કોરોના વાયરસના કારણે ઘણા સમયથી શિક્ષણ કાર્ય બંધ છે ત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યા બાદ આગામી 23 ઓગસ્ટના રોજ યોજનાનારી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
મળતી માહિતી મુજબ પૂરક પરીક્ષાનો નવો કાર્યક્રમ હવે આગામી સમયમાં બોર્ડ જાહેર કરશે. જ્યારે ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બે વિષયની પૂરક પરીક્ષા આગામી 25થી 28 ઓગસ્ટ દરમિયાન યોજાનારી છે, તેના કાર્યક્રમમાં કોઇ જ ફેરફાર કરવામાં આવેલ નથી.
ત્યારે તો આ સાથે જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12 કોમર્સની પૂરક પરીક્ષા મોકૂફ રાખવા અંગે જણાવ્યું છે કે, કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાને લઇ ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં એક વિષયના બદલે બે વિષયમાં નાપાસ થયેલા ઉમેદવારો માટે પૂરક પરીક્ષા યોજવાનો નિર્ણય કરાયો છે. જો કે, હવે તે રદ્દ કરવામાં આવેલ છે.
ત્યારે હવે ગુજકેટની પરીક્ષા હાલ મુલતવી રાખવા માંગ ઉઠી છે. 24 ઓગસ્ટે યોજાનાર પરીક્ષાને મુલતવી રાખવા માગ ઉઠી છે. કોરોના સંક્રમણના ખતરાને લઇ પરીક્ષા મુલતવી રાખવાની માગ છે.
વિદ્યાર્થી અને વાલીઓની ગુજકેટની પરીક્ષા મુદ્દે રજૂઆત થઇ છે. NEETની પરીક્ષા નથી લેવાતી તો ગુજકેટ માટે ઉતાવળ શા માટે? કરવામાં આવે છે તેવી માંગ ઉઠી છે. કોરોનાની સ્થિતિ કાબુમાં આવી જાય ત્યારબાદ પરીક્ષા યોજવા માંગ કરી છે.