સંજય લીલા ભણશાલીના બેનર હેઠળ બે ફિલ્મ્સની જાહેરાત

સંજય લીલા ભણશાલીએ પોતાના બેનર હેઠળ બે ફિલ્મ્સની જાહેરાત કરી છે. જેમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં આલિયા ભટ્ટ લીડ રોલમાં છે અને આ ફિલ્મ આવતા વર્ષે 11 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે,

જ્યારે બીજી ફિલ્મ ‘બૈજુ બાવરા’ વર્ષ 2021મા દિવાળી પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ માટે કોઈ પણ કલાકારની પસંદગી કરવામાં આવી નથી. મળતી માહિતી મુજબ, સંજય લીલા ભણશાલીએ આ ફિલ્મ્સ માટે રણવીર સિંહ તથા અજય દેવગનનો સંપર્ક કર્યો છે. બંનેમાંથી કોઈએ પણ હજી સુધી એકેય ફિલ્મ સાઈન કરી નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સંજય લીલા ભણશાલીની ‘બૈજુ બાવરા’ ફિલ્મ ગાયક બૈજુ બાવરાના જીવન પર આધારિત છે. જેમાં બૈજુ બાવરા પિતાના મોતનો બદલો છે. જો રણવીર આ ફિલ્મ કરવાની હા પાડશે તો તેના માટે આ પડકારજનક રોલ હશે.

આ ફિલ્મમાં ફીમેલ લીડ તરીકે પ્રિયંકા ચોપરા તથા દીપિકા પાદુકોણના નામની ચર્ચા છે. મળતી માહિતી મુજબ, અજયને બંને ફિલ્મ્સમાંથી ‘ગંગુબાઈ કાઠિવાડી’ની સ્ક્રિપ્ટ વધુ પસંદ આવી હતી. આ ફિલ્મમાં અજયનું પાત્ર ગંગુબાઈને વેપારની ટ્રિક્સ શીખવે છે અને પછી તેના પ્રેમમાં પડે છે. જોકે, અજયે હજી સુધી ફિલ્મ સાઈન કરી નથી.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *