Connect with us

લાઈફ સ્ટાઈલ

એક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ

Published

on

એક્ઝિમા eczema

આપણી ચામડી સુંવાળી હોય, તંદુરસ્ત ત્વચા હોય ત્યાં સુધી આપણે તેના પ્રત્યે કોઇ ધ્યાન આપતા નથી. પરંતુ જેવી ચામડી પર કોઇ ખંજવાળ ચાલુ થાય કે ચીરો પડે અથવા ફોલ્લી થાય કે આપણો હાથ અનાયાસે પણ તરત તેના પર જઇ પડે છે. ચામડીનાં ઘણાં કાર્યો પૈકીનું એક કાર્ય છે, સંરક્ષણ. તેમાં કંઇક ગરબડ ઊભી થાય કે સંવેદના વધી જાય છે. ચોમાસાની ઋતુમાં ચામડીની વિશેષ સંભાળ રાખવી પડે છે. વિવિધ કારણોસર તેનું ઇન્ફેક્શન થાય છે. પરિણામે ખંજવાળ આવે છે.  જેને આપડે ખરજવું કહીએ  છીએ.

શું છે આ Eczema (એક્ઝિમા) :

એક્ઝિમા eczema HD

ચામડીના રોગ મોટાભાગે ચોમાસાની ઋતુમાં થાય છે. આ ઋતુમાં આવાં રોગ અનાયાસે લાગુ પડી જાય છે. ચામડી પર ચીરા કે ચાંદા પડે તો ખંજવાળ આવવા લાગે છે. ખંજવાળ વધતી જાય છે. આજુબાજુ રાતી ફોડકીઓ પણ વધતી જાય છે. સામાન્ય ભાષામાં તે ‘ખરજવું’ નામથી કુખ્યાત છે. અંગ્રેજીમાં તેને Eczema (એક્ઝિમા) કહે છે. તેની ચળ બહુ ખતરનાક હોય છે. તે ચામડી પર વિસ્તરતું જાય છે. જેમ ખંજવાળો, તેમ તેની પીડા વધતી જાય છે.  તો ચાલો આજે અમે તમને એસ્ઝીમાંના 3 અસરકાર ઉપચાર જણાવશું.

1. એલોવેરા

aloe vera hd

એલોવેરા ત્વચાને ગ્લો કરવા માટે સર્વોત્તમ છે અને એક્ઝિમાને કારણે શુષ્કતાને નિયંત્રણ કરવામાં અદ્દભૂત કામ કરે છે. વિટામિન ઈ ના તેલ સાથે એલોવેરા ઝેલ મિક્સ કરીને લગાવવાથી ખંજવાળને ઓછુ કરવામાં મદદ મળશે. આ ત્વચાને પોષણ અને એક જ સમયમાં સોજાને ઓછો કરવામાં મદદ કરશે. આ માટે તમે એલોવેરાના પાનમાંથી જેલ કાઢી લો અને તેમા કૈપ્સૂલથી વિટામિન ઈના તેલને કાઢીને સારી રીતે મિક્સ કરી લો. ફરીથી તેને પ્રભાવિત સ્થાન પર લગાવો.

2. લીમડાનું તેલ

azeite de neem_ Limda Nu Tel

નિંબિન અને નિંબિડિન લીમડાના તેલમાં જોવા મળતા બે મુખ્ય એંટી ઈફ્લેમેટરી કંપાઉંડ છે. લીમડાનુ તેલ ત્વચાને મોઈસ્ચરાઈઝ કરે છે. કોઈપણ દુખાવોને ઓછો કરે છે અને સંક્રમણ વિરુદ્ધ સુરક્ષા પ્રદાન કરે છે. આ માટે તમે એક ચોથાઈ જૈતૂનનુ તેલ લો અને તેમા 10 થી 12 ટીપા લીમડાનુ તેલ મિક્સ કરીને પ્રભાવિત સ્થાન પર લગવો

