Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સુસ્તી: ઓગસ્ટમાં PMI ઘટીને 5 વર્ષના તળિયે પહોંચ્યો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > બિઝનેસ > ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સુસ્તી: ઓગસ્ટમાં PMI ઘટીને 5 વર્ષના તળિયે પહોંચ્યો
બિઝનેસ

ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સુસ્તી: ઓગસ્ટમાં PMI ઘટીને 5 વર્ષના તળિયે પહોંચ્યો

Gujju Media
Last updated: September 1, 2026 11:54 am
By Gujju Media
5 Min Read
Share
iNDIA 2026 09 01T115147.139.jpg.webp
SHARE

ઉદ્યોગ જગતમાં મોટો ફેરફાર! એક તરફ નોકરીઓ ઘટી તો બીજી તરફ કિંમતો અંગે મળ્યા મોટા સમાચાર

Contents
  • સતત ત્રીજા મહિને ગ્રોથમાં ઘટાડો: ઉત્પાદન દર પણ ધીમો પડ્યો
  • નિકાસ માર્કેટમાં સકારાત્મકતા, પરંતુ રોજગારીમાં અઢી વર્ષે પહેલીવાર ઘટાડો
  • મોંઘવારીનું દબાણ ઘટ્યું: ઉત્પાદન ખર્ચમાં રાહત
  • ભવિષ્ય માટે બિઝનેસ આત્મવિશ્વાસમાં સુધારો

ભારતના ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) ક્ષેત્રના વિકાસની ઝડપમાં મોટો ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં નબળી માંગ, નવા ઓર્ડર્સમાં સુસ્તી અને ઉત્પાદનમાં થયેલા ઘટાડાને કારણે ભારતનો મેન્યુફેક્ચરિંગ ગ્રોથ ઈન્ડેક્સ ઘટીને ૫૨.૮ ની નીચી સપાટીએ આવી ગયો છે. આ આંકડો છેલ્લા પાંચ વર્ષનો સૌથી નીચો વૃદ્ધિ દર દર્શાવે છે. તાજેતરમાં જાહેર કરાયેલા માસિક સર્વે અનુસાર, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે નરમ પડતી માંગ આ ધીમા પડવા પાછળનું મુખ્ય કારણ છે.

સિઝનલી એડજસ્ટેડ ‘HSBC ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પર્ચેસિંગ મેનેજર્સ ઈન્ડેક્સ’ (PMI) જુલાઈ મહિનાના ૫૩.૫ થી ઘટીને ઓગસ્ટમાં ૫૨.૮ પર પહોંચ્યો છે. જો કે, પીએમઆઈ (PMI) ની ભાષામાં ૫૦ થી ઉપરનો આંકડો ક્ષેત્રના વિસ્તરણ (વૃદ્ધિ) નો સંકેત આપે છે, જ્યારે ૫૦ થી નીચેનો આંકડો સંકોચન દર્શાવે છે. ૫૨.૮ નો આંકડો વૃદ્ધિ તો દર્શાવે છે, પરંતુ આ ઝડપ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નબળી રહી છે.

- Advertisement -

સતત ત્રીજા મહિને ગ્રોથમાં ઘટાડો: ઉત્પાદન દર પણ ધીમો પડ્યો

HSBC ના ચીફ ઈન્ડિયા ઈકોનોમિસ્ટ પ્રંજુલ ભંડારીના જણાવ્યા અનુસાર, “ભારતનો ફાઈનલ મેન્યુફેક્ચરિંગ PMI ઓગસ્ટમાં ઘટીને ૫૨.૮ થયો છે, જેના કારણે સતત ત્રીજા મહિને ઉત્પાદન ક્ષેત્રે ઘટાડાનો સિલસિલો જોવા મળ્યો છે. ઉત્પાદન (આઉટપુટ) ઈન્ડેક્સ ઓગસ્ટ ૨૦૨૧ પછીના તેના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે, જે સ્પષ્ટ કરે છે કે ફેક્ટરીઓમાં ઉત્પાદન ચોક્કસપણે વધી રહ્યું છે પણ તેની ઝડપ નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે.”

