Author: Chintan Mistry

pm modi 4

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સ મારફતે કોરોના સંકટ પર વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ બેઠકમાં જણાવ્યું કે લોકડાઉનનો દેશને લાભ મળ્યો છે. કોરોના સામેના સંકટમાં લોકડાઉનના કારણે તેના સંક્રમણને ફેલાતો થોડાક અંશે સફળતા મળી છે. તેમણે લોકડાઉન પર રાજ્યોના મુખ્યમંત્રીઓને સંયમનો મંત્ર પણ આપ્યો. આશરે 3 કલાક ચાલેલી આ બેઠકમાં વડાપ્રધાનને કેટલાક મુખ્યમંત્રીઓએ સલાહ પણ આપી. સુત્રોના જણાવ્યા મુજબ કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓએ લોકડાઉન વધારવાનો પણ આગ્રહ કર્યો. આ પહેલા અત્યાર સુધી વડાપ્રધાન મોદી તમામ મુખ્યમંત્રીઓ સાથે ત્રણ વખત મિટિંગ કરી ચુક્યા છે.. પીએમ મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીને કહ્યું કે સામૂહિક પ્રયત્નનો લાભ જોવા મળી રહ્યો…

Read More
shop 356209657 sm

દેશભરમાં દુકાનોને ખોલવા માટે મંજૂરી મળ્યા બાદ ગુજરાત સરકારે પણ કેન્દ્રના નિર્ણય પર ચર્ચા વિચારણા કર્યા બાદ આ માટેની મંજૂરી આપી હતી. જોકે અમદાવાદમાં જે રીતે કોરોનાના સંક્રમણના કેસો વધી રહ્યા છે તે જોતા અમદાવાદ વેપારી એસોસીએશન અને મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા વિચારણા બાદ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે અમદાવાદમાં 3 મે સુધી દુકાનો બંધ રહેશે. શહેરમાં કોરોનાની સ્થિતિ અને વ્યવસ્થા અંગેની માહિતી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, ગઈકાલથી આજ સુધી 49 દર્દી ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં અત્યાર સુધીમાં 193 દર્દી સાજા થયા છે. તેમજ શહેરના વેપારીઓએ લોકડાઉનની મુદ્દત 3 મે સુધી સ્વૈચ્છીક રીતે…

Read More
banner 2 copy

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વિશ્વના કરોડો લોકો અત્યારે પોતપોતાના ઘરોમાં કેદ થયા છે. ભારતમાં પણ ત્રણ મે સુધી લોકડાઉન લાગુ છે. આ દરમિયાન માત્ર જીવન જરુરી ચીજવસ્તુઓ માટે લોકોને બહાર નીકળવા માટે મંજુરી આપવામાં આવી છે. તો કેટલાક ઉદ્યોગોને 50 ટકા કર્મચારીઓ સાથે શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. એવી માહિતી સામે આવી છે કે કોરોના વાયરસને વેક્સીન બન્યા બાદ જ ખતમ કરી શકાશે. પરંતુ વેક્સીન ક્યારે તૈયાર થશે તે અંગે હાલ કંઈ પણ કહી શકાય તેમ નથી. તેવામાં હવે લોકો સામે એક નવો શબ્દ સામે આવી રહ્યો છે અને તે છે હર્ડ ઈમ્યૂનિટી.  એક રિપોર્ટ આવ્યો છે કે,…

Read More
gujarat shop

રાજ્ય સરકાર દ્વારા નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રવિવાર એટલે કે 26 એપ્રિલથી તમામ જિલ્લાઓમાં મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્સ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય શરુ કરવા મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં નોકરી, ધંધા અને વ્યવસાયકારોને છૂટ આપવામાં આવતા રાજ્ય સરકારે આ અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લીધો છે. ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રી દ્વારા આ નિર્ણયની જાહેરાત કરી છે. આ છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે. જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે. દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત…

Read More
lock 3

દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનને પણ લંબાવી 3 મે સુધી કરવામાં આવ્યું છે.એવામાં લોકડાઉન ખતમ થયા બાદ દેશમાં કેવી રીતે કામકાજ થશે તેને લઈને સરકાર એક્શન પ્લાન તૈયાર કરી રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ લોકડાઉન બાદ સરકારનો ઉદ્દેશ્ય હશે કે ઓછામાં ઓછા લોકોની સાથે વધુમાં વધુ કામ. જેથી દેશની અર્થવ્યવસ્થા પણ પાટા પર આવી શકે અને લોકો કોરોનાથી બચીને પણ રહી શકે. સરકારે હજુ સુધી એ વાત પર કોઈ નિર્ણય નથી લીધો કે લોકડાઉનને 3 મે બાદ આગળ વધારવામાં આવશે કે નહીં.. પરંતુ સરકાર તરફથી હાલમાં લોકડાઉન બાદની સ્થિતિ પર…

Read More
mukesh 2 scaled

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાની સૌથી વધુ શ્રીમંત વ્યક્તિ બની ગયા છે. રીલાયન્સ જીયો અને ફેસબુક વચ્ચે થયેલ મોટી ડીલ બાદ મુકેશ અંબાણી એશિયાના સૌથી વધુ અમીર વ્યક્તિ બની ગયા છે. આ ડીલ બાદ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની સંપત્તિમાં ધરખમ વધારો થયો છે. તેમણે જેક માને આ મામલે પાછળ છોડી દીધા છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સના આંકડા મુજબ, અંબાણીની નેટવર્થમાં એક જ દિવસમાં 469 કરોડ ડોલર એટલે કે 34 હજાર કરોડ રુપિયાનો વધારો થયો છે. વિશ્વના ધનિક વ્યક્તિઓની યાદીમાં હવે મુકેશ અંબાણી 16માં ક્રમાંકે પહોંચ્યા છે. જ્યારે ઈન્ડેક્સમાં જૈક મા 20માં ક્રમાંકે છે. તો એમેઝોનના સીઈઓ…

Read More
modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વોરીયર્સનો જુસ્સો વધારવા માટે બે વખત જનતાને અપીલ કરી હતી. તેમની અપીલ પર લોકોએ 22 માર્ચે તાળી, થાળી અને શંખનાદ કર્યો અને 5 એપ્રિલની રાત્રે 9 વાગ્યે 9 મિનિટે ઘરની લાઈટો બંધ કરી મીણબત્તી, ટોર્ચ, ફ્લેસ લાઈટ કરી કોરોના નામના અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવ્યો. ત્યારે હવે એક એવા અહેવાલ સામે આવ્યા છે કે જેનાથી કોરોના વિરુદ્ધ લડાઈમાં ખૂદ વડાપ્રધાન અને તેમની સરકારને જનતાના વિશ્વાસનું બળ મળશે. હાલમાં કરવામાં આવેલ એક સર્વેમાં જણાવાયું છે કે, 93.5 ટકા ભારતીયોને વિશ્વાસ છે કે મોદી સરકાર કોરોના સંકટથી ખૂબ જ અસરકારક રીતથી લડી રહી છે. કેન્દ્ર સરકારે 25 માર્ચથી…

Read More
pm 3

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 એપ્રિલે ફરી એકવાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સ મારફતે સંવાદ કરશે. આ ચર્ચામાં તમામ રાજ્યોના અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ જોડાશે. વડાપ્રધાન મોદીએ ગત વખતે 11 એપ્રિલે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી અને ત્યારબાદ તેમણે લોકડાઉનની સમય મર્યાદા વધારવા પર ચર્ચા કર્યા બાદ લોકડાઉનને 3 મે સુધી લંબાવ્યુ હતું. ત્યારે હવે એવો સવાલ પણ થઈ રહ્યો છે કે શું 27 એપ્રિલે યોજાનાર મુખ્યમંત્રીઓ સાથેની બેઠકનો મુખ્ય મુદ્દો લોકડાઉનની સમય મર્યાદા વધારવાનો જ હશે? મહત્વનું છે કે,  પીએમ મોદી 27 એપ્રિલે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કોરોના વાયરસ સંક્રમણ…

Read More
amarnath 5

દેશભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે અને સાથે જ મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે હવે અમરનાથ શ્રાઈન બોર્ડે ચાલુ વર્ષે 23 જુનથી શરુ થનાર અમરનાથ યાત્રા રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો.. એવુ પ્રથમ બન્યું છે જ્યારે અમરનાથ યાત્રા શરુ થતા પહેલા જ રદ્દ કરવામાં આવી હોવાના અહેવાલ પ્રકાશિત થયા બાદ હવે જમ્મુ-કાશ્મીર જિલ્લા પ્રશાસનને યૂ ટર્ન લીધો છે. જિલ્લા પ્રશાસનને અમરનાથ યાત્રા રદ્દ કરવાનો નિર્ણય પરત ખેંચ્યો છે.. જમ્મુમાં રાજભવનમાં મળેલી બઠકમાં લેફ્ટિનેન્ટ ગવર્નર…

Read More
JAYNTI RAVI

ગુજરાતમાં કોરોનાનું સંકટ વધુને વધુ ઘેરુ બની રહ્યું છે. ત્યારે આજે રાજ્યમાં કોરોનાના વધુ 127 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં આ અંગેની જાણકારી આપી હતી. રાજ્યમાં નવા 127 કેસ નોંધાતાની સાથે જ રાજ્યમાં કોરોનાનો રાફડો વધીને 2066 પર પહોંચ્યો છે. જ્યારે આજે વધુ 6 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. તો અત્યાર સુધીમાં 131 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. આજે નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં વધુ 50 કેસ, સુરતમાં 69 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અરવલ્લી-ગીરસોમનાથ-ખેડા-તાપીમાં 1-1 કેસ નોંધાયો છે. જ્યારે રાજકોટ-વલસાડમાં 2, તાપીમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આજે જે દર્દીઓના કોરોનાના કારણે મોત…

Read More