G-Pay: કંપનીએ ભારતમાં Google Wallet સેવા શરૂ કરવા અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. આ સેવા હાલમાં ભારતમાં ઉપલબ્ધ નથી. કંપનીનું કહેવું છે કે ભારતમાં ડિજિટલ પેમેન્ટને સરળ અને સુરક્ષિત બનાવવા માટે, તેનું ફોકસ હાલમાં માત્ર Google Pay પર છે. આવી સ્થિતિમાં ભારતમાં અત્યારે આ એપ ડાઉનલોડ કરી શકાતી નથી.
ગૂગલ વોલેટ સર્વિસને લઈને ઘણા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે ગૂગલની આ સર્વિસ ભારતમાં શરૂ થઈ ગઈ છે. યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્ક્રીનશોટ પણ શેર કરી રહ્યા છે. જો કે આ મામલામાં ગૂગલનું કહેવું છે કે ભારતમાં ગૂગલ વોલેટ સર્વિસ હજુ ઉપલબ્ધ નથી. એટલે કે હાલમાં આ એપ ભારતમાં ડાઉનલોડ કરી શકાતી નથી.
કંપનીનું ફોકસ Google Pay પર ચાલુ રહેશે
ભારતમાં Google Wallet સેવા શરૂ કરવાના અહેવાલો પર, કંપનીનું કહેવું છે કે અમારી પાસે ભારતમાં Google Wallet સેવાના લોન્ચ અંગે શેર કરવા માટે કોઈ નવી માહિતી નથી. અમે ભારતીય વપરાશકર્તાઓના ડિજિટલ અનુભવને બહેતર બનાવવા માટે હંમેશા કામ કરીએ છીએ. લોકો માટે ડિજિટલ પેમેન્ટને સરળ અને સુરક્ષિત બનાવવા માટે અમે હાલમાં Google Pay ઍપમાં અમારું રોકાણ ચાલુ રાખીએ છીએ.
Google Pay થી Google Wallet કેટલું અલગ છે?
કંપનીએ 2011માં ડિજિટલ પેમેન્ટ માટે Google Wallet સેવા રજૂ કરી હતી. આ સાથે 2015માં કંપનીએ એન્ડ્રોઇડ પે (Google Pay) લોન્ચ કર્યો હતો, જેમાં યુઝર્સને બિલ પેમેન્ટ, રિચાર્જ જેવી પેમેન્ટ ફીચરની સુવિધા મળી હતી. આ સુવિધા Google Wallet માં ઉપલબ્ધ ન હતી. ત્રણ વર્ષ પછી, 2018 માં, કંપનીએ જાહેરાત કરી કે તે Google Pay અને Wallet એપને મર્જ કરશે. પરંતુ, હવે કંપનીએ ફરી એકવાર બંને સેવાઓને અલગ કરી દીધી છે.
Google Pay એપ ભારતમાં યુઝર્સને UPIની મદદથી પેમેન્ટ કરવાની મંજૂરી આપે છે.
આની મદદથી યુઝર્સ એકબીજા સાથે પૈસાની લેવડદેવડ કરી શકે છે. તેની સાથે તમે બિલ પેમેન્ટ કરી શકો છો અને ટિકિટ બુક કરાવી શકો છો. બીજી તરફ, વપરાશકર્તાઓ Google Wallet દ્વારા NFC આધારિત ચુકવણી કરી શકે છે. તેની સાથે એપમાં ડિજિટલ ડોક્યુમેન્ટ્સ પણ સેવ કરી શકાય છે.
Google Wallet એપ્લિકેશન સેવાઓ હાલમાં ભારતમાં ઉપલબ્ધ નથી. આ એપ સિંગાપોર, યુએસએ અને કેનેડા જેવા દેશોમાં ઉપલબ્ધ છે.
ગૂગલ વોલેટ કેવી રીતે સેટઅપ કરવું?
સ્ટેપ 1: પહેલા તમારા સ્માર્ટફોન પર ગૂગલ વોલેટ એપ ઇન્સ્ટોલ કરો.
સ્ટેપ 2: તમારા Google એકાઉન્ટ વડે Google Wallet એપ્લિકેશનમાં લોગિન કરો.
સ્ટેપ 3: જો તમે પહેલીવાર એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમને કાર્ડ ઉમેરવા માટે કહેવામાં આવશે. કાર્ડની સાથે, તમે તમારા દસ્તાવેજો અને પાસ પણ એપમાં સ્ટોર કરી શકો છો.