3. મધ અને તજ

Hunny HD

આ માટે તમે 2 ચમચી મોટી દ્રાક્ષ, મધ અને 2 ચમચી તજનો પાવડર લો અને તેને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. પછી પ્રભાવિત ક્ષેત્રને ધોઈ લો અને આ પેસ્ટને લગાવો. સૂકાયા પછી પાણીથી ધોઈ લો.  મધ એક વ્યાપક સ્પેક્ટ્રમ એંટીમાઈક્રોબાયલ એજંટ છે.  આ ત્વચાને શાંત કરે છે. સોજો ઓછો કરે છે અને ઝડપથી ઉપચાર કરે છે.  તજ પણ એક એંટીમાઈક્રોબાયલ એજંટ છે. આ એંટીઓક્સીડેંટથી સમૃદ્ધ છે અને તેમા એંટી ઈફ્લેમેટરી ગુણ પણ છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

જાણવા જેવું

લોખંડના વાસણ સાફ કરવા એટલે ત્રાસ લાગે છે? તો આ ટેકનિક કરો ફોલો.

Published

on

આપણાં દાદી અને નાની જ્યારે રસોઈ બનાવતા ત્યારે તેઓ લોખંડના વાસણમાં જમવાનું બનાવવાનો આગ્રહ રાખતા. તેના લીધે જ હજી પણ આપણાં ઘરમાં પણ તેલમાં કાઇ પણ તળવાનું હોય કે પછી રોટલી ભાખરી બનાવવાની હોય તો લોખંડનું જ વાસણ ઉપયોગમાં લેવામાં આવે છે.

એક્સપર્ટનું કહેવું છે કે જ્યારે પણ લોખંડના વાસણમાં ભોજન બનાવવામાં આવે છે તો તેમાંથી ભોજનમાં આયરન અને બીજા પોષકતત્વો ભોજનમાં સારી રીતે ભળી જાય છે. પણ આ વાસણ વાપરવા માટેની સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે તેને સાફ કરવી એ માથાનો દુખાવો લાગતું હોય છે. તો જો તમને પણ લોખંડના વાસણ સાફ કરવામાં પ્રોબ્લેમ આવે છે તો આજે અમે તમારા માટે કેટલીક સરળ ટિપ્સ લઈને આવ્યા છે.

સૌથી પહેલા તમે જણાવી દઈએ કે લોખંડના વાસણ કાળા કેમ પડી જતાં હોય છે. તો તમને જણાવી દઈએ કે આ વાસણમાં કાર્બન જમા થતો હોય છે. આ ફેટ અને તેલને વધારે ગરમ કરવાને લીધે થતું હોય છે.

આટલું જ નહીં જ્યારે પણ તમે આવા વાસણમાં જમવાનું બનાવો છો તો કાર્બનનો ભાગ ભોજનમાં ભળે છે અને તેના લીધે તે કાળો રંગ થઈ જાય છે. ઘણીવાર સારી રીતે સફાઇ ના કરવામાં આવે તો પણ લોખંડના વાસણ કાળા થઈ જતાં હોય છે. આ સાથે આ વાસણમાં કાટ પણ જમા થવા લાગે છે.

ઘણીવાર લોખંડના વાસણ પડ્યા રાખવાથી તેમાં કાટ આવી જતો હોય છે. એવામાં આ વાસણ કેવીરીતે સાફ કરવું એ હવે તમને જણાવી દઈએ. તમને જણાવી દઈએ કે તમારે સૌથી પહેલા તો એ વાસણને સારી રીતે સાફ પાણીથી સાફ કરી લેવું. આ પછી તેને કોરા કપડાંથી સૂકવી લેવું.

હવે આ વાસણમાં થોડું સરસવનું તેલ નાખીને બધે જ તેલ લગાવી દેવું આ પ્રોસેસમાં ધ્યાનમાં રાખો કે વાસણમાં બધે જ તેલ લગાઈ જવું જોઈએ. હવે ટિશ્યૂ પેપર કે પછી કપડાંની મદદથી વધારાનું તેલ લૂછી લેવું. હવે આ વાસણને સાફ અને કોરી જગ્યાએ મૂકી દો. આઆમ કરવાથી લોખંડના વાસણ ખરાબ થશે નહીં.

જો તમે પણ રોટલી કે ભાખરી બનાવવા માટે લોખંડનો તવો વાપરો છો તો તેને કેવીરીતે સાફ કરશો એ પણ અમે તમને જણાવી રહ્યા છે. તવાને સાફ કરવા માટે થોડું મીઠું લેવું અને તેમાં થોડો લીંબુનો રસ અથવા તો વિનેગર ઉમેરો આ પછી તવા પર તેને બધે જ સારી રીતે ફેલાવી દો. આ પછી 15 મિનિટ માટે તેને એમજ રહેવા દો. હવે વાસણ સાફ કરવાના એક સપન્ચ અને ગરમ પાણીની મદદથી આ તવો સાફ કરી દેવો. આવીરીતે તવો સાફ કરશો તો તમારો તવો નવા જેવો ચમકી ઉઠશે.

Continue Reading

ફૂડ

ગણેશચતુર્થી પર ઘરે બનાવો ગણપતિના પ્રિય બૂંદીના લાડુ,જાણો બૂંદીના લાડુ બનાવવાની રીત

Published

on

આવતી કાલે ગણેશચતુર્થી અને ત્યારે ગણપતિના ભક્તો ગણપતિની પૂજા સાથે તમને મનપસંદ ભોગ પણ ધરાવતા હોય છે,એમા પણ ગણેજીના પ્રિય મોદક તો અચૂક ધરાવતા હોઇએ છે પરંતુ આ સમયમાં આપણે મોદક બહારથી લાવતા ટાળતા હોય છે.ત્યારે આવા સમયે કોરોના કાળમાં ઘરે જ બનાવો ગણપતિના પ્રિય બૂંદીના લાડુ .

સામગ્રી

  • 1 કપ મોળી બૂંદી
  • 11/2 કપ માવો
  • 1 કપ દળેલી ખાંડ
  • 1/2 કપ દૂધ
  • બદામ જરૂર મુજબ

બનાવવાની રીત

જ્યારે પણ તમે માવો લાવો ત્યારે તે માવાને પહેલાં તો હાથ વડે સારી રીતે મસળી લો. હવે કઢાઈમાં માવો નાંખીને 5 મિનિટ સુધી ધીમા તાપ પર તેને શેકી લો. હવે તેમાં ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરો.

બૂંદી નાંખો તેમજ વારેઘડીએ દૂધની છાલક મારતા રહો. જ્યારે એકરસ થઈ જાય ત્યારે તાપ પરથી ઉતારી ઠંડુ થવા દો. થોડુંક ઠંડુ થાય એટલે તેના ગોળ-ગોળ મોદક બનાવો. તૈયાર છે સ્વાદિષ્ટ બૂંદી લાડુ. તેના પર બદામના ટુકડા લગાવીને ગાર્નિશ કરો. ત્યાર બાદ ગણપતિ દાદાને ભોગ લગાવો.


જો તમારી પાસે મોળી બૂંદી ન હોય તો તમે ઘરે જ બેસનનું ખીરું તૈયાર કરીને ઝારાની મદદથી ઝીણી બૂંદી બનાવી શકો છો. આ બૂંદી ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે.

Continue Reading

લાઈફ સ્ટાઈલ

લક્ઝરી કાર, 16 કરોડનું ઘર, અબજોની સંપત્તિ, આ અભિનેતા એક ફિલ્મ બનાવવા કેટલા પૈસા ચાર્જ લે તે જાણો.

Published

on

સાઉથ ફિલ્મના ઘણા કલાકારો બોલીવુડ ફિલ્મના કલાકારો જેવી જ ઓળખ ધરાવે છે. સાઉથ ફિલ્મમાં આવું જ એક જાણીતું નામ છે અભિનેતા રવિ તેજા. રવિ તેજા સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર છે. રવિ તેજા તેના શ્રેષ્ઠ અભિનય માટે ખૂબ જ લોકપ્રિય છે. તેઓ છેલ્લા 31 વર્ષથી ફિલ્મી દુનિયામાં સક્રિય છે.

દક્ષિણ ભારતની બહાર પણ હિન્દી બેલ્ટના દર્શકોમાં રવિ તેજાની સારી પકડ છે. હિન્દી બેલ્ટના પ્રેક્ષકોમાં પણ તેઓ એક ખાસ ઓળખ ધરાવે છે. અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકેલા રવિ તેજા એક રાજાની જેમ જીવન જીવે છે. ચાલો આજે તમને રવિ તેજાની લક્ઝરી લાઈફસ્ટાઈલ, તેની નેટવર્થ, કાર કલેક્શન, ફિલ્મ ફી વગેરે વિશે જણાવીએ.

રવિ તેજા 54 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 26 જાન્યુઆરી 1968ના રોજ આંધ્ર પ્રદેશના જગ્ગમપેટામાં થયો હતો. 3 દાયકાની કારકિર્દીમાં રવિ તેજએ ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. આજે તેમને કોઈ ઓળખમાં રસ નથી. પ્રસિદ્ધિની સાથે રવિએ ફિલ્મી દુનિયામાંથી પણ અઢળક સંપત્તિ કમાઈ છે.

રવિ તેજાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત સાઉથની ફિલ્મ ‘કર્તવ્યમ’થી કરી હતી. મોહન ગાંધી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ વર્ષ 1990માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં રવિ તેજા સાથે વિજયા શાંતિ, વિનોદ કુમાર, સાંઈ કુમાર વગેરે જોવા મળ્યા હતા. રવિને તેમની ફિલ્મી કરિયરની શરૂઆતના સમયમાં વધારે સફળતા અને લોકપ્રિયતા મળી ન હતી.

રવિ તેજાની શરૂઆતની ફિલ્મી કરિયર ફ્લોપ રહી હતી. જો કે તે આવા સંજોગોમાં પણ તૂટ્યો નહીં અને ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું. શરૂઆતમાં ભલે તે ફ્લોપ ફિલ્મો આપતો હતો, પછીથી તેના નસીબનો સિતારો ચમક્યો અને તે પોતે સ્ટાર બની ગયો. ધીમે-ધીમે એકથી વધુ ફિલ્મો આપ્યા પછી તેઓ દક્ષિણ ભારતીય ફિલ્મના સુપરસ્ટાર કહેવાય છે.

રવિ તેજાની ગણતરી આજે સફળ કલાકારોમાં થાય છે. સાઉથ ફિલ્મોનો આ સુપરસ્ટાર એક ફિલ્મ માટે લગભગ 5 થી 6 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. એક વર્ષમાં તેમની કમાણી 12 થી 13 કરોડ રૂપિયા થઈ જાય છે. ફિલ્મોની સાથે રવિ જાહેરાતોમાંથી પણ ઘણી કમાણી કરે છે. હાલમાં તેઓ ઘણી બ્રાન્ડ્સના બ્રાન્ડ એમ્બેસેડર છે.

હવે વાત કરીએ રવિ તેજાની નેટવર્થ વિશે. ફિલ્મો અને જાહેરાતોથી ઘણી કમાણી કરનાર રવિ તેજાની નેટવર્થ અબજોમાં છે. સોશિયલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિ તેજા પાસે કુલ 121 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

રવિ તેજાને મોંઘા અને લક્ઝરી વાહનોનો પણ શોખ છે. તેમના કાર કલેક્શનમાં રેન્જ રોવર ઇવોક, મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ અને BMW M6 વગેરેનો સમાવેશ થાય છે.

રવિ તેજા તેમના પરિવાર સાથે આંધ્રપ્રદેશના જગ્ગમપેટામાં એક આલીશાન મકાનમાં રહે છે. તેમનું આ ઘર બહારથી અને અંદરથી ખૂબ જ સુંદર છે. તેની કિંમત 16 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending

Copyright © 2018 - 2021 Gujju Media.