Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વિદેશમાં છૂપી સંપત્તિ જાહેર ન કરનારા કરદાતાઓને CBDTએ ફટકારી નોટીસ, 31મી ડિસેમ્બર સુધીમાં રિટર્નમાં સુધારો કરવા આપી મહેતલ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > બિઝનેસ > વિદેશમાં છૂપી સંપત્તિ જાહેર ન કરનારા કરદાતાઓને CBDTએ ફટકારી નોટીસ, 31મી ડિસેમ્બર સુધીમાં રિટર્નમાં સુધારો કરવા આપી મહેતલ
બિઝનેસ

વિદેશમાં છૂપી સંપત્તિ જાહેર ન કરનારા કરદાતાઓને CBDTએ ફટકારી નોટીસ, 31મી ડિસેમ્બર સુધીમાં રિટર્નમાં સુધારો કરવા આપી મહેતલ

Gujju Media
Last updated: November 27, 2025 5:38 pm
By Gujju Media 4 Min Read
Share
india 2025 11 27T171430.424.jpg.webp
SHARE

વિદેશમાં રોકાણ છુપાવનારાઓ સાવધાન! CBDT આવતીકાલથી મોકલશે નોટિસ, ૩૧ ડિસેમ્બર સુધીમાં સુધારેલું રિટર્ન ફાઈલ કરવાની ચેતવણી.

Contents
ટેક્સ કન્સલ્ટન્ટ શું કહે છે?CBDTએ સ્પષ્ટતા કરીટેક્સપેયર્સને શું કરવું જોઈએ?

ભારતીય નાગરિક હોય અને વિદેશની મિલકતોમાં રોકાણકરીને તેના થકી થતી આવક જાહેર ન કરીને કરચોરી કરનારા કરદાતાઓને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ આવતીકાલથી નોટિસ મોકલવાનું ચાલુ કરશે. તેમને 31મી ડિસેમ્બર સુધીમાં તેમનું સુધારેલું રિટર્ન ફાઈલ કરી દેવાની ચેતવણી પણ આપી જ દેવામાં આવી છે. અન્યથા તેમની પાસેથી દંડ સહિતનો વેરો વસૂલવામાં આવશે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસસની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે તેમણે હાઈ રિસ્ક કરદાતાઓની એક વિશિષ્ટ યાદી તૈયાર કરી છે. આ યાદીમાં સમાવવામાં આવેલા ભારતીય કરદાતાઓએ વિદેશમાં મિલકતોમાં કે અસ્ક્યામતોમાં જંગી રોકાણ કરેલું છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસની 27મી નવેમ્બરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે 17મી નવેમ્બર 2024ના તેમણે નોન ઇન્ટ્ર્ઝિવ યુસેજ ઓફ ડેટા ટુ ગાઈડ એનેબલ્ડ-નડ્જના નામ હેઠળ કરેલી પહેલમાં ઓટોમેટિક એક્સચેન્જ ઇન્ફોર્મેશનમા્ં તેમને 2024-25ના વર્ષમાં મળેલી વિગતો મુજબ 24,678 કરદાતાઓએ તેમના રિટર્ન સુધારીને 29,208 કરોડની મિલકતોની જાહેરાત કરી હતી. તદુપરાંત વિદેશી સ્રોત થકી થયેલી રૂ. 1089.88 કરડની આવક પણ જાહેર કરી હતી.

- Advertisement -

આ વરસે મળેલી માહિતીને આધારે 28મી નવેમ્બરથી આ કેટેગરીમાં આવતા કરદાતાઓને નોટિસો મોકલીને ચેતવણી આપવાનું ચાલુ કરી દેવામાં આવશે, એમ સીબીડીટીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ કેટેગરીમાં આવતા કરદાતાઓને તેમનું સુધારેલું રિટર્ન 31મી ડિસેમ્બર 2025 સુધીમાં ફાઈલ કરી દેવાની સૂચના આપવામાં આવશે. કરદાતા 31મી ડિસેમ્બર સુધીમાં સુધારેલું રિટર્ન ફાઈલ નહિ કરે તો તેવા સંજોગોમાં તેમને આકરો દંડ  કરવામાં આવશે.

ફોરેન એકાઉન્ટ ટેક્સ કોમ્પ્લાયન્સ એક્ટ હેઠળ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસને અન્ય દેશના આવકવેરા વિભાગ તરફથી કોમન રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડની વ્યવસ્થા હેઠળ માહિતી મળ્યા જ કરે છે. તેની મદદથી વિદેશમાં રોકાણ કરીને ભારતમાં ભરવામાં આવેલા આવકવેરાના રિટર્નમાં ન દર્શાવેલી મિલકતોની માહિતી મળી જાય છે. તેથી તેમને સમયસર તેમના રિટર્ન સુધારી લેવાની ચેતવણી આપવામાં આવે છે.

- Advertisement -

ટેક્સ કન્સલ્ટન્ટ શું કહે છે?

ટેક્સ કન્સલ્ટન્ટ પ્રમોદ પોપટનું કહેવું છે કે (Tax consultant Pramod Popat)આ કરદાતાઓ અમેરિકા અને દુબઈ જેવા દેશોમાં મિલકતો ખરીદવામાં મોટું રોકાણ કરે છે. આ રોકાણની વિગતો તેમના આવકવેરાના રિટર્નમાં દર્શાવતા જ નથી. તેમ જ તેના થકી થતી આવક પણ આવકવેરાના રિટર્નમાં દર્શાવતા જ નથી. આ રીતે તેઓ મોટી રકમની કરચોરી કરી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો વિદેશની મિલકતોમાં કરેલું રોકાણ છુપાવે છે અને તેના થકી થતી આવક પણ છુપાવીને કરચોરી કરી રહ્યા છે.

CBDTએ સ્પષ્ટતા કરી

CBDTએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે 2025ના ITR ફાઇલીંગ સિઝનમાં હાઈ-રિસ્ક કેટેગરીમાં આવનારા ટેક્સપેયર્સને “Alert Messages” અને “Nudges” મોકલવામાં આવશે, જેથી તેઓ રિટર્ન ફરી તપાસી શકશે. તેમ જ રિટર્નમાં સુધારો પણ કરી શકશે. આ રીતે કરદાતાઓ ભારે દંડ અથવા પ્રોસિક્યુશનથી બચી શકશે.

- Advertisement -

સીબીડીટી-સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે ચેતવણી એટલે આપી છે કે કેટલાક ટેક્સપેયર્સે વિદેશી બેંક એકાઉન્ટ, શેર, પ્રોપર્ટી અથવા અન્ય નાણાકીય સંપત્તિ છે, પણ તેની જાહેરાત કરી જ નથી. બીજું, કરચોરી કરવા માટે માહિતી છુપાવવાને પરિણામે તે કરદાતાઓને આકરો દંડ થવાની શક્યતા ઉપરાત તેમની સામે કોર્ટ કેસની કાર્યવાહી થવાનો ખતરો રહેલો છે. બ્લેક મની અધિનિયમ અને IT અધિનિયમ હેઠળ વિદેશી સંપત્તિ છુપાવવાની સજા ખૂબ જ ગંભીર છે.

ટેક્સપેયર્સને શું કરવું જોઈએ?

તેથી જ CBDTએ સલાહ આપી છે કે આ કેટગરીમાં આવતા કરદાતાઓએ પોતાના આવકવેરાના રિટર્નની સંપૂર્ણ સમીક્ષા કરી લેવી જોઈએ. તેમ જ વિદેશી એસેટ્સ તથા ઈન્કમ સાચી રીતે દર્શાવી દેવી જોઈએ. કરદાતાને જરૂર જણાય તો તેમણે સુધારેલું રિટર્ન (Revised Return) ફાઇલ કરી દેવું જોઈએ. આ બાબત અંગે આવકવેરા ખાતાના અધિકારીઓમાં ગેરસમજ ન થાય તે માટે તેને લગતા દસ્તાવેજો પણ રજૂ કરી દેવા જોઈએ. CBDTએ કહ્યું છે કે આ પગલું ટેક્સપેયર્સને કાયદેસરની રીતે અનુરૂપ રહેવામાં મદદ કરવા અને અનાવશ્યક દંડ ટાળવા માટે છે.

- Advertisement -
- Advertisement -

You Might Also Like

નિફ્ટી-સેન્સેક્સ રેકોર્ડ હાઇ પર: વૈશ્વિક સંકેતો અને FII શોર્ટ પોઝિશન્સથી બજારમાં તેજી

નવા લેબર કોડ્સ લાગુ: તમારા ટેક-હોમ પગાર અને PF પર શું અસર પડશે?

Sellwin Traders – આ શેર તેના એક વર્ષના નીચલા સ્તરથી 357% વધ્યો

નીતિ દરો પર પ્રશ્નો: શું ઊંચા ફુગાવાના અંદાજો RBI ને દર ઘટાડવાથી રોકી શક્યા?

NTPC ગ્રીન એનર્જી: 69% ઇક્વિટી માટે લોક-ઇન સમાપ્ત, સ્ટોક પર અસર

- Advertisement -
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 42.jpg.webp
‘નાના લોકો’ સાથે કામ કરવાનો દાવો કરનાર તાન્યા મિત્તલ એકતા કપૂરના શોથી કરશે ડેબ્યૂ
એન્ટરટેઈન્મેન્ટ
kappor bhai.jpg.webp
₹252 કરોડના ડ્રગ્સ પાર્ટી કેસમાં શ્રદ્ધા કપૂરના ભાઈનું નામ આવ્યું, પોલીસનું તેડું; આ સિતારાઓ પર પણ લટકી તલવાર
બોલીવુડ
Copy of Satya web temp 38.jpg.webp
આ 2 દિવસમાં લોન્ચ થશે મહિન્દ્રાની બે દમદાર ઇલેક્ટ્રિક SUVs, રેસિંગ સ્ટાઇલ અને 7-સીટર લક્ઝરીનો કોકટેલ!
ઓટોમોબાઇલ
pande.jpg.webp
‘દબંગ 4’નું ડિરેક્શન કરશે સલમાન ખાન!! દિગ્દર્શનની દુનિયામાં થશે ધમાકેદાર ડેબ્યૂ
બોલીવુડ
movie 2.jpg.webp
કાર્તિક-અનન્યાની રોમેન્ટિક કોમેડી ‘તું મેરી મૈં તેરા…’નું ટીઝર આઉટ: મલાઈકા અને ઉર્ફીના નામથી ચર્ચામાં!
બોલીવુડ
- Advertisement -

You Might Also Like

keep an eye on reliance infra shares today the effect of relief from bombay hc may be visible
બિઝનેસ

આજે રિલાયન્સ ઇન્ફ્રાના શેર પર નજર રાખો, બોમ્બે હાઇકોર્ટ તરફથી રાહતની અસર દેખાઈ શકે છે

By Gujju Media 3 Min Read
good news for railway passengers seat confirmation update will be available 24 hours before the journey begins
બિઝનેસ

રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર, મુસાફરી શરૂ થાય તેના 24 કલાક પહેલા સીટ કન્ફર્મેશન અપડેટ મળશે

By Gujju Media 2 Min Read
gold and silver rate today 10 june 2025 check here 22 24 carat sone ka bhav
બિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં આજે પલટો આવ્યો, જાણો સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ

By Gujju Media 2 Min Read

More Popular from Gujju Media

kappor bhai.jpg.webp
બોલીવુડ

₹252 કરોડના ડ્રગ્સ પાર્ટી કેસમાં શ્રદ્ધા કપૂરના ભાઈનું નામ આવ્યું, પોલીસનું તેડું; આ સિતારાઓ પર પણ લટકી તલવાર

By Gujju Media 3 Min Read
Copy of Satya web temp 38.jpg.webp

આ 2 દિવસમાં લોન્ચ થશે મહિન્દ્રાની બે દમદાર ઇલેક્ટ્રિક SUVs, રેસિંગ સ્ટાઇલ અને 7-સીટર લક્ઝરીનો કોકટેલ!

By Gujju Media
Copy of Satya web temp 42.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘નાના લોકો’ સાથે કામ કરવાનો દાવો કરનાર તાન્યા મિત્તલ એકતા કપૂરના શોથી કરશે ડેબ્યૂ

By Gujju Media 4 Min Read
- Advertisement -
બોલીવુડ

‘દબંગ 4’નું ડિરેક્શન કરશે સલમાન ખાન!! દિગ્દર્શનની દુનિયામાં થશે ધમાકેદાર ડેબ્યૂ

‘દબંગ 4’માં ડબલ રોલ! સલમાન ખાન પોતે કરશે ફિલ્મનું ડિરેક્શન, દિગ્દર્શનની દુનિયામાં થશે ધમાકેદાર ડેબ્યૂ! બોલિવૂડના…

By Gujju Media
શેરમાર્કેટ

Sellwin Traders – આ શેર તેના એક વર્ષના નીચલા સ્તરથી 357% વધ્યો

બજારના દબાણ છતાં, ‘સેલવિન ટ્રેડર્સ’ રોકેટ પર ઉછળ્યો! સતત છઠ્ઠા દિવસે 5% ની ઉપરની સર્કિટ લાગી.…

By Gujju Media
બોલીવુડ

કાર્તિક-અનન્યાની રોમેન્ટિક કોમેડી ‘તું મેરી મૈં તેરા…’નું ટીઝર આઉટ: મલાઈકા અને ઉર્ફીના નામથી ચર્ચામાં!

તું મેરી મૈં તેરા ટીઝર: કાર્તિક આર્યન-અનન્યા પાંડેની ફિલ્મ ‘તું મેરી મૈં તેરા…’નું ટીઝર રિલીઝ, મલાઈકા…

By Gujju Media
હેલ્થ

વજન ઘટાડવાનો સ્ટાર્ટર પ્લાન: અઠવાડિયામાં 3 દિવસ સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને દરરોજ ચાલવું—આ રીતે સરળતાથી શરૂઆત કરવી

બટાકા અને ભાત દુશ્મન નથી! ચરબી ઘટાડવાનો ગુપ્ત સૂત્ર જાણો જે જીમ ટ્રેનર્સ તમને નહીં કહે.…

By Gujju Media
શેરમાર્કેટ

NTPC ગ્રીન એનર્જી: 69% ઇક્વિટી માટે લોક-ઇન સમાપ્ત, સ્ટોક પર અસર

NTPC ગ્રીન એનર્જી (NGEL) ના રૂ. 580 કરોડથી વધુના શેર માટે લોક-ઇન પિરિયડ આજે સમાપ્ત થાય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?