તમારા આધાર કાર્ડની માહિતી ક્યાંય ખોટી જગ્યાએ તો નથી વપરાઇને: જાણી લો તમામ માહિતી

UIDAIની વેબસાઇટમાં એક એવું ફીચર છે જેનાંથી તમે જાણી શકો છો કે તમારો આધાર નંબર ક્યાં ક્યાં ઉપયોગમાં લેવાયો છે.

મોબાઇલ સિમ અથવા નવું એકાઉન્ટ ખોલાવતી વખતે આધાર આપવુ જરૂરી છે. બેંક એકાઉન્ટ્સના નાના-મોટા કાર્યોમાં પણ આજ-કાલ આધાર નંબર જરૂરી છે. તેમજ આધારની મદદથી તમે સરળતાથી ઇનકમ ટેક્સ રિટર્ન પણ ફાઈલ કરી શકો છો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આધાર કાર્ડની ડિટેઇલ ક્યાંય ખોટી જગ્યાએ તો નથી વપરાઇને. જો તમને પણ આવી કોઇ ચિંતા છે તો હવે આ અંગે વધુ વિચારવાની જરૂર નથી. કારણ કે આધારની નોડલ એજન્સી UIDAI, આધારની વેબસાઇટ uidai.gov.inમાં જ એક એવો ફિચર છે જેનાંથી તમે જાણી શકો છો કે અત્યાર સુધીમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં અને ક્યારે ક્યારે ઉપયોગ થયો છે. અને આ ફીચરનું નામ છે. આધાર અપટેડ હિસ્ટ્રી (Aadhaar Update History).

આ રીતે જાણો તમારા આધારની માહિતી:

સૌથી પહેલાં તો www.uidai.gov.in ની વેબસાઇટ ઓપન કરો.

ત્યાર બાદ ‘આધાર અપડેટ હિસ્ટ્રી’ (Aadhaar Update History)નો ઓપશન મળશે. આ ઓપશન પર ક્લિક કરશો તો એક નવું પેજ ખુલશે.

આ પેજ પર જઈને તમારે તમારો આધાર નંબર કે વર્ચુઅલ આઇડી નાખવાનું રહેશે.

ત્યાર બાદ સિક્યોરિટી કેપ્ચા (જે પહેાલં જ વેબસાઇટમાં બતાવવામાં આવશે) તે નાખવાનું રહેશે.

તેને નાખતા જ આપનાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર વન ટાઇમ પાસવર્ડ (OTP) આવશે.

OTP એન્ટર કર્યા બાદ આપની સામે આપનાં આધાર અપડેટની હિસ્ટ્રી ખુલી જશે.

જે બાદ આપ તેને પ્રિન્ટ પણ કરી શકો છો. તેની સુવિધા પણ આપવામાં આવી છે.

આપનો આધાર નંબર ક્યાં ક્યારે કેટલાં વાગ્યે સમય સાથેની તમામ માહિતી આપને મળી જશે. એટલેકે આપ આપનો આધાર ક્યારે વેરિફાઇ કરવા ઓથોરિટી પાસે રિક્વેસ્ટ આવી છે.

જો આપને કંઇક ગડબડ લાગે તો આપ તેની ફરિયાદ કરી શકો છો. તેમજ આ આપનાં આધારની માહિતીને ઓનલાઇ લોક પણ કરી શકો છો

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *