ફિલ્મ બાલાનું નવુ સોન્ગ થયું રિલીઝ

આયુષ્માન ખુરાના છેલ્લા ઘણા દિવસોથી પોતાની અપકમિંગ ફિલ્મ બાલાને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની વિરુદ્ધ ભૂમિ પેડનેકર અને યામી ગૌતમ છે. થોડા દિવસ પહેલા ફિલ્મનું પ્રથમ ગીત ડોન્ટ બી શાય રિલીઝ થયું હતું…….આ ગીત જોતા જ મ્યૂઝિક ચાર્ટ્સમાં છવાય ગયું હતું. હવે મેકર્સે બીજુ ગીત ના ગોરિયે પણ લોન્ચ કરી દીધું છે અને આ ગીત બધાને નાચવા પર મજબૂર કરી દેશે…….આ ગીતમાં તમને આયુષ્માન ખુરાનાની સેક્સી સાઇડ જોવા મળશે. ગીતની શરૂઆતમાં આયુષ્માન બ્લેક સૂટમાં એક રૂમમાં એન્ટર થતો જોવા મળે છે. આ ગીતની સૌથી ખાસ વાત છે કે તેમાં પંજાબી ફિલ્મોની દિલોની ધડકન સોનમ બજવા સ્પેશિયલ અપીયરેન્સમાં છે……આ શાનદાર ગીત તમને ડાન્સ કરવા પર મજબૂર કરી દેશે. આયુષ્માને આ ગીતને પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યું અને લખ્યું, એક એવુ ગીત જેને જોઈને તમે ના કહેશો અને કહી પણ નહીં શકો.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *