Adani: અદાણી ગ્રુપ ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ શોધી કાઢ્યું છે કે અદાણીની કંપનીઓમાં રોકાણ કરતા 12 વિદેશી ફંડોએ તેના ડિસ્ક્લોઝર નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને રોકાણની મર્યાદા કરતાં વધુ રોકાણ કર્યું હતું.
આ વર્ષની શરૂઆતમાં નિયમોના ઉલ્લંઘનના આરોપમાં અદાણી જૂથમાં રોકાણ કરનારા એક ડઝન ભારત બહારના – ઓફશોર રોકાણકારોને નોટિસ મોકલવામાં આવી હતી. તેમને ડિસ્ક્લોઝર નિયમો અને રોકાણ મર્યાદાના ઉલ્લંઘન અંગે તેમની સ્થિતિ સ્પષ્ટ કરવા પણ કહેવામાં આવ્યું હતું.
ઓફશોર ફંડ વ્યક્તિગત સ્તરે અદાણી જૂથની કંપનીઓમાં તેમના રોકાણની જાણ કરી રહ્યા હતા. જ્યારે સેબી ઇચ્છે છે કે આને ઓફશોર ફંડ ગ્રૂપ લેવલ પર જાહેર કરવામાં આવે.
12 ઓફશોર ફંડ્સમાંથી આઠ ફંડ્સે દોષ કબૂલ્યા વિના દંડ ચૂકવીને ચાર્જિસની પતાવટ કરવા માટે સેબીનો સંપર્ક કર્યો છે.
સેબીને અદાણી ગ્રૂપ દ્વારા સંબંધિત-પક્ષના કેટલાક વ્યવહારો જાહેર કરવામાં ઉલ્લંઘન જોવા મળ્યું હતું. સેબીએ અદાણી કેસમાં આર્થિક વ્યવહારોના 13 કેસોની તપાસ કરી છે.
ઉલ્લંઘનને કારણે પ્રત્યેક એન્ટિટી દ્વારા દરેક ઉલ્લંઘન માટે 1 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ સિવાય શેરબજારમાં પણ તેમના પર પ્રતિબંધ લગાવી શકાય છે.
24 જાન્યુઆરી, 2023ના રોજ, યુએસ સ્થિત શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં અદાણી ગ્રુપ પર સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડનો આરોપ હતો. ત્યારથી સેબી આ આરોપોની તપાસ કરી રહી છે.
હિડનબર્ગ સ્કેમ ઓફ ધ સેન્ચુરી છે
અમેરિકન કંપની હિંડનબર્ગનો અહેવાલ આવ્યા બાદ અદાણીને લાખો કરોડોનું નુકસાન થયું હતું. સ્કેમ ઓફ ધ સેન્ચુરી બની ગયું હતું. સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી. આ ઉપરાંત સેબીએ પણ અલગથી તપાસ શરૂ કરી હતી. પરંતુ હિંડનબર્ગ રિપોર્ટનો એક પણ આરોપ સાબિત થયો નથી.
કૌભાંની શરૂઆત ગુજરાતથી થઈ હતી. દુનિયાના ઈતિહાસના સૌથી મોટા કોર્પોરેટ સ્કેમ પૈકીનું એક છે. 5 કરોડનું કૌભાંડ છે કે 10 લાખ કરોડનું કૌભાંડ છે કે 20 લાખ કરોડનું કૌભાંડ છે. રિપોર્ટના કારણે દેશના અર્થતંત્ર પર મોટું સંકટ આવી પડ્યું હતું. હિંડનબર્ગ વિવાદને પગલે 20000 કરોડનો FPO રદ કર્યો હતો.
નાણાંકીય કૌભાંડ અને શેરમાં સટ્ટો રમી નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો. ગૌતમ અદાણીની સંપત્તિમાં 110 અબજ ડોલરથી પણ વધારે ધોવાણ થયું હતું. ગૌતમ અદાણી વિશ્વના ધનિકો યાદીમાં નંબર-3થી સતત ઘટીને નંબર-30માંથી પણ બહાર ફેંકાઇ ગયા હતા.
ઉપરાંત અમેરિકામાં લાંચના આરોપમાં અદાણી ગ્રુપની તપાસ કરવામાં આવી રહી છે.