Connect with us

ટેકનોલોજી

જાણો એમેઝોન પ્રાઇમ લઇને આવ્યું કયું જોરદાર ફિચર,આ ફિચર તમને થશે ખૂબ ઉપયોગી

Published

on

એમેઝોને પ્રાઇમ વીડિઓમાં એક નવું ફીચર ‘યુઝર પ્રોફાઇલ’ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર વૈશ્વિક સ્તરે રજૂ કરવામાં આવ્યું છે, જેથી વપરાશકર્તાઓ હવે પ્રાઇમ વીડિઓ તેમજ નેટફ્લિક્સમાં વિવિધ પ્રોફાઇલ બનાવી શકે. એટલે કે, જો તમારી પાસે એમેઝોન પ્રાઇમનું સબ્સ્ક્રિપ્શન છે, તો પછી તમે તમારા પરિવારના સભ્યોની જુદી જુદી પ્રોફાઇલ બનાવી શકો છો, તેમજ બાળકોની પ્રોફાઇલ પણ બનાવી શકો છો.

પ્રાઇમ વીડિઓ સબ્સ્ક્રિપ્શન્સ શેર કરવામાં આવે ત્યારે તે સમયે વપરાશકર્તા પ્રોફાઇલ્સ ઉપયોગમાં આવશે. આ દરેક વપરાશકર્તાને તેના નામની પ્રોફાઇલ આપશે, તેથી મૂવીઝ જોવા, પ્રાઇમ પર રિકોન્ડિશન્સ કરવામાં કોઈ મૂંઝવણ થશે નહીં.

 

એમેઝોન પ્રાઇમ વીડિઓ કુલ 6 વપરાશકર્તા પ્રોફાઇલ્સને સપોર્ટ કરે છે, જેમાંના એકમાં ડિફોલ્ટ, વ્યક્તિગત અને બાળકો શામેલ છે. કિડ્સ પ્રોફાઇલ્સ 12 અને તેથી વધુ ઉંમરના માટે ઉપલબ્ધ કરવામાં આવશે. આમાં માતાપિતાએ પુખ્ત સામગ્રીનું નિયંત્રણ પણ રાખવામાં આવશે.

એમેઝોન પ્રાઇમ વીડિઓ પ્રોફાઇલ, Android અને iOS એપ્લિકેશન્સ, ફાયર ટેબ્લેટ્સ અને ફાયર ટીવી પ્રાઇમ વીડિઓ એપ્લિકેશન્સ જેવા તમામ પ્લેટફોર્મ માટે ઓફર કરે છે.પ્રોફાઇલ પીકર વિભાગમાં જઈને એપ્લિકેશનમાં પ્રાઇમ વીડિઓ પ્રોફાઇલ બનાવી શકાય છે. આમાં, વપરાશકર્તા પ્રોફાઇલ્સને સંચાલિત અને કાઢી પણ શકે છે.

Android અને iOS એપ્લિકેશનમાં તમને તળિયે બારમાં ‘માય સ્ટફ’ વિભાગ મળશે. આમાં, વપરાશકર્તાને ‘+’ ની નિશાની મળશે, તેને ટેપ કરીને નવી પ્રોફાઇલ બનાવી શકાય છે.ફાયર ટીવી એપ્લિકેશનમાં પ્રાઇમ વીડિઓ ખોલતી વખતે વપરાશકર્તા પાસે પ્રોફાઇલ પેજનો વિકલ્પ હોય છે. અહીં પણ વપરાશકર્તાએ ‘+’ ના ચિહ્ન પર ટેપ કરવું પડશે, તે પછી નવી પ્રોફાઇલ બનાવી શકાય છે.

એમેઝોનની પ્રાઈમ સર્વિસ એ પેઇડ સર્વિસ છે, જેના માટે ગ્રાહકોને એક વર્ષના સબસ્ક્રિપ્શન માટે 999 ચૂકવવા પડશે. કંપની એમેઝોન પ્રાઇમ માટે 30 દિવસની મફત ટ્રાયલ આપે છે. વડા સભ્યોને ઘણા ફાયદા મળે છે.

ટેકનોલોજી

વ્હોટ્સએપ ફીચર અપડેટમાં તમે મેસેજ ડિલીટ થયા બાદ પણ જોઈ શકશો

Published

on

In the WhatsApp feature update, you will be able to see the message even after it has been deleted

વ્હોટ્સએપ માટે કંપની નવાં-નવાં ફીચર્સ લાવતી રહે છે. આ વખતે વ્હોટ્સએપ એક નવાં ફીચર પર કામ કરી રહી છે, જે તમારાં ડિસેબલ મેસેજ પણ દેખાડશે. આ પહેલાં યૂઝર્સ 24 કલાક, 7 દિવસ અને 90 દિવસ સુધીની સમયમર્યાદામાં મેસેજ ડિલીટ કરી શકતા હતાં, પરંતુ આ ફીચર બાદ મેસેજ ડિલીટ નહીં થાય.

In the WhatsApp feature update, you will be able to see the message even after it has been deleted

જ્યારે તમે ચેટમાં ડિસઅપિરિંગ મેસેજની સેવા ઓન કરો છો ત્યારે પસંદ કરેલી સમય મર્યાદા પછી તમામ ટેક્સ્ટ, ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટ્સ ડિલીટ થઈ જાય છે. ‘કેપ્ટ મેસેજ’ ફિચર આ સેવામાં હવે થોડો બદલાવ લાવ્યા છે. ચેટ્સમાં અમુક એવી વસ્તુઓ હોય છે, કે જે ખૂબ જ મહત્વની હોચ છે અને તેને સાચવીને રાખવી પડે છે. તે કોઈ ચોક્કસ ડોક્યુમેન્ટ, ટેક્સ્ટ અથવા કોઈ પ્રકારનું માધ્યમ પણ હોઈ શકે છે. જો તમે ‘કેપ્ટ મેસેજ’માં કોઈ મેસેજ રાખશો તો તે મેસેજ આર્કાઇવમાં અથવા તો બુકમાર્કની જેમ ટ્રાન્સફર થઈ જશે પરંતુ, તે ગાયબ થનારી ચેટમાંથી ડિલીટ નહિ થાય.

In the WhatsApp feature update, you will be able to see the message even after it has been deleted

WABetaInfoના રિપોર્ટ મુજબ વ્હોટ્સએપ ડિસઅપિરિંગ મેસેજના કેપ્ટ મેસેજ ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરથી ડિસઅપિરિંગ થયા બાદ પણ મેસેજ જોવાનો ઓપ્શન જોવા મળશે. કંપની આ નવું ફીચર એન્ડ્રોઇડ, iOS સાથે વ્હોટ્સએપ ડેસ્કટોપ વર્ઝન માટે પણ લોન્ચ થશે. આ ફીચરનાં અપડેટ બાદ યૂઝર ડિસઅપિરિંગ મોડ દરમિયાન આવેલો મેસેજ ડિલીટ કર્યા બાદ પણ જોઈ શકાશે. વ્હોટ્સએપનું ‘કેપ્ટ મેસેજ’ ફીચર હાલમાં તેના ડેવલપમેન્ટ મોડમાં છે, તેથી તેમાં હજુ પણ વધુ ફેરફાર જોવા મળી શકે છે.

In the WhatsApp feature update, you will be able to see the message even after it has been deleted

વ્હોટ્સએપ તેનાં બીટા વર્ઝન પર વધુ એક નવું ‘અનરીડ ફિલ્ટર’નું ટેસ્ટિંગ કરતું જોવા મળ્યું છે. ‘કેપ્ટ મેસેજ’ ફીચરની જેમ તે અત્યારે ડેવલોપમેન્ટ સ્ટેજ પર નથી, તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ સુવિધા તમને કીવર્ડ્સ શોધતી વખતે વાંચેલા સંદેશને ન વાંચેલા સંદેશથી અલગ કરવાની મંજૂરી આપે છે. આનાથી યૂઝર્સને તે મેસેજ જોવાનું વધુ સરળ થઈ જશે, જે તે વાંચવાનું ચૂકી ગયા છે અને એવી અમુક નોટિફિકેશન્સ કે જે તે જોઈ શક્યા નથી.

Continue Reading

ટેકનોલોજી

GMAILનો ઉપયોગ કરતી વખતે આ વાતનું રાખો ખાસ ધ્યાન! નહિતર અકાઉન્ટ થઈ જશે બ્લોક

Published

on

Pay special attention to this when using GMAIL! Otherwise the account will be blocked

Gmail એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઈ-મેલ સર્વિસ છે. વિશ્વભરમાં દરરોજ લાખો લોકો આ ઈ-મેલ સર્વિસનો ઉપયોગ કરે છે. Gmail દ્વારા તેનો ઉપયોગ કરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જેનું પાલન દરેક યુઝરે કરવું જરૂરી છે. જો તમે આ નિયમોનું પાલન નહીં કરો, તો Gmail તમારા પર પગલાં લઈ શકે છે અને તમારા એકાઉન્ટ પર પ્રતિબંધ પણ મૂકી શકે છે. Gmailમાં ત્રણ સરળ નિયમો છે, જો તમે તેનું પાલન નહીં કરો તો તમારું એકાઉન્ટ પર હંમેશા માટે પ્રતિબંધ લાગી જશે. તેથી, હવેથી તમે Gmailમાં લોગ ઇન કરો ત્યારે આ ત્રણ સરળ નિયમોને ધ્યાનમાં જરૂર રાખો.

Pay special attention to this when using GMAIL! Otherwise the account will be blocked

સતત ઈ-મેલ મોકલશો નહીં

આપણને લાગે છે કે અપણે Gmailથી એક દિવસમાં અસંખ્ય ઇમેઇલ્સ મોકલી શકીએ છીએ, પરંતુ એવું બિલકુલ નથી. હકીકતમાં ગૂગલે જીમેલથી ઈ-મેઈલ કરવા માટે એક મર્યાદા નક્કી કરી છે અને જો કોઈ વ્યક્તિ તે મર્યાદાને વટાવે છે તો તેના Gmail એકાઉન્ટ પર પ્રતિબંધ લાગી શકે છે. તમે તમારા Gmailથી એક દિવસમાં 500થી વધુ ઈ-મેઈલ મોકલી શકતા નથી.

વારંવાર ખોટા ઈ-મેલ એડ્રેસનો ઉપયોગ કરશો નહીં

જો તમે ઇનએક્ટિવ મેલ એડ્રેસ પર ઘણા મેલ મોકલો છો, તો પણ Google તમારા એકાઉન્ટને ‘રેડ ફ્લેગ’ એટલે કે નોટિસ આપી શકે છે. આમ કરવાથી, Google નું અલ્ગોરિધમ તમને સ્પામર ગણશે અને તમારા Gmail એકાઉન્ટને ડિસેબલ અથવા થોડા સમય માટે પ્રતિબંધિત કરશે. નોંધવા જેવી બાબત એ છે કે જો તમે કોઈપણ નોન-એક્ટિવ અથવા ખોટા ઈ-મેલ એડ્રેસ પર કોઈપણ મેલ મોકલો છો, તો તમારા દ્વારા મોકલાયેલ ઈ-મેલ પરત કરવામાં આવે છે. તેથી ધ્યાનમાં રાખો કે ઇનએક્ટિવ મેલ એડ્રેસ પર વારંવાર મેલ કરશો નહીં.

જો તમને મોટી માત્રામાં બાઉન્સ ઈ-મેલ મળે છે, તો ગૂગલ તમને સ્પામર માને છે. આવી સ્થિતિમાં ઈ-મેલ મોકલતા પહેલા તમારે બધા ઈ-મેલ એડ્રેસ બરાબર ચેક કરી લેવા જોઈએ અને સ્પેલિંગ વગેરેની તપાસ કરવી જોઈએ, જેથી ઈ-મેઈલ મોકલ્યા પછી પરત ન આવે.

Pay special attention to this when using GMAIL! Otherwise the account will be blocked

ઈ-મેલ દ્વારા ગેરકાયદેસર માહિતી મોકલવી

જો તમે કોઈને લિંક, વિડિયો, ફોટો અથવા ડોક્યુમેન્ટ મોકલો છો જે ગેરકાયદેસર છે અથવા Gmail ની નીતિ વિરુદ્ધ છે, તો પણ તમારું એકાઉન્ટ બૅન થઈ શકે છે. તેથી, શસ્ત્રોનું વેચાણ, ડ્રગની દાણચોરી, કૉપિરાઇટેડ મ્યુઝિક વીડિયો અને મૂવી માહિતી વગેરે જેવી ગેરકાયદેસર વસ્તુઓની ઈ-મેલ દ્વારા માહિતી ક્યારેય મોકલવી જોઈએ નહીં. જો તમે આમ કરો છો, તો Google તમને ‘You have reached a limit for sending mail’ એવી error બતાવશે. ગૂગલનો દાવો છે કે તે કોઈપણ યુઝરનો ઈ-મેલ વાંચતો નથી, પરંતુ કંપની દ્વારા વિકસિત AI ડિટેક્શન ફીચર ઈ-મેલ દ્વારા મોકલવામાં આવેલ શંકાસ્પદ કોન્ટેન્ટની ઓળખ કરે છે.

 

Continue Reading

ગેજેટ

સ્માર્ટ રેઇનકોર્ટ! મોબાઈલનું એક બટન દબાવો અને પહેરાઈ જશે રેઇનકોર્ટ

Published

on

smart-raincourt-push-a-button-on-the-mobile-and-the-raincoat-will-be-worn

ચોમાસાની આ ઋતુમાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં આખો દિવસ ઘરમાં બેસી રહેવું મુશ્કેલ બની જાય છે. કોઈના કોઈ કામ માટે તો બહાર નીકળવું જ પડે છે. એવામાં રેઈનકોટની જરૂર પડે છે. ઘરની બહાર નીકળીને થોડે દૂર પહોંચતા જ જો વરસાદ શરૂ થઈ જાય તો સમસ્યા ઊભી થાય છે. એવામાં અમે તમારા માટે આ સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છીએ. માર્કેટમાં એક એવો Smart Rain Coat રેઈનકોટ આવ્યો છે, જે વરસાદ પડતાની સાથે જ શરીરમાં ફીટ થઈ જશે. આવો જાણીએ આ રેઈનકોટ વિશે.

Smart Rain Coat For Monsoon Season

આ Smart Rain Coat સ્માર્ટફોન સાથે કનેક્ટ થાય છે. આગળની તરફ ઑટો ઝિપ આપવામાં આવી છે, જેવો વરસાદ પડે કે તરત જ પોતાની જાતે જ ખુલી જાય છે. પરંતુ આ માટે તમારે મોબાઈલ ફોન પરથી કમાન્ડ આપવી પડશે. એપ પર કમાન્ડ આપતાની સાથે જ રેઈનકોટ તમારા શરીરમાં ફીટ થઈ જશે. પરંતુ મહત્વની વાત એ છેકે આને ભારતમાં નહીં પરંતુ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ચીની બજારમાં આ રેઈનકોટ ખૂબ વેંચાઈ રહ્યો છે.

smart-raincourt-push-a-button-on-the-mobile-and-the-raincoat-will-be-worn

કેવી રીતે કામ કરે છે Smart Rain Coat?

ચીનમાં આ Smart Rain Coatને Robotics કહેવામાં આવે છે. આને તમારે શરીર પર ફીટ કરવાનું રહેશે. જેવો વરસાદ આવે કે તરત જ તમારા શરીર પર આગળના ભાગથી ફીટ થઈ જાય છે. ચીનમાં આ પ્રોડક્ટ ઑનલાઈન અવેલેબલ છે. માત્ર પુરુષ જ નહીં આ Smart Rain Coatને બાળકો અને મહિલાઓ માટે પણ લૉન્ચ કરવામાં આવ્યો છે. ખાસ કરીને બાળકો માટે આ રેઈનકોટ પર ડિસ્કાઉન્ટ પણ મળે છે.

Smart Rain Coat Price In India
કિંમતની વાત કરીએ તો સ્માર્ટ રેઈનકોટની કિંમત ઘણી ઓછી છે. આની કિંમત ટી-શર્ટ કરતા પણ ઓછી છે. એટલે કે કોઈપણ વ્યક્તિ આને ખરીદી શકે છે. ભારતીય રૂપિયામાં આ રેઈનકોટની કિંમત 400-1000 રૂપિયાની વચ્ચે છે. ચીની માર્કેટથી પણ આને ખરીદી શકાય છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending