાન પણ બનાવી રહ્યાં છે. રોહમાનને સુષ્મિતાના અડોપ્ટેડ બાળકો સાથે પણ સારું ફાવી ગયું છે. રોહમાન સુષ્મિતાને પ્રપોઝ કરી ચૂક્યો છે, અને તેનો તે સ્વીકાર પણ કરી ચૂકી છે.

2017માં થયું હતું બ્રેક-અપ

સુષ્મિતા રોહમાન પહેલા રેસ્ટોરાં ચેઈનના માલિક રિતિક ભસિન સાથે રિલેશનમાં હતી, પરંતુ 2017માં તેમનું બ્રેક-અપ થયું હતું. સુષ્મિતા અને રોહમાન એક ફેશન શોમાં સાથે જોવા મળ્યાં હતાં, અને ત્યારથી જ તેમની વાતો થવાનું શરુ થઈ ગયું હતું.

મોડેલ છે સુષ્મિતાનો BF

સુષ્મિતાનો બોયફ્રેન્ડ અનેક જાણીતા ડિઝાઈનર્સ માટે મોડેલિંગ કરી ચૂક્યો છે. સુષ્મિતા સેન 2015 પછી ફિલ્મી પડદેથી ગાયબ છે. વિશ્વ સુંદરીનો ખિતાબ જીત્યા બાદ તેણે 1995માં બોલિવુડમાં એન્ટ્રી કરી હતી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *