NBFC
કોર્પોરેટ અથવા NBFC FD રોકાણ માટે સારો વિકલ્પ છે. આમાં ફાયદો એ છે કે તમને બેંકો કરતા લગભગ 2 ટકા વધુ વળતર મળે છે.
જો તમે FD પર વધુ વળતર મેળવવા માટે થોડું જોખમ લઈ શકો છો, તો કોર્પોરેટ અથવા NBFC FD રોકાણ માટે સારો વિકલ્પ છે. આમાં ફાયદો એ છે કે તમને બેંકો કરતા લગભગ 2 ટકા વધુ વળતર મળે છે. જો કે, આને બેંક એફડી કરતા ઓછા સુરક્ષિત ગણવામાં આવે છે.
બજાજ ફિનસર્વ
બજાજ ફિનસર્વ તેના ગ્રાહકોને 18, 22, 33 અને 44 મહિનાની FD ઓફર કરે છે. આ NBFC કંપની રોકાણકારોને તમામ કાર્યકાળની FD પર 7.40 ટકાથી 8.25 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. બજાજ ફિનસર્વ 18 મહિનાની FD પર 7.8 ટકા, 22 મહિનાની FD પર 7.9 ટકા, 33 મહિનાની FD પર 8.10 ટકા અને 33 મહિનાની FD પર 8.25 ટકાના દરે વ્યાજ ઓફર કરી રહી છે.
મુથુટ કેપિટલ
મુથુટ કેપિટલ દ્વારા 7.45 ટકાથી 8.5 ટકા સુધીનું વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે. NBFC કંપની એક વર્ષની FD પર 7.45 ટકા, 15 મહિનાની FD પર 8.5 ટકા, બે વર્ષની FD પર 8 ટકા, ત્રણ વર્ષની FD પર 8.5 ટકા અને પાંચ વર્ષની FD પર 7.5 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.
શ્રીરામ ફાયનાન્સ
શ્રીરામ ફાઇનાન્સ FD પર 7.85 ટકાથી 8.8 ટકા ઓફર કરે છે. એક વર્ષની FD પર 7.85 ટકા, બે વર્ષની FD પર 8.15 ટકા, ત્રણ વર્ષની FD પર 8.70 ટકા અને પાંચ વર્ષની FD પર 8.80 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
મહિન્દ્રા ફાયનાન્સ
મહિન્દ્રા ફાઇનાન્સ FD પર 7.75 ટકાથી 8.05 ટકા સુધીનું વ્યાજ ઓફર કરે છે. NBFC કંપની 15 મહિનાની FD પર 7.75 ટકા, 30 મહિનાની FD પર 7.9 ટકા અને 42 મહિનાની FD પર 8.05 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.