- Advertisement -

સર્વે અનુસાર, નવી ખરીદીના ઓર્ડરમાં પણ વધારો થયો છે, પરંતુ તે પાંચ વર્ષની સૌથી ધીમી ગતિએ થયો છે. વિવિધ ઉદ્યોગો અને કંપનીઓએ જણાવ્યું કે બજારમાં ચાલી રહેલી જટિલ પરિસ્થિતિઓ અને ચોક્કસ ઉત્પાદનોની માંગમાં આવેલી કમીને કારણે નવા ઓર્ડર મળવાની પ્રક્રિયા ધીમી પડી ગઈ છે.

નિકાસ માર્કેટમાં સકારાત્મકતા, પરંતુ રોજગારીમાં અઢી વર્ષે પહેલીવાર ઘટાડો

એક તરફ સ્થાનિક બજારમાં માંગ ઓછી જોવા મળી રહી છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાંથી નિકાસ (Export) ના ઓર્ડરમાં વૃદ્ધિ જળવાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા, જર્મની, ચાઇના, સ્પેન, થાઇલેન્ડ અને અમેરિકા (US) જેવા મુખ્ય દેશો તરફથી ભારતીય માલસામાનની માંગ ચાલુ રહી છે. જો કે, જુલાઈ મહિનાની સરખામણીએ ઓગસ્ટમાં નિકાસ ઓર્ડરના વિસ્તરણની ઝડપ પણ થોડી ધીમી પડી હતી.

- Advertisement -

રોજગારી અને નોકરીઓના મોરચે આ સર્વેમાં એક ચિંતાજનક બાબત સામે આવી છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે છેલ્લા અઢી વર્ષમાં (૨.૫ વર્ષ) પહેલીવાર નોકરીઓમાં આંશિક કપાત કે ઘટાડો નોંધાયો છે. કંપનીઓએ જે સ્ટાફમાં કાપ મૂક્યો છે તેની પાછળ બિઝનેસમાં ઘટેલી જરૂરિયાતોને મુખ્ય કારણ ગણાવ્યું છે.

પ્રંજુલ ભંડારીએ ઉમેર્યું કે, “બે વર્ષથી વધુ સમય સુધી નોકરીઓમાં સતત વૃદ્ધિ થયા પછી ઓગસ્ટમાં રોજગાર દર મામૂલી સંકોચન તરફ ગયો છે. જો કે, બીજી બાજુ કાચા માલના ખર્ચનું દબાણ ઘટી રહ્યું છે, જેને કારણે ઉત્પાદકોએ પોતાના માલની વેચાણ કિંમતોમાં પણ સાધારણ વધારો કર્યો છે.”

- Advertisement -
- Advertisement -

મોંઘવારીનું દબાણ ઘટ્યું: ઉત્પાદન ખર્ચમાં રાહત

ઉત્પાદકો માટે આ સર્વેમાં સૌથી મોટા રાહતના સમાચાર કિંમતોના મોરચેથી આવ્યા છે. જો કે ફેક્ટરીઓને સ્ટીલ અને પરિવહન (ટ્રાન્સપોર્ટેશન) પાછળ વધારે ખર્ચ કરવો પડ્યો છે, છતાં સમગ્ર કાચા માલની મોંઘવારીનો દર (Input Cost Inflation) નિયંત્રણમાં રહ્યો છે. ઓગસ્ટમાં ખર્ચ ફુગાવો છેલ્લા છ મહિનાની સૌથી નીચી સપાટીએ રહ્યો હતો.

ઉત્પાદન ખર્ચમાં દબાણ ઘટવાને કારણે કંપનીઓએ પોતાના તૈયાર માલની વેચાણ કિંમતો (Selling Prices) માં મોટો વધારો કરવાનું ટાળ્યું છે. પરિણામે, આઉટપુટ પ્રાઈસ ફુગાવો મામૂલી વધ્યો છે, જે ૪૫ મહિનાના તળિયે પહોંચી ગયો છે અને પોતાના લાંબા ગાળાના સરેરાશ દરથી નીચે રહ્યો છે. કિંમતોમાં સ્થિરતા રહેવાને કારણે ગ્રાહકો પર પણ મોંઘવારીનો બજ બોજ પડતો અટક્યો છે.

- Advertisement -

ભવિષ્ય માટે બિઝનેસ આત્મવિશ્વાસમાં સુધારો

ભલે હાલની પરિસ્થિતિમાં સુસ્તી જોવા મળી રહી હોય, પરંતુ ભવિષ્યની સ્થિતિ અંગે ભારતીય ઉદ્યોગકારોનો આત્મવિશ્વાસ (Business Confidence) મજબૂત બન્યો છે. આગામી ૧૨ મહિનાના બિઝનેસ આઉટલુકને લઈને બિઝનેસ સેન્ટિમેન્ટ ઘટીને જૂન-જુલાઈમાં જે સ્તરે ગયું હતું, ત્યાંથી વધીને ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું છે.

સર્વેમાં ભાગ લેનારા આશરે ૧૬ ટકા ઉત્પાદકોએ આશા વ્યક્ત કરી છે કે આગામી એક વર્ષમાં તેમનું ઉત્પાદન અત્યારની સરખામણીએ ઘણું વધારે રહેશે, જ્યારે બાકીના વેપારીઓ માને છે કે સ્થિતિ હાલના સ્તર પર યથાવત રહેશે. સર્વે મુજબ, “ભવિષ્યનો આત્મવિશ્વાસ મે મહિ પછીના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે, છતાં ઐતિહાસિક ધોરણોની સરખામણીએ તે હજુ પણ થોડો નરમ છે.”

US ફેડ રેટ કટ છતાં ભારતીય શેરબજારની સપાટ શરૂઆત: સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો
બજાર ખુલતા પહેલા આ વાંચી લેજો! JSW Steel અને Coal India માં સોમવારે એક્શન પાક્કું
કમાણીનો બમ્પર મોકો! મારુતિ અને બોશ સહિત આ 5 દિગ્ગજ કંપનીઓ આપશે મોટું ડિવિડન્ડ
તેજી પછી આજે બજારનો ટ્રેન્ડ! AWL એગ્રી બિઝનેસમાં બ્લોક ડીલ, TCS-TPG ભાગીદારી, JSW એનર્જી પણ ફોકસમાં
પૈસા તો બધા કમાય છે, પણ અમીર આ 9 નિયમો વાળા જ બને છે! જાણો પર્સનલ ફાઇનાન્સના સુવર્ણ નિયમો
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
turst2.jpg.webp
નેટફ્લિક્સ પર છવાઈ 90 મિનિટની આ થ્રિલર ફિલ્મ: 1 વર્ષ જૂની હોવા છતાં બની નંબર-1 ટોપ ટ્રેન્ડિંગ!
એન્ટરટેઈન્મેન્ટ
1787668540 health.jpg.webp
રસોડામાં બદલો આ એક વસ્તુ અને હૃદય રહેશે સ્વસ્થ: આ 5 કૂકિંગ ઓઇલ ઘટાડશે ખરાબ કોલેસ્ટ્રોલ
હેલ્થ
1787669204 sl.jpg.webp
એશિયા કપ પહેલાં ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકાને મોટો ઝટકો, ડ્યુમી વિહાંગા ટુર્નામેન્ટમાંથી બહાર
સ્પોર્ટ્સ
Copy of Satya web temp 42.jpg.webp
સાયબર ક્રાઈમથી બચવા માટે જાણો અસલી ટ્રિક, ફોન લોક કરવા માટે પાસવર્ડ કે પિન – શું છે બેસ્ટ?
ગેજેટ
- Advertisement -

You Might Also Like

india 2025 12 02T102331.854.jpg.webp
બિઝનેસ

ફેડના ભાષણ પહેલા સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો

By Gujju Media
6 Min Read
1769731896 INDIA 1 55.jpg.webp
બિઝનેસ

ઐતિહાસિક નિર્ણય: કોકિંગ કોલ બન્યું ‘ક્રિટિકલ મિનરલ’, સ્ટીલ ઉદ્યોગમાં આવશે ક્રાંતિ

By Gujju Media
4 Min Read
GUJJU MEDIA FEATURE PHOTO 4 14
બિઝનેસ

આજે પણ બજારમાં કડાકા બોલવાનું યથાવત, આજે પણ માર્કેટ ક્રેશ

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ગેજેટ

YouTube પર વીડિયો જોતા-જોતા ડેટા ખતમ થઈ જાય છે? આ સિક્રેટ સેટિંગ કરશે તમારી મદદ

1 મિનિટમાં ઓન કરો YouTubeનું આ સિક્રેટ ફીચર, ડેટા ચાલશે લાંબો સમય! આજના સમયમાં YouTube આપણા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?