ખસ ખસની પુરી બનાવવાની રીત

Khas Khas Puri Recipe

સાદી પુરી તો દરેકના ઘરમાં બનતી હોય છે પણ તમે ક્યારેય ખસ ખસની પૂરી બનાવી છે. તો તૈયાર થઇ જાઓ આજે ખસ ખસની પૂરી બનાવવા. કેમ કે ખસ ખસની પૂરી ખાવામાં ખુબજ સ્વાદીસ્ટ હોય છે જેને તમે કોઈ પણ શાક કે અથાણાં સાથે માણી શકો છો. તો જાણો ખસ ખસની વાનગી.

સામગ્રીઃ

લોટ માટે

 • ૧ ૧/૨ કપ મેંદો
 • ૪ ચમચા ઘી પીગાળેલું
 • ૧/૨ ચમચી ક્લોંજીના બી
 • ૩/૪ ચમચી મીઠું

પૂરણ માટે

 • ૪ ચમચા ખસખસ
 • ૧/૪ ચમચી હિંગ
 • ૨ ચમચી જીરું
 • ૪ આખા કાશ્મીરી લાલ મરચાંના ટુકડા
 • ૪ એલચી
 • ૪ લવિંગ
 • ૧ ટુકડો તજ
 • ૨ ચમચી ઘી
 • ૧/૨ ચમચી આદુ વાટેલું
 • ૧/૨ ચમચી ક્લોંજીના બી
 • મીઠું સ્વાદાનુસાર

અન્ય સામગ્રી

 • થોડો મેંદો ઉપરથી નાંખવા ઘી તળવા માટે

રીતઃ

લોટની

 • મેંદાને ચાળી તેમાં ઘી, ક્લોંજીના બી, મીઠું અને પાણી નાંખી લોટ બાંધો.
 • આ લોટના ૨૦ ભાગ કરી એકબાજુ મૂકો.

પૂરણની

 • ૧/૪ કપ પાણીમાં ૧૫ મિનિટ ખસખસ પલાળો પછી મિક્સરમાં વાટીને જાડી પેસ્ટ બનાવો. એકબાજુ મૂકો.
 • હંિગ, જીરું, લાલ મરચાં, એલચી, લવંિગ અને તજને મિક્સ કરી ૨ મિનિટ શેકો.
 • આ મિશ્રણ ઠંડું થાય એટલે મિક્સરમાં વાટીને પાઉડર બનાવો. એકબાજુ મૂકો.
 • એક વાસણમાં ઘી ગરમ મૂકી તેમાં આદું અને ક્લોંજીના બી નાંખી ૧/૨ મિનિટ સાંતળો.
 • તેમાં ખસખસની પેસ્ટ નાંખી ૧ મિનિટ સાંતળો.
 • આ વાસણને ગેસ પરથી ઉતારી તૈયાર કરેલો મસાલો અને મીઠું નાંખી સરખી રીતે મિક્સ કરો.

આગળની રીતઃ

 • લોટના એક લુઆમાંથી પુરી વણો. જરૂર પડે તો મેંદાનો લોટ લઇને વણો.
 • આ પૂરીની વચ્ચે ૧/૨ ચમચી પૂરણ ભરો અને પૂરીને બધી બાજુથી વાળીને બંધ કરો. આ લુઆને મેંદામાં રગદોળી પાછી પૂરી વણો.
 • કઢાઇમાં ઘી ગરમ કરી પૂરી તળો.
 • આ રીતે જ બાકીની પૂરી તૈયાર કરો.

તૈયારીનો સમય : ૧૫ મિનિટ
બનાવવાનો સમય:  ૨૦ મિનિટ
માત્રા: ૨૦ પુરી બનશે

ખસ ખસની આ પૂરી બનીને  તૈયાર છે. તમે આને મનપસંદ શાક, રાયતા અથવા અથાણાં સાથે પરોસીને સ્વાદનો આનંદ લઇ શકોછો.

તમને પણ ખાસ પ્રકારની સવાદથી ભરપુર રસોઈ બનાવવાનો શોખ હોય તો આ વાનગીની રીત અમને મોકલો. તેમજ તમે તમારી વાનગીનો વીડિઓ પણ અમને મોકલી શકો છો. અમે તમારી આ વાનગીને અમારા પ્લેટફોર્મ પર પ્રકાસિત કરીશું. તો રાહ સાની જોવો છો મોકલો અમને તમારી આ ખાસ પ્રકારની વાનગી.